પાણી ફેંકતા જ ગુસ્સે ભરાયેલો પાડોશી પિસ્તોલ લઈને તુટી પડતાં ૪ લોકોનાં ઢીમ ઢાળી દીધા, ચારેય બાજુ ખળભળાટ મચી ગયો

બિહારના ભોજપુર જિલ્લામાં હોળીના એક દિવસ પહેલા લોહીની હોળી રમવામાં આવી હતી. જિલ્લાનાં ચાંદી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સલેમપુર ગામમાં મંગળવારે સવારે સશસ્ત્ર ગુનેગારો દ્વારા બે પિતરાઇ ભાઇઓ, ભત્રીજા અને એક મહિલા સહિત ૪ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટનાના મુળમાં હોલિકા દહન દરમિયાન ગાય નું છાણ અને પાણી ફેંકવાનો વિવાદ છે.

સદર હોસ્પિટલ આરામાં પ્રાથમિક સારવાર બાદ તેમાંથી એક ની હાલત ગંભીર હોવાથી તેને પટના રિફર કરવામાં આવ્યો છે અને તેની સારવાર આરા શહેરના બાબુ બજારની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃતક ૩૮ વર્ષીય ધની યાદવ સલેમપુર ગામના રહેવાસી અને વ્યવસાયે ખેડુત કૃષ્ણ ભગવાન સિંહનો પુત્ર હતો. મૃતકનાં પિતાએ ૧૪ લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. પોલીસે શિવબાલી યાદવ સહિત ૬ લોકોની ધરપકડ કરીને તેમની પુછપરછ હાથ ધરી છે.

ભોજપુરના એસ.પી. પ્રમોદકુમાર યાદવે જણાવ્યું હતું કે સલેમપુર ગામમાં બે પાડોશીઓ વચ્ચે ગાયના છાણ અને પાણીના છાંટા ઉડવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન અન્ય એક પાડોશીએ ગેરકાયદે હથિયારથી ગોળીબાર કર્યો હતો. તેમાંથી એક નું મોત થયું છે. આ ઘટના બાદ કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. કેટલાક ફરાર થઈ ગયા છે. તેની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઘાયલોની ઓળખ મૃતકના ભત્રીજા સુરેન્દ્ર સિંહના પુત્ર રવિ રંજન કુમાર (૧૬) અને લાલમોહન સિંહ ચંદ્રશેખર કુમારના ૧૬ વર્ષીય પુત્ર અને ગામના પ્રભુનાથની ૫૫ વર્ષીય પત્નિ તરીકે થઈ છે.

ભોજપુરના એસપી પ્રમોદકુમાર યાદવે જણાવ્યું હતું કે સલેમપુર ગામમાં બે પાડોશીઓ વચ્ચે ગાયના છાણ અને પાણીના છાંટા ઉડવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન અન્ય એક પાડોશીએ ગેરકાયદે હથિયારથી ગોળીબાર કર્યો હતો, જેમાં એકનું મોત થયું છે. આ ઘટના બાદ કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. કેટલાક ફરાર થઈ ગયા છે. તેની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ચાંદી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સલેમપુર ગામના રહેવાસી રણજીત યાદવે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે જ્યારે તેઓ હોલિકા દહન કરવા જઇ રહ્યા હતાં ત્યારે કેટલાક બાળકો તેમના પર ગાયનું છાણ અને પાણી ફેંકી રહ્યા હતાં. તેમણે આવું કરવાની ના પાડી હતી. આ બાબતે રાત્રે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આરોપી પક્ષને ગાળો પણ આપવામાં આવી હતી. ગામ લોકો ભેગા થઈ ગયા હતાં. જોકે સોમવારે રાત્રે વાત પુરી થઇ ગઇ હતી.

મંગળવારે સવારે જ્યારે તેઓ બધા દરવાજા પર બેઠા હતાં ત્યારે આરોપી પક્ષના લોકો હાથમાં હથિયારો લઈને તેમના દરવાજા પાસે આવ્યા હતાં અને અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગ દરમિયાન ધની યાદવ અને પિતરાઇ ભાઇ રવિ રંજન કુમારને ગોળી વાગી હતી. ધની યાદવનાં ભત્રીજા ચંદ્રશેખર કુમાર અને ગામ નિવાસી ચિંતા દેવીને છરીના ઘા વાગવાથી ઇજા પહોંચી હતી.

આ તમામને સારવાર માટે આરા સદર હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતાં ત્યારે ધની યાદવનું રસ્તામાં જ મોત થયું હતું. આ માહિતી મળતાં જ ચાંદી પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પુનમ કુમારી પણ ત્યાં પહોંચી ગયા હતાં. ઘાયલ ચંદ્રશેખર કુમાર અને મહિલા ચિંતા દેવીની સારવાર આરા સદર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. મૃતકના પિતરાઈ ભાઈ રણજીત યાદવે ગામના અમરુધી અને બબુઆ પર ગોળી ચલાવવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસ આ કેસની તપાસ તેમના સ્તરે કરી રહી છે. મૃતક ધની યાદવ તેના બે ભાઈ અને ચાર બહેનોમાં સૌથી મોટો હતો. તેમના પરિવારમાં તેમની માતા ઉર્મિલા દેવી, પત્નિ શૈલ દેવી, બે પુત્રો વિકાસ, ઓમ પ્રકાશ અને બે પુત્રીઓ સુષ્મા અને બાળક છે. આ ઘટના બાદ મૃતકની માતા ઉર્મિલા દેવી, પત્નિ શૈલ દેવી સહિત પરિવારનાં તમામ સભ્યો રડી રહ્યા છે.