કોરોના વેક્સિન વિતરણને લઈને PM મોદી આવતીકાલે કરશે બેઠક, જાન્યુઆરી અંત સુધીમાં વેક્સિન આવવાની શક્યતા

Posted by

થોડા જ મહિનાઓમાં કોરોના વાયરસની વેક્સિન આવી શકે છે અને ભારતમાં જાન્યુઆરી અંતમાં કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાનો પહેલો લોટ આવી જશે. વેક્સિનની ખેપ મળ્યા બાદ તરત જ રસીકરણ શરૂ કરી દેવામાં આવશે. રસીકરણ શરૂ કરવાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારના રોજ બેઠક પણ કરશે. આ બેઠક દરેક રાજ્યના મુખ્યમંત્રીઓની સાથે થશે અને આ બેઠકમાં રસીકરણ કેવી રીતે કરવામાં આવશે અને ક્યાં લોકોને સૌથી પહેલા રસી લગાવવામાં આવશે, તેના વિશે ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર સીરમ ઇન્સ્ટિટ્યૂટને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનનાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી શકે છે. કહેવામાં આવે છે કે આ વેક્સિનને બ્રિટનમાં મંજૂરી મળવાની સાથે જ ભારત સરકાર પણ એસઆઈઆઈને મંજૂરી આપી દેશે. વળી વાત કરવામાં આવે તેમની કિંમતની તો ભારત સરકાર ખૂબ જ વધારે માત્રામાં વેક્સિન ખરીદી રહી છે. તેવામાં વેક્સિનની કિંમતમાં સમાધાન કરવામાં આવ્યું છે અને ૨ શોટ વેક્સિન માટે ૫૦૦-૬૦૦ રૂપિયા આપવા પડશે. આ વેક્સિનને કઈ રીતે રાજ્યમાં વહેંચવામાં આવશે, તેમને લઈને PM મોદી આવતીકાલે મંગળવારે બેઠક કરશે. તેના સિવાય દેશની વેક્સિન ટાસ્ક ફોર્સ પણ ખૂબ જ જલ્દી બેઠક કરશે.

ક્લિનિકલ પરીક્ષણમાં છે દેશમાં બનનારી દવાઓ

ભારતમાં પણ કોરોનાની વેક્સિન બનાવવામાં આવી રહી છે. હાલના સમયમાં દેશમાં વેક્સિન બનાવવા વાળી ૪ કંપનીઓ ક્લિનિકલ પરિક્ષણના બીજા કે ત્રીજા ચરણમાં છે. આશા છે કે કોરોનાની આ વેક્સિન જૂન કે જુલાઈમાં બજારમાં આવી જશે. જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે તેને જોતા સરકાર જરા પણ મોડું કરવા માંગતી નથી. સરકારે અત્યારથી જ તે નક્કી કરવાનું શરૂ કરી દીધું છે કે વેક્સિનનું વિતરણ કઈ રીતે કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં વેક્સિન લગાવવાની શરૂઆત ફ્રન્ટલાઈન વર્કર્સ જેમ કે ડોક્ટર, નર્સ, નગરપાલિકાના કાર્યકર્તાઓથી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે દેશમાં કોરોનાના કુલ મામલાઓ ૯૦ લાખની પાર પહોંચી ગયા છે. જેમાંથી ૮૫ લાખથી વધારે દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે જઈ ચૂક્યાં છે. થોડા દિવસોથી કોરાનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને આ કેસમાં એકદમ થી ઉછાળો આવ્યો છે. તેવામાં દરેક લોકો કોરોનાની વેક્સિનની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *