દરેક દિવસના હિસાબથી અલગ-અલગ રંગના કપડાં પહેરશો તો દૂર થઈ જશે બધા જ કષ્ટ

જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રંગોનુ આપણા જીવનમાં ખૂબ જ વધારે મહત્વ છે. રંગ આપણી મનની સ્થિતિ અને ભાવનાઓને પ્રદર્શિત કરે છે. તેથી દરેક રંગો આપણા મન અને શરીર પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. જોકે અમુક રંગ આપણા મનને સારા લાગતા નથી અને આપણે વિચલિત થઈ જઈએ છીએ તો અમુક રંગ આપણને ખુશી અને શાંતિ આપે છે. આ કારણે જ એવું કહેવામાં આવે છે કે જીવનમાં રંગોનું સંતુલન યોગ્ય રીતે કરવું જોઈએ. જેથી આજે અમે તમને આ આર્ટિકલમાં ગ્રહો અને તેમના રંગોના વિશે જણાવીશું જે આપણા જીવનમાં પ્રભાવ પાડે છે.

નોંધપાત્ર છે કે દરેક ગ્રહનો પોતાનો એક રંગ હોય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર આ ગ્રહોના રંગોની અસર આપણા જીવનમાં પણ પડે છે. ઘણીવાર ગ્રહ આપણા જીવન પર ખરાબ પ્રભાવ પાડે છે. જેને રંગોના સાચા પ્રયોગથી સુધારી શકાય છે. તમને લોકોને લગભગ તેની જાણ હશે કે સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ રંગ સાથે જોડાયેલ હોય છે. તેથી જો તમે તે દિવસના રંગના હિસાબથી કપડાં પહેરશો તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તો ચાલો જાણીએ કયા દિવસે કયા રંગના કપડા પહેરવા જોઈએ.

સોમવાર

સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે. ફક્ત એટલું જ નહીં આ દિવસ ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. તેથી આ દિવસે હળવા રંગના કપડા કે સફેદ રંગના કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સફેદ રંગ શાંતિનું પ્રતીક હોય છે. તેવામાં જો તમે સફેદ રંગના કપડાં પહેરશો તો ચંદ્રમાની કૃપા તમારા પર વરસવા લાગશે અને ચંદ્ર સાથે જોડાયેલ બધી જ સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળશે. કહેવામાં આવે છે કે સફેદ રંગના કપડા એકાગ્રતા વધારે છે.

મંગળવાર

મંગળવાર ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો દિવસ હોય છે અને આ દિવસના સ્વામી ગ્રહ મંગળ છે. મંગળ લાલ, કેસર, સિંદુરી આ ત્રણ રંગોનું પ્રતિનિધિત્વ કરે છે. તેવામાં મંગળવારના દિવસે આ ત્રણ રંગના કપડા પહેરવા જોઈએ. તેનાથી તમારા મનમાં ઉત્સાહનો સંચાર થશે અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. ભલે લાલ રંગને ખતરાનું નિશાન માનવામાં આવે છે પરંતુ લાલ સૌભાગ્યની પણ નિશાની હોય છે. તેવામાં મંગળવારના દિવસે પરણિત મહિલાઓએ લાલ વસ્ત્ર પહેરવા જોઈએ.

બુધવાર

બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત હોય છે. આ દિવસના સ્વામી ગ્રહ બુધ છે. માનવામાં આવે છે કે બુધવારના દિવસે લીલા રંગના કપડા પહેરવા જોઈએ તેનાથી બુધની કૃપા બની રહે છે. જણાવી દઈએ કે લીલો રંગ ખુશહાલી, સમૃદ્ધિ, ઉત્કર્ષ, પ્રેમ, દયા અને પાવનતાનું પ્રતિક છે. એવામાં જો તમે બુધવારના દિવસે લીલા રંગના કપડાં પહેરશો તો તમારી ભૌતિક ક્ષમતામાં ખુબ જ વધારો થશે.

ગુરૂવાર

ગુરૂવાર ધનની દેવી માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુનો પણ દિવસ હોય છે. આ દિવસનો સ્વામી ગ્રહ ગુરુ છે. જે ધન, ઐશ્વર્ય અને સંપન્નતાના પ્રતીક છે. માનવામાં આવે છે કે ગુરુ ગ્રહને પીળો અને સફેદ રંગ સૌથી વધારે પ્રિય હોય છે. આ જ કારણ છે કે ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર પીતાંબર ધારણ કરે છે. જણાવી દઈએ કે પીળો રંગ સૌંદર્ય, પ્રેમ, આનંદ અને આધ્યાત્મિક ગૌરવ વધારે છે. તેથી પીળા કલરના વસ્ત્ર ધારણ કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા પર તેમની કૃપા વરસતી રહે છે.

શુક્રવાર

શુક્રવારનો દિવસ દેવીઓનો દિવસ હોય છે. ખાસ કરીને જગત જનની માં દુર્ગાનો દિવસ. આ દિવસનો સ્વામી ગ્રહ શુક્ર છે. આ દિવસે લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરવા જોઈએ. કારણકે તે દેવીઓનો દિવસ હોય છે તેથી લાલ રંગનું આ દિવસે ખૂબ મહત્વ છે. આ જ કારણ છે કે શક્તિ પૂજામાં દાડમ, ગુડહલના પાન, લાલ વસ્ત્રો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

શનિવાર

શનિવાર ન્યાયના દેવતા કહેવામાં આવતા શનિદેવનો દિવસ હોય છે. આ દિવસે કાળા, વાદળી અને ભૂરા રંગના કપડા પહેરવાથી શનિદેવની કૃપા બની રહે છે. ફક્ત એટલું જ નહી આ રંગના કપડાં પહેરવાથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.

રવિવાર

રવિવાર ભગવાન સૂર્યનો દિવસ હોય છે. આ દિવસે ગુલાબી, નારંગી, લાલ રંગના વસ્ત્ર ધારણ કરવાં જોઈએ તેનાથી ચહેરા પર તેજ અને જીવનમાં માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે તેના સિવાય ભગવાન સૂર્યની પણ અસીમ કૃપા જળવાઈ રહે છે. જણાવી દઈએ કે લાલ રંગ જ્ઞાન, ઊર્જા, શક્તિ, પ્રેમ અને આનંદનું પ્રતીક હોય છે.