દહીનો બે ગણો લાભ મેળવવા માટે તેમાં ઉમેરીને ખાઓ આ ૫ ચીજો, આટલી ગંભીર બિમારીઓ રહેશે દૂર

Posted by

ભોજન કરવાના સમયે દહીં ના હોય તો ભોજન કરવાની મજા જ આવતી નથી. ઘણા લોકો દરરોજ પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરતા હોય છે. હાલના સમયમાં તો ઠંડીની ઋતુ ચાલી રહી છે પરંતુ કોઈપણ ઋતુમાં દહીંનું સેવન કરવું કોઈ અમૃતના સેવનથી ઓછું માનવામાં આવતું નથી. દહીં શરીરને ઠંડક આપવાની સાથે-સાથે શક્તિ પણ પ્રદાન કરે છે. દહીમાં ઘણા એવા તત્વો મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે.

દહીનું સેવન દરેક રીતે હોય છે ફાયદાકારક

દહીંમા ગુડ વૈકટીરીયા, મિનરલ્સ, વિટામીન અને કેલ્શિયમ રહેલ હોય છે. તે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમ તો દહીંનું સેવન કોઈપણ રીતે કરીએ તો પણ ફાયદો જ પહોંચાડે છે પરંતુ જો તેમાં અમુક ચીજો ભેળવીને તેનું સેવન કરવામાં આવે તો ફાયદો બે ગણો થઈ જાય છે. આજે અમે તમને અમુક એવી જ ચીજોનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને દહીંમાં ભેળવીને ખાવાથી ફાયદો બે ગણો થઈ જાય છે.

દહીં અને શેકેલું જીરું

જો તમને ભૂખ ના લાગતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે દહીં ખાતા સમયે તેમાં સંચળ અને શેકેલું જીરું ઉમેરીને તેનું સેવન કરવું. આવું કરવાથી તમારી ભૂખ વધે છે, સાથે જ પાચનક્રિયા પણ સારી રહે છે.

દહીં અને મધ

દહીં અને મધનું સેવન એકસાથે કરવું અમૃત જેવું હોય છે. તે ઘણા પ્રકારે શરીરને ફાયદો પહોંચાડે છે. તે એક એન્ટિબાયોટિકની જેમ કામ કરે છે. દહીંમા મધ ઉમેરીને ખાવાથી મોઢાનું અલ્સર પણ ઠીક થઇ જાય છે.

દહીં અને મરી

જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોય તો તમારે બીજુ કંઈપણ કરવાની જરૂરિયાત નથી. તમારે બસ દહીં ખાતા સમયે તેમાં સંચળ અને મરીનો પાવડર ઉમેરીને તેનું સેવન કરવું. આવું કરવાથી શરીરના એકસ્ટ્રા ફૈટ બર્ન થઈ જાય છે.

દહીં અને સૂકો મેવો

દહીમાં સૂકો મેવો અને ખાંડ ભેળવીને ખાવાથી શરીરની કમજોરી દૂર થાય છે, જો તમે ખૂબ જ દુબળા-પાતળા હોય તો તેમનું સેવન સતત કરતાં રહેવું જોઈએ. ખૂબ જ જલ્દી તમને તમારા શરીરમાં સુધારો જોવા મળશે.

દહી અને અજમા

જો તમે ઘણા લાંબા સમયથી પાઈલ્સથી પરેશાન છો તો હવે તેમનાથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. તમે દહીમા અજમા ભેળવીને ખાશો તો થોડા જ દિવસોમાં તમારી આ સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *