જોક્સ – ૧
પુત્રીએ પોતાનાં પિતાને પુછ્યુ,
“પપ્પા, મીના આંટીનાં ઘરમાં દરવાજો નથી?”,
પપ્પા : “ના બેટા… તેમને ત્યાં તો ઘણા બધા દરવાજા છે”.
પુત્રી : તો પછી તમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો?.
જોક્સ – ૨
ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ : થોભો, થોભો…
છોકરો : શું થયું ભાઈ?. મેં તો હેલ્મેટ પહેર્યું છે.
ટ્રાફિક પોલીસ : એટલે જ તો રોક્યા છે, તમે કારમાં બેઠા છો. તમારો “આલ્કોહોલ ટેસ્ટ” કરવો પડશે.
જોક્સ – ૩
એક ભાઈ (સંબંધી સાથે ફોન પર) : “હલ્લો… આપણે મહેશનું નક્કી કર્યુ છે”.
સંબંધી : “અરે વાહ… સરસ…” કેવા છે સામે વાળા લોકો?”.
ભાઈ : “એકદમ આપણા જેવા જ.
સંબંધી : “લે, તો પણ નક્કી કર્યું?”.
જોક્સ – ૪
મચ્છરોનો અવાજ સાંભળીને સુતેલા માલિકે નોકરને કહ્યું,
મચ્છર માર… બહુ થઇ ગયા છે.
નોકરે કંઇ ના કર્યું.
થોડીવાર પછી પણ મચ્છરોનો ગણગણાટ ઓછો ના થતા માલિકે બુમ પાડીને ગુસ્સામાં કહ્યું,
“મચ્છર માર્યા કે નહી”.
નોકર : માર્યા માલિક… આ તો એની વિધવા પત્નિઓ રડી રહી છે, તેનો અવાજ છે.
જોક્સ – ૫
કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં.
એક મહિનામાં જ મચ્છર મરી ગયું.
કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી,
“અરે બેન, એને નખમાય રોગ નહોતો, એ તો કાલે મારાથી ભુલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગયું એમાં”.
જોક્સ – ૬
બે બાળકોની માતા ત્રીજી વખત લગ્ન કરી રહી હતી.
એના ફેરા વખતે એનું સૌથી નાનું બાળક રડવા લાગ્યું.
માતા એ ઘણા પ્રયત્ન કર્યા પણ તેનાં બાળકનું રડવાનું બંધ જ ના થયું.
છેવટે કંટાળીને માતા બોલી,
ચુપ થા, નહિ તો આવતા લગ્નમાં તને નહિ લાવું.
જોક્સ – ૭
“ભસતું કુતરું કરડે નહી”
એ કહેવત વાંચીને ભસતા કુતરાની સળી કરવી નહી.
કારણકે જરૂરી નથી કે આપણે બનાવેલી કહેવત સાથે કુતરાઓ પણ સહમત થયા હોય.
જોક્સ – ૮
વિદ્યાર્થીઓને એક વાક્ય પુરું કરીને આપવાનું કહેવામાં આવ્યું.
“જે કાચના મકાનમાં રહેતું હોય તેણે…”
એક મસ્તીખોર વિદ્યાર્થીએ વાક્ય પુરું કર્યું : “એમણે લાઈટ બંધ કરીને કપડા બદલવા જોઈએ.
જોક્સ – ૯
પતિ : ડાર્લિંગ, કાલે સવારે તું મારી સાથે યોગા ક્લાસમાં આવીશ?.
પત્નિ : તમે કહેવા શું માંગો છો? હું શું જાડી થઇ ગઈ છું?.
પતિ : અરે એવી વાત નથી. ના આવવું હોય તો ના આવતી.
પત્નિ : તો તમે કહેવા શું માંગો છો? હું આળસુ છું?.
પતિ : તું ગુસ્સો કેમ કરી રહી છે?.
પત્નિ : હવે તમને લાગે છે કે, હું હંમેશા ઝઘડતી રહું છું.
પતિ : અરે મેં એવું ક્યારે કહ્યું?.
પત્નિ : સારું એટલે કે હું ખોટું બોલી રહી છું.
પતિ : સારું… હું પણ નથી જવાનો.
પત્નિ : હવે હું સમજી… ખરેખર તમે પોતે મને લઇ જવા માંગતા નથી અને હવે બહાના બનાવી રહ્યા છો. તમારું તો કાયમ માટે આવું જ કામ છે. બધી ભુલ મારી જ છે.
પત્નિ સતત પતિ ને ખીજાતી રહી અને પતિ બિચારો ચુપચાપ બેસીને આખી રાત એવું વિચારતો રહ્યો કે ખરેખર તેણે એવું તો શું પુછી લીધું કે તેની આ હાલત કરી દેવામાં આવી.
જોક્સ – ૧૦
પ્રેમિકા : શું તું મારા માટે ચાંદ તોડી લાવીશ?.
પ્રેમી : પછી પૃથ્વીની આજુબાજુ કોણ તારો બાપો આંટા મારશે?.
જોક્સ – ૧૧
ટીચર : આ કહેવતનો અર્થ સમજાવો.
“સાપ ની પુંછડી પર પગ મુકવો”.
વિદ્યાર્થી : પત્નિને પિયર જતી રોકવી.
ટીચરે વિધાર્થીને ગુરૂ માની લીધા.