કોરોના વાયરસ સાથે લડવા માટે રેલ્વે કોચનો બદલવામાં આવ્યો અવતાર, જોડવામાં આવી આ સુવિધાઓ, જુઓ તસ્વીરો

ભારતીય રેલવે દ્વારા ટ્રેનના કોચને હવે નવું રૂપ આપવામાં આવેલ છે અને કોચની ડિઝાઈનને સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવે છે. કોરોના વાયરસ સંક્રમણ ફેલાઈ ન શકે એટલા માટે રેલવે દ્વારા આ બદલાવ કરવામાં આવ્યા છે. રેલ મંત્રી પિયુષ ગોયેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જણાવ્યું હતું કે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે ભારતીય રેલવે દ્વારા નવા કોચ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેમાં ઘણી બધી સુવિધાઓ જોડવામાં આવેલ છે, જેથી કરીને કોરોના વાયરસને રેલવેની મુસાફરી દરમિયાન ફેલાવાથી રોકી શકાય.

Advertisement

કરવામાં આવ્યા આ બદલાવ

હવે રેલવે કોચમાં તમને લોકોને હેન્ડ્સફ્રી સુવિધાઓ, કોપર ધાતુના હેન્ડલ, લૈચ પ્લાઝમા એયર પ્યોરીફાયર, ટાઇટેનિયમ ડી-ઓકસાઇડ વાળા મટેરિયલ માંથી બનેલ સીટો જોવા મળશે. રેલ્વે અનુસાર નવા ડિઝાઇન કરવામાં આવેલ કોચમાં તે બાબતોનું ધ્યાન રાખવામાં આવેલ છે કે ઓછામાં ઓછું ચીજોને હાથ લગાવી શકાય.

એટલા માટે ઘણી ચીજોને ફુટ ઓપરેટેડ માં બદલી દેવામાં આવેલ છે, જેથી આ ચીજોનો ઉપયોગ હાથને બદલે પગથી કરી શકાય. રેલ્વે કોચમાં લગાવેલ વોશબેઝિન માં ફુટ ઓપરેટેડ બનાવવામાં આવે છે અને વોશ રૂમમાં પણ ટોયલેટની પાસે પગથી ચલાવી શકાય તેવા ફ્લશ લગાવવામાં આવેલ છે.

તાંબાનું પડ ચડાવવામાં આવ્યું

નવા કોચનાં બધા હેન્ડલ પર ત્રાંબાનું પડ ચડાવવામાં આવ્યું છે, જેથી બેક્ટેરિયા અને વાયરસ થી બચી શકાય. હકીકતમાં તાંબાની ધાતુ પર કોરોના વાયરસ વધારે સમય સુધી ટકી શકતો નથી. વૈજ્ઞાનિકો અનુસાર તાંબુ એકમાત્ર એવી ધાતુ છે જે બેક્ટેરિયાને સંપર્કમાં આવતાંની સાથે જ મીનીટોમાં મારી નાખે છે. એટલા માટે હેન્ડલ પર હવે ત્રાંબાના પડ ચઢાવવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત બનાવવામાં આવ્યા છે.

રેલવે હવે પોતાના કોચમાં એર પ્યુરીફાયર પણ લગાવી રહ્યું છે, જેથી હવાનું પ્રદૂષણ અટકાવી શકાય. તે સિવાય ટાઇટેનિયમ ડી-ઓકસાઇડ મટીરીયલ થી સીટ અને અન્ય ચીજો બનાવવામાં આવી છે. આ કોટિંગ ની મદદથી વાઈરસ, બેક્ટેરિયા, મોલ્ડ અને ફંગલ વધારે સમય સુધી આ ચીજો પર ટકી શકશે નહીં અને સંપર્કમાં આવતાંની સાથે જ ખતમ થઇ જશે. રેલવેની આ તૈયારીઓ પરથી સ્પષ્ટ જાણવા મળે છે કે રેલવેએ કોરોના સાથે લડવા માટે પોતાની કમર કસી લીધી છે.

મહત્વપૂર્ણ છે કે કોરોના વાયરસ દરમિયાન ઘણી જગ્યા પર રેલ્વે સુવિધાઓ શરૂ રાખવામાં આવી હતી. રેલ્વેમાં યાત્રા કરતા સમયે યાત્રીઓ સુરક્ષિત રહી શકે અને તેમને મુસાફરી દરમિયાન સંક્રમણ ન થાય તેના માટે રેલવે દ્વારા પોતાના નિયમોમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા હતા. રેલવેમાં મુસાફરી કરતા સમયે સામાજિક અંતરનું પાલન કરવામાં આવે એટલા માટે ફક્ત તે લોકોને જ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી જેમની પાસે કન્ફર્મ ટિકિટ હોય.

સાથોસાથ રેલવે સ્ટેશનમાં ફક્ત તે લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો જેમની પાસે મુસાફરી કરવા માટેની ટિકિટ હોય. મહત્વપૂર્ણ છે કે પહેલા કન્ફર્મ ટિકિટ વગરના મુસાફરો પણ રેલવેમાં મુસાફરી કરી શકતા હતા અને રેલવે સ્ટેશનમાં પ્રવેશ લઈ શકતા હતા. પરંતુ કોરોના કાળમાં આ બધા નિયમો બદલી દેવામાં આવ્યા છે.

દેશમાં કોરોના નો આંકડો ૧૧ લાખની ઉપર પહોંચી ચૂક્યો છે અને આવનારા સમયમાં કોરોનાનાં મામલા હજુ પણ વધી શકે છે. જેના પરથી સ્પષ્ટ છે કે હજૂ પૂરના સાથેની લડાઇ ઘણો લાંબો સમય સુધી ચાલવાની છે. એટલા માટે રેલવે દ્વારા પોતાના કોચ અને સુરક્ષિત બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવેલ છે.

Advertisement