કોરોના વેક્સિન આપતા પહેલા અને બાદમાં રાખશો આટલી સાવધાનીઓ તો નહી થાય વેક્સિનની સાઇડ ઇફેક્ટ

Posted by

કોરોના મહામારીએ લગભગ એક વર્ષથી સંપૂર્ણ દુનિયાને જકડી લીધી છે. સંપૂર્ણ દુનિયાએ પહેલીવાર લોકડાઉન જોયું. આ મહામારીના ડરનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ફરી એકવાર ઘણા દેશ ટોટલ લોકડાઉનમાં ચાલ્યા ગયા છે. કારણકે મહામારી પર કાબૂ મેળવી શકાય. આ બધી ખબરોની વચ્ચે એક રાહતના સમાચાર પણ મળ્યા. ખબર આવી રહી છે કે ભારતે સ્વદેશી કોરોના વેક્સિન પર સફળ પરીક્ષણ તો કરી જ લીધું છે પરંતુ સાથે સાથે તે દેશની જનતાને લગાવવા માટે પણ ઉપલબ્ધ થઈ ચૂકી છે. તેની સાથે જ ભારતમાં દુનિયાના સૌથી મોટા વેક્સિનેશનનાં અભિયાનની શરૂઆત પણ થઈ ચૂકી છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ વેક્સિનેશનની સાથે જ ઘણા પ્રકારની અફવાઓ પણ ઉડવા લાગી, જેમાં વેક્સિનનાં સાઈડ ઈફેક્ટ વિશે જણાવવામાં આવ્યું. વેક્સિનને હાનિકારક અને ઘણી જગ્યાઓ પર તો જીવલેણ પણ બતાવવામાં આવી.

અમે તમારા આ જ સવાલોનો જવાબ લઈને આવ્યા છીએ

સવાલ : આ રસી લગાવવાના ૨૮ દિવસ પછી પણ આ જ રસી લગાવવામાં આવશે કે કોઈ બીજી ? શું ૨૮ દિવસ પછી લગાવવામાં આવનાર રસી પહેલાથી જ સ્વાસ્થ્ય સેન્ટર પર રહેશે ?

જો તમારા મનમાં પણ આવો સવાલ આવી રહ્યો હોય તો તમને જણાવી દઈએ કે, “હા” બંને રસી એક જેવી જ હશે. જે વ્યક્તિ પહેલી રસી લગાવી રહ્યો છે, તેમના માટે બીજો ડોઝ પણ તે દિવસથી જ સુરક્ષિત કરી લેવામાં આવશે.

બીજો સવાલ : કોવિડ વેક્સિનની આપૂર્તિ માટે બીજો ડોઝ દરેક રાજ્યોને ક્યારે આપવામાં આવશે ?

રસીનો બીજો ડોઝ ક્યારે અને કયા રાજ્યને આપવાનો છે, તે કેન્દ્ર પર નિર્ભર રહેશે. તે સરકાર જ નક્કી કરશે કે કેટલી રસી ક્યારે અને ક્યાં જશે.

સવાલ : જેમને પહેલી રસી લગાવવામાં આવી છે, તેમને ૨૮ દિવસ પછી રસી કઈ રીતે લગાવવામાં આવશે ? તેમના પર કઈ રીતે નજર રાખવામાં આવશે, કઈ રીતે નક્કી થશે કે તે બીજી રસી માટે હાજર છે ?

તેમનો જવાબ એવો છે કે પહેલીવાર રસી લગાવ્યા બાદ ૨૮માં દિવસે ફરીવાર વેક્સિન લગાવવા માટે મોબાઈલથી જ મેસેજ મોકલવામાં આવશે.

સવાલ : જો કોઈ વ્યક્તિ આકસ્મિક કાર્યને કારણે ૨૮ માં દિવસે રસી ના લગાવી શકે તો ?

તેમનો જવાબ એ છે કે તમારે તે પરિસ્થિતિમાં ડોક્ટરની સલાહ અનુસાર કોઈપણ સમયે બીજી રસી લગાવી શકો છો.

સવાલ : કો-વેક્સિન અને કોવી-શિલ્ડ માંથી કઈ રસી લગાવવામાં આવશે ?

આ બંને વેક્સિનને સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી ચૂકી છે. તે વિભાગ નક્કી કરશે કે ક્યાં સેન્ટર પર કઈ વેક્સિન લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સવાલ : રસી લગાવ્યા બાદ જો સાઈડ ઈફેક્ટ આવે તો ? શું રસી લગાવવી જરૂરી છે, જો મારે ના લગાવવી હોય તો ?

જો તમને કોઈપણ પ્રકારનો સાઇડ ઇફેક્ટ મહેસુસ થઇ રહ્યો હોય તો તરત જ સંબંધિત વેક્સિન સેન્ટર કે નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો. તેના સિવાય રસી લગાવવી કે નહી તે તમારા પર નિર્ભર કરે છે.

સવાલ : સામાન્ય માણસ સુધી વેક્સિન ક્યારે પહોંચશે ?

તે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે કે સામાન્ય વ્યક્તિ માટે વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે.

આ સિવાય પણ જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો તમે પોતાના નજીકના વેક્સિન સેન્ટર પર જઈને જાણકારી પ્રાપ્ત કરી શકો છો પરંતુ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે વેક્સિન લગાવ્યા બાદ પણ કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *