ઘરે આવી રીતે બનાવો રાજસ્થાની સ્વાદિષ્ટ શાહી દાલબાટી, જાણો તેને બનાવવાની રેસીપી

દાલબાટી ચુરમાં શાહી રાજસ્થાની વાનગીમાંથી એક છે. જેના વગર સામાન્ય રાજસ્થાની થાળી પણ અધુરી છે. દાલબાટી ચુરમા ત્રણ અલગ-અલગ વાનગીઓ છે. જેમાંથી બાટીને ઘઉંના લોટ અને ઘી માંથી બનાવવામાં આવે છે. બીજી તરફ દાળને સાધારણ રીતે ટમેટા, ડુંગળી અને ઘણા બધા સૂકા મસાલા દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ સિવાય ચુરમા ને લોટ, સૂકા ફળો અને બદામ માંથી બનાવવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ આ સ્વાદિષ્ટ ડીશની રેસિપી.

સૌથી પહેલા દાળ બનાવવાથી કરીએ શરૂઆત

આ મશહૂર ડીશ ની દાળ બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ કરીને તેના પર એક પ્રેશર કુકર રાખો અને તેમાં અડધો કપ મગદાળ, મસુર દાળ નો ચોથો ભાગ અને ચણાની દાળનો ચોથો ભાગ નાખો.

દાળનો આ રીતે વઘાર કરો

હવે બીજી વાર ગેસ ચાલુ કરીને તેના પર એક કડાઈ રાખો અને તેમાં ૨ ચમચી ઘી ગરમ કરો. ત્યારબાદ અડધી ચમચી સરસવ, એક ચપટી હિંગ, અડધી ચમચી જીરૂ પાઉડર, એક ચમચી આદુ-લસણ ની પેસ્ટ, બારીક રીતે સમારેલી ડુંગળી, ટમેટા અને લીલા મરચાં ઉમેરો. આ ઉપરાંત તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં પકાવેલી દાળ અને એક કપ પાણી ઉમેરીને બરાબર પકાવા દો.

આ રીતે તૈયાર કરો બાટી

સૌથી પહેલા એક મોટા બાઉલમાં ૨ કપ ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, એક ચપટી બેકિંગ પાઉડર અને એક ચમચી ઘી નાખીને તેને પાણીની મદદથી સામાન્ય લોટની જેમ ભેળવી દો. હવે આ લોટમાંથી નાના-નાના લુણા બનાવી લો અને તેને એક અપ્પન પેનમાં રાખીને ધીમી આંચ પર અંદાજે ૩૦ મિનીટ સુધી પકાવો. જ્યારે આ બધી જ બાટી તૈયાર થઈ જાય તો તેને ૧ થી ૨ મિનિટ માટે ઘી માં ડુબાડી રાખો અને ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો.

હવે ચુરમાની સાથે આવી રીતે પીરસો સ્વાદિષ્ટ ડિશ

હવે ચુરમા તૈયાર કરવા માટે તમે સૌથી પહેલાં બે તૈયાર કરેલી બાટી એક બ્લેન્ડર માં નાખીને તેને યોગ્ય રીતે બ્લેન્ડ કરી લો. પછી એક પેન ને ગરમ કરીને તેમાં બે મોટી ચમચી ઘી અને બાટી નો પાવડર ઉમેરી દો. હવે તેને ગેસ પર ૫ થી ૭ મિનિટ સુધી ધીમી આંચ પર શેકાવા દો. ત્યારબાદ તેને એક કટોરામાં કાઢીને તેને ઠંડુ થવા દો અને પછી તેમાં ૩ મોટી ચમચી ખાંડ નો પાવડર સહિત થોડા સમારેલા બદામના ટુકડા ઉમેરો. હવે તમારી આ દાલબાટી ચુરમા તૈયાર છે અને હવે તમે તેને એક થાળીમાં સલાડ ની સાથે પીરસો.