લગ્ન એક મોટુ બંધન હોય છે. તે જીવનની એ ક્ષણ છે જેના પછી તમારું જીવન સંપુર્ણ રીતે બદલાઈ જાય છે. એવામાં જ્યારે પણ કોઈ લગ્ન કરે છે તો તેમના મનમાં એ જ વિચાર આવે છે કે આ સંબંધ સાત જન્મો સુધી આવી રીતે જ સલામત રહે. જોકે દરેક વ્યક્તિનું એટલું સારું નસીબ પણ હોતું નથી. આગળ જતા કોઈને કોઈ કારણે સંબંધ તૂટી જતો હોય છે.
ઘણીવાર તો વાત છૂટાછેડા સુધી પણ પહોંચી જાય છે. ખરેખર કોઈપણ વ્યક્તિ આવું કરવા ઇચ્છતું નથી. જો તમે તમારા સંબંધની રક્ષા કરવા માંગો છો કે પછી બગડેલ સંબંધને સુધારવા માંગો છો તો તમારે એક ખાસ ઉપાય જરૂર કરવો જોઈએ. તેના માટે તમારે તમારા બેડરૂમમાં આ ત્રણ ખાસ ચીજો રાખવી જોઈએ. વાસ્તુના અનુસાર જો તમે આ ચીજોને નિયમાનુસાર બેડરૂમમાં રાખો છો તો પતિ-પત્નીનો સંબંધ મજબૂત બને છે. બેડરૂમ જ તે જગ્યા હોય છે જ્યાં પતિ-પત્ની એક સાથે સૌથી વધારે સમય પસાર કરે છે.
હંસની જોડી
વાસ્તુશાસ્ત્રના અનુસાર બેડરૂમમાં સફેદ હંસની જોડી રાખવી શુભ માનવામાં આવે છે. તમે આ હંસની જોડીની મૂર્તિ કે તસવીર પોતાના બેડરૂમમાં જરૂર લગાવો. તેને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો. આવું કરવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ હંમેશા બની રહે છે. હંસની જોડી પ્રેમ અને સ્નેહનું પ્રતીક પણ હોય છે. તેને આવતા જતા જોતાં રહેવાથી મનમાં પોઝિટિવ અને સ્નેહપૂર્ણ વિચાર ઉત્પન થાય છે. તેવામાં કપલની વચ્ચે લડાઈ ઝઘડા પણ થતા નથી.
ગુલાબનું ફૂલ
બેડરૂમમાં ગુલાબનું ફૂલ રાખવું પણ ખૂબ જ લાભદાયક હોય છે. જ્યાં વાસ્તવિક જીવનમાં તેને રોમાન્સનું પ્રતીક માનવામાં આવે છે તો વળી વાસ્તુશાસ્ત્રમાં પણ તેને શુભ માનવામાં આવે છે. તમે તમારા ઘરમાં સાચા કે ખોટા ગુલાબના ફૂલ રાખી શકો છો. આવું કરવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધારે મજબૂત થાય છે. તમે ઈચ્છો તો ગુલાબના ફૂલોની પેઇન્ટિંગ પણ લગાવી શકો છો. એક વાતનું ધ્યાન રહે કે તમે કાળા રંગના ગુલાબનું ફૂલ ના લગાવો. બાકી અન્ય કોઈપણ રંગ ચાલશે.
મોરપંખ
મોરપંખમાં ખૂબ જ પોઝિટિવ એનર્જી ભરેલી હોય છે. તેમનો ઉપયોગ ઘણા ઋષિ-મુનિ અને દેવી-દેવતા પણ કરતા હતા. તેથી જો કપલ પોતાના બેડની ગાદી કે તકિયાની નીચે આ મોરપંખ ને રાખી દે છે તો તે બન્નેનો સંબંધ ક્યારેય પણ તૂટી શકતો નથી. આ મોરપંખની સકારાત્મક ઊર્જા તમારા બંનેની અંદર પણ પ્રવેશ કરી જાય છે. તેનાથી તમે બંને જીવનમાં તમારા સંબંધને લઇને હંમેશા પોઝીટીવ રહેશો. તમારા મનમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાનો વિચાર પણ નહી આવે.
તો આ હતી તે ત્રણ ચીજો જે તમારે તમારા બેડરૂમમાં અવશ્ય રાખવી જોઈએ. તમે આ ત્રણેય ચીજને તમારા બેડરૂમમાં રાખી દો પછી જુઓ તમારા બગડેલા સંબંધો પણ સુધરી જશે. અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે. જો એવું હોય તો તમે આ આર્ટીકલને બીજાની સાથે પણ શેર જરૂર કરો કે જેનાથી તે લોકો પણ પોતાના સંબંધને મજબૂત બનાવી શકે.