કોરોના વાયરસની સામે લડવા માટે દુનિયાભરમાં ઘણા ડિવાઇસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આઈઆઈટી મદ્રાસથી જોડાયેલ એક સ્ટાર્ટઅપ પણ એક વિયરેબલ રિસ્ટ ટ્રેકર (હાથમાં પહેરવામાં આવતું એક પ્રકારનું સ્માર્ટ બેન્ડ) પર કામ કરી રહ્યા છે. જે કોરોના વાયરસના સંક્રમણને શરૂઆતી ચરણમાં જ શોધી શકે છે. તેના માટે “મ્યુઝ વિયરેબલ” નામના આ સ્ટાર્ટઅપને ૨૨ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે.
સેન્સરની મદદથી શરીર પર નજર રાખશે ટ્રેકર
“મ્યુઝ વિયરેબલ” NIT વારંગલના પૂર્વ છાત્રોની સાથે મળીને આ ટ્રેકરને ૭૦ જેટલા દેશોમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ટ્રેકરમાં ત્વચાનું તાપમાન, હ્રદયની ગતિ અને શરીરમાં ઓક્સિઝ્નના સ્તર પર નજર રાખવા માટે સેન્સર લગાવવામાં આવ્યું છે. તે સંક્રમણના સંકેતોને જલ્દી પકડી શકે છે. તેનો ફાયદો એ થશે કે લક્ષણ દેખાયા પહેલા જ જો કોઈને સંક્રમણની ખબર પડે છે તો તે આઇસોલેટ થઈ શકે છે.
આરોગ્ય સેતુ એપ સાથે પણ જોડાયેલ હશે ટ્રેકર
આ ટ્રેકર બ્લૂટૂથ સાથે ઇનેબલ હશે અને તેમને “મ્યુઝ હેલ્થ એપ” ના માધ્યમથી સ્માર્ટફોન દ્વારા કનેક્ટ કરવામાં આવશે. એકવાર એક્ટિવ થયા બાદ આ યુઝરના સ્વાસ્થયથી જોડાયેલ ડેટા મોબાઈલ રિમોટ સર્વરમાં સર્વર કરતું રહેશે. કન્ટેન્ટમેંટ જેવા વિસ્તારોમાં જરૂર પડવા પર આ ડેટા પ્રશાસન વગેરે સાથે પણ શેર કરી શકાય છે. આ પહેરીને જો કોઈ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જાય છે તો તેના પર આરોગ્ય સેતુ એપ ની જેમ નોટિફિકેશન પણ આવશે.
૩૫૦૦ રૂપિયા જેટલી હોઈ શકે છે કિંમત
જો કોઈ યુઝરને કોઈપણ પ્રકારની પરેશાની થઇ રહી છે તો સેક્સ તેની મદદથી ઈમરજન્સી એલર્ટ પણ મોકલી શકે છે. સાથે જ જો તેમના શરીરનું તાપમાન નક્કી કરેલ સીમાથી વધારે થઈ જાય છે અથવા તેમના શરીર માં ઓક્સિજન સ્તર ની માત્રા ઓછી થાય છે તો આ ટ્રેકર એલર્ટ કરી દેશે. લગભગ ૩૫૦૦ રૂપિયા વાળા આ ટ્રેકર ને આવતા મહિના માં એકસાથે ૭૦ જેટલા દેશો ના બજારમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
સંક્રમણને જલ્દી શોધી લેવામાં મદદ કરશે ટ્રેકર
NIT વારંગલ થી અભ્યાસ કરેલ અને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલ પ્રત્યુષ એ ટ્રેકર વિશે માહિતી આપતા કહ્યું કે, આ ટ્રેકર ની મદદથી લોકો ની કોરોના સંક્રમણને શરૂઆતી ચરણમાં શોધી શકવામાં મદદ કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. લોકોને જેટલી ઝડપથી સંક્રમણ વિશે ખબર પડશે એટલી જ ઝડપથી તેમની સારવાર પણ શરૂ થશે. સંક્રમણ થતાં જ સારવાર શરૂ થવાથી દર્દીની હાલત ખરાબ થવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી થઈ જાય છે.
વિયરેબલ ડિવાઇસ પર દુનિયામાં ચાલી રહી છે શોધ
શોધકર્તા ઓ નું કહેવું છે કે સ્માર્ટ વોચ અને બીજા વિયરેબલ ડિવાઇસ થી સતત માપવામાં આવી રહેલ હ્રદયની ગતિ, શ્વાસ લેવાની ઝડપ અને અન્ય પરિણામોના આધાર પર સંક્રમણ ને ઝડપથી શોધી શકે છે. આ વિશે જણાવતા સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ના પ્રોફેસર માઈકલ સ્નાઇડર એ કહ્યું, જ્યારે તમે બીમાર થાવ છો તો તમને ખબર પડ્યા પહેલા શરીરમાં બદલાવ થવા લાગે છે. તમારા હૃદયના ધબકારા ની ગતિ વધી જાય છે. દુનિયામાં ઘણી જગ્યાઓ પર આ ડિવાઇસ ને લઈને શોધ થઈ રહી છે.