કોરોના વાયરસની ગંભીર અસર મહિલાઓથી વધારે પુરુષો પર કેમ થઈ રહી છે ? જાણો નિષ્ણાંતો પાસેથી તેનો જવાબ

Posted by

હાર્મોન્સ આપણા શરીરમાં મેસેન્જરનું કામ કરે છે. તે એક પ્રકારનું કેમિકલ્સ હોય છે. જેને આપણું શરીર પોતાના ઉપયોગ માટે બનાવે છે. જ્યારે આપણા શરીરમાં હોર્મોન્સનું અસંતુલન થઈ જાય છે તો ઘણા પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. હાર્મોન્સનું અસંતુલન ખાસ કરીને મહિલાઓમાં પીરીયડસ અને પ્રેગ્નન્સીના દિવસોમાં જોવા મળે છે. કોરોના વાયરસએ અત્યાર સુધીમાં ૧૭૭ લાખથી વધારે લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. પરંતુ વૈશ્વિક આંકડા બતાવે છે કે આ વાઈરસની ઝપેટમાં મહિલાઓથી વધારે પુરુષો આવી રહ્યા છે. જ્યારે વૈજ્ઞાનિકોએ આગળ શોધ કરી તો જાણવા મળ્યું કે તેનું કારણ પુરુષો અને મહિલાઓમાં જોવા મળતા હાર્મોન્સ છે. તો શું પુરુષનું હાર્મોન કોરોના વાયરસનું જોખમ વધારી રહ્યું છે અને મહિલાઓનું હાર્મોન કોરોના વાયરસથી તેમને બચાવી રહ્યું છે? આ વિષય પર જાણીએ નિષ્ણાતોનો અભિપ્રાય.

પુરુષોના ઈમ્યૂન સિસ્ટમને કંટ્રોલ કરે છે હાર્મોન

બાયો આઈડેંટિકલ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીના નિષ્ણાંત ડોક્ટર રશ્મિ રાય જણાવે છે કે, દુનિયાભરના વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસના કારણે મૃત્યુ પામેલ લોકોના આંકડાનો જ્યારે અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે મહિલાઓની તુલનામાં પુરુષો કોવિડ-૧૯ નો શિકાર થવા પર વધારે ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આ વિષય પર આગળ અભ્યાસ કર્યો અને જાણ્યું કે તેનું કારણ હાર્મોન્સ છે. શરૂઆતના અભ્યાસ અનુસાર પુરુષોમાં સૌથી મહત્વપૂર્ણ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન જોવા મળે છે. જે તેમના શરીરમાં ઇમ્યુન સિસ્ટમના રિસ્પોન્સને નિયંત્રિત કરે છે. જોકે સમયની સાથે હાર્મોન વ્યક્તિના શરીરમાં ઓછું થતું જાય છે. તે માટે પુરુષોને કોરોના વાયરસનું જોખમ વધારે હોય છે. ખાસ કરીને એવા પુરુષોને જે ૫૦ વર્ષથી વધારે ઉમરની તરફ આગળ વધી રહ્યા છે. તે પણ એક કારણ છે કે આ વાયરસના કારણે પુરુષોના મૃત્યુ મહિલાઓથી વધારે થયા છે.

ટેસ્ટોસ્ટેરોન હાર્મોન ઓછું તો જોખમ વધારે

ડોક્ટર રાય આગળ જણાવે છે કે, ઓછા ટેસ્ટોસ્ટેરોન લેવલના કારણે પુરુષોને જોખમ વધારે છે. તેથી જો પુરુષ આ વાયરસની ઝપેટમાં આવે છે તો તેમને એંડ્રોજેન્સ ટેસ્ટ કરાવવો જોઈએ. કેમકે તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન અને ડાઇહાઈડ્રો ટેસ્ટોસ્ટેરોનની માત્રાને જાણી શકાય. જો આ હાર્મોન્સનું લેવલ ઓછું છે તો તેમને સપ્લિમેન્ટલ થેરેપી આપવામાં આવી શકે છે. જેથી આવા લોકોની ઇમ્યુન સિસ્ટમ કોરોના વાયરસ સામે મજબૂતી સાથે લડી શકવામાં તેમની મદદ કરી શકે. તે સિવાય પુરુષોને પ્રાકૃતિક રૂપથી પણ ટેસ્ટોસ્ટેરોન હાર્મોન વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ઓછું હાર્મોનનો મતલબ ફેફસા પર વાયરસનો ગંભીર હુમલો

બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે ટેસ્ટોસ્ટેરોન હાર્મોન શરીરમાં સ્નાયુઓને પણ કન્ટ્રોલ કરે છે. આપણા ફેફસા પણ માંસપેશીઓથી બનેલ હોય છે. તેથી ઓછા ટેસ્ટોસ્ટેરોન લેવલ તમારા ફેફસાને વાયરસ દ્વારા ઝડપથી નુકસાન પહોંચાડવાની પણ ભૂમિકા નિભાવી શકે છે. એ તો તમે પણ જાણતા હશો કે કોરોના વાયરસ મુખ્ય રૂપે ફેફસા પર હુમલો કરે છે. આ જ કારણ છે કે પુરુષોને આ વાયરસમાં સર્વાઇવાલ રેટ અપેક્ષાથી ઓછો છે. તેથી જો કોઈ વ્યક્તિમાં આ હાર્મોનની ખૂબ જ ઓછી ઉણપ છે તો તે હાર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી લઇ શકે છે.

હાર્મોનલ અસંતુલનથી વધે છે જોખમ

ડો. રશ્મી જણાવે છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ સંક્રમણની ગંભીરતા અને જોખમને વધારવાના ઘણા કારણ છે. જેમાંથી એક હાર્મોન્સનું અસંતુલન પણ છે. પરંતુ ભારતમાં મોટાભાગના લોકો હાર્મોન્સને ફક્ત પ્રજનન માટે જ ઉપયોગી માને છે. તેમને ખ્યાલ જ નથી હોતો કે હાર્મોન્સનું કામ શરીરના ઘણા કાર્યોને જાળવવાનું કામ કરે છે. હાર્મોન્સ આપણી નીંદર, મેટાબોલિઝ્મ, શ્વાસ લેવાની પ્રક્રિયા, મૂડ જેવા ઘણા જ કાર્યોને કંટ્રોલ કરે છે. તેથી જો કોઈ વ્યક્તિના શરીરમાં હાર્મોન્સનું અસંતુલન છે તો આ વાયરસ ગંભીર રૂપથી બીમાર કરી શકે છે.

શું હોય છે હાર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી ?

આમ તો હાર્મોન્સ આપણા શરીરમાં કુદરતી રૂપે બને છે. પરંતુ ઉંમર વધવાની સાથે મહિલાઓ અને પુરુષોના શરીરમાં હાર્મોન્સનું પ્રમાણ ઓછું થવા લાગે છે. હાર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી સામાન્ય રીતે મહિલાઓને મેનેપોજના સમયે અને પુરુષોને એન્ડ્રોપોજના સમયે આપવામાં આવે છે. તેમાં તે હાર્મોન્સને બહારથી શરીરમાં નાખવામાં આવે છે. જે શરીર ખૂબ જ ઓછી માત્રામાં બનાવે છે અથવા તો બનાવવાનું બંધ કરી દીધું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *