કોરોનાનો ડર, હવે વાંદરાએ પણ લગાવ્યું માસ્ક, જુઓ વિડીયો

Posted by

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ૭ લાખ ૬૭ હજારની ઉપર પહોચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ૨૪,૮૭૯ કેસ નોંધાયા છે. તેવામાં આપણે હવે વધારે સાવધાની રાખવી જરૂરી બની ગઈ છે. કોરોના વાયરસ સાધારણ રોગ કરતાં ત્રણ ગણો ઝડપથી ફેલાય છે. હાલમાં તો તેની વેક્સિન લોકો માટે ઉપલભ્ધ નથી. તેવામાં આ ખતરનાક વાયરસથી બચવા માટે સૌથી સરળ રસ્તો સાવધાની છે. જ્યારે પણ ઘરની બહાર નિકળીએ તો માસ્ક જરૂર પહેરવું જોઈએ. તેના સિવાય પોતાના હાથ પણ વારંવાર સાફ કરતાં રહેવું જોઈએ. સરકાર આ વાયરસને રોકવા માટે તેનાથી બનતા તમામ પ્રયાસ કરી રહી છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે.

ઘણા અભ્યાસમાં પણ એવું જાણવા મળેલ છે કે માસ્ક આપણને કોરોના જેવા ખતરનાક વાયરસથી સંક્રમિત થવાથી બચાવી શકે છે. ઘરમાં બનાવવામાં આવેલ માસ્કથી પણ ઘણી હદ સુધી સુરક્ષા પ્રદાન કરે છે. સરકાર પણ ઘરમાં બનાવેલ માસ્કને પ્રોત્સાહન આપતી જોવા મળી છે. હાલના દિવસોમાં માસ્ક પહેરવું પણ ફરજિયાત થઈ ગયું છે. માસ્ક ના પહેરવા પર ચલણના રૂપમાં દંડ પણ આપવામાં આવે છે. સરકાર તો લોકોને સમજાવી સમજાવીને થાકી ગઈ છે પરંતુ તેમ છતાં પણ ઘણા બેદરકાર લોકો હજુ પણ માસ્ક લગાવ્યા વગર ફરી રહ્યા છે. એવામાં આ લોકોને પ્રેરણા આપવા માટે આજે અમે તમારી લોકો સામે એક મજેદાર વિડીયો શેર કરવા જઈ રહ્યા છીએ.

વાંદરાએ પહેર્યું માસ્ક

ખરેખર હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તમે એક વાંદરાને તેમના ચહેરા પર માસ્ક લગાવવાની શીખ લઈ શકો છો. વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો પોતાની સ્ટાઈલથી એક કપડાથી તેમના ચહેરાને ઢાંકીને અને ત્યારબાદ આમતેમ ફરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોવામાં ખૂબ જ મજેદાર લાગી રહ્યો છે.

વિડીયો થયો વાયરલ

વાંદરાનો માસ્ક વાળો આ વિડીયો આમ તો જૂનો છે પરંતુ અત્યારની કોરોના જેવી મહામારી વચ્ચે આ વિડીયો એકવાર ફરી વાયરલ થયો છે. આ વિડીયોને આઈ.એફ.એસ. સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતાં લખ્યું છે કે – જ્યારે તમને ખબર પડે કે હેડ સ્કાર્ફને પણ માસ્કના રૂપમાં ઉપયોગ કરી શકો છો.

૧૪ સેકન્ડના આ વિડિયોને અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધારે જોવાઈ ચૂક્યો છે. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડિયોને જોઈને લોકો ખૂબ જ સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝર લખે છે કે, વાંદરાએ માસ્ક એકદમ મિથુનની સ્ટાઇલમાં પહેર્યું. તો બીજી એક કોમેન્ટ આવે છે કે, જે માસ્ક નહીં પહેરે તેનું ચલણ પોલીસ કાપશે. તેથી વાંદરો ઓર્ડર માની રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૨૧,૧૨૯ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તો બીજી તરફ ૭ લાખ ૬૭ હજાર સંક્રમિત દર્દીઓ માથી ૪ લાખ ૭૬ હજાર લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. અત્યારે કોરોના સંક્રમણમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. તેથી તમને બધા લોકોને વિનંતી છે કે સાવધાની રાખો અને માસ્ક જરૂર પહેરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *