કપલ કરાવી રહ્યું હતું પ્રિ-વેડિંગ ફોટોશુટ, ત્યારે ત્યાંથી પસાર થયું પ્લેન અને… જુઓ બાદમાં શું થયું

Posted by

લગ્ન જીવનનો સૌથી મહત્વ અને ખુશનુમા નિર્ણયમાંથી એક હોય છે. લોકો લગ્નની તૈયારી મહિનાઓ સુધી કરે છે પરંતુ આજકાલ લગ્નની તૈયારીની સાથે-સાથે તે પહેલા પ્રિ-વેડિંગ ફોટોશુટ વગેરેનો ટ્રેન્ડ પણ બદલાતા સમયની સાથે-સાથે ખુબ જ વધી ગયો છે. એવો જ લગ્નનો એક અનોખું પ્રિ-વેડિંગ ફોટોશુટ વાયરલ થઇ રહ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે એક કપલ ખુબ જ રોમેન્ટિક અંદાજમાં ઊભુ છે પરંતુ પરફેક્ટ ફોટો માટે લોકોને કેટલી મહેનત કરવી પડે છે, તે આ વીડિયોને જોઈને તમને ખબર પડી જશે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સુંદર તસ્વીરની ઇચ્છામાં કપલ એક પ્લેનની નીચે ઊભુ છે. આ કપલે ખુબ જ સુંદર કપડા પહેર્યા છે અને ત્યારે તેમના માથા ઉપરથી પ્લેન પસાર થાય છે. ત્યારબાદ જે થાય છે, તેને જોઈને તમે પણ પોતાનું હસવાનું રોકી શકશો નહીં.

જુઓ વાયરલ વીડીયો

 

View this post on Instagram

 

A post shared by Indian fashion (@bride_buzz)


આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હા-દુલ્હન અને કેમેરામેન એકદમ તૈયાર ઊભા છે. દુલ્હને સુંદર સફેદ ગાઉન પહેર્યું છે અને દુલ્હો પણ ખુબ જ રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યો છે પરંતુ જેવું જ તેમના માથા પરથી પ્લેન પસાર થાય છે તો બધાની હાલત જોવાલાયક હોય છે. બધા ધુમાડામાં છુપાઈ જાય છે. બાદમાં તે ત્રણેય હસવા લાગે છે. જણાવી દઈએ કે આ મજેદાર વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર “bride_buzz” નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં ૮.૨ મિલિયનથી વધારે વ્યુઝ મળી ચુક્યા છે. લોકો તેના પર ખુબ જ મજેદાર રિએક્શન આપી રહ્યા છે.

અન્ય એક વિડીયો : શેરડી ભરેલી ટ્રોલી વીજળીના થાંભલા સાથે અથડાતા બંધ પડેલી લાઈટ પણ ચાલુ થઈ ગઈ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે રસ્તાની વચ્ચે શેરડી ભરેલી ટ્રોલી અનિયંત્રિત થઇને સ્ટ્રીટલાઈટ સાથે અથડાઈ જાય છે. જોકે આ ઘટનામાં કોઈને નુકસાન તો થયું નથી પરંતુ મજેદાર વાત એ છે કે બંધ પડેલી સ્ટ્રીટલાઇટ ચાલુ થઈ જાય છે. પહેલા તો થોડા સમય માટે લોકોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હતો અને ચીસો સાંભળવા મળી રહી હતી પરંતુ બાદમાં લોકોએ તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું હતું.

જુઓ વિડીયો


આ વીડિયોમાં એક ટ્રોલી નજર આવી રહી છે. ટ્રોલીમાં શેરડી ભરેલી હોય છે. અચાનક ટ્રોલી ટ્રેક્ટર માંથી નીકળીને ભીડભાડવાળા રસ્તા પર ઉલ્ટી દિશા તરફ ઝડપથી દોડવા લાગે છે. અમુક લોકો ટ્રોલીને રોકવા માટે તેનો પીછો કરવા માટે ભાગે છે. જો કે ટ્રોલી શેરડીથી ભરેલી હોય છે તેથી તેને રોકવી કોઈ માટે સંભવ થઈ શકતું નથી પરંતુ ટ્રોલી સીધી લોખંડનાં થાંભલા સાથે અથડાઈ જાય છે અને બંધ પડેલી લાઈટ ચાલુ થઈ જાય છે.