દરેક ઘરમાં હોવી જોઇએ આ ૬ ચીજો, ગરીબી દૂર ભાગશે અને ધનનું આગમન થશે

ઘરમાં જો નેગેટિવ એનર્જીનું લેવલ વધી જાય તો પરિવારની સુખ-શાંતિને નજર લાગી જાય છે. ધનને લઈને પણ ચિંતાઓ વધવા લાગે છે. તેથી વાસ્તુશાસ્ત્રમાં ઘરની નેગેટિવ એનર્જીને પોઝિટિવ એનર્જીમાં બદલવાના અમુક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેના અનુસાર જો ઘરમાં અમુક ખાસ ચીજોને રાખીને દરરોજ તેમના દર્શન કરવામાં આવે તો સકારાત્મક ઉર્જાનું સ્તર વધવા લાગે છે તેનાથી તમારા ઘરમાં સુખ-શાંતિ અને ધનનું આગમન થાય છે.

મોર પંખ

તેને ઘરનાં પૂજા સ્થળમાં રાખવું જોઈએ, તેનાથી સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અને સાથે સાથે ઘરમાં જીવ-જંતુ પણ ઓછા આવે છે. એવી માન્યતા છે કે મોર પંખને ઘરમાં રાખવાથી ભગવાન વિષ્ણુના બધા જ અવતારોનાં દર્શન થાય છે.

પારદ શિવલિંગ

વાસ્તુશાસ્ત્રમાં પારદ શિવલિંગને ખૂબ જ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. તેને ભગવાન શિવ સાથે સંબંધિત કોઇ શુભ તિથિમાં ઘરમાં સ્થાપિત કરવું જોઈએ. તેમની દરરોજ વિધિ-વિધાનથી પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે.

શ્રીયંત્ર

તેને પૂજા સ્થળમાં રાખવું જોઈએ. લક્ષ્મીજીનું પ્રિય હોવાના કારણે તેમની પૂજા-પાઠ કરવાથી ઘરમાં ધનની કમી રહેતી નથી. તેને ઘરમાં રાખવાથી માં-લક્ષ્મીની સાથે સાથે ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

દક્ષિણાવર્તી શંખ

પુરાણોમાં દક્ષિણાવર્તી શંખને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી દુર્ઘટના, મૃત્યુ, ચોરી અને શત્રુઓનો ભય રહેતો નથી. તેના માધ્યમથી તમે લક્ષ્મીજીને પણ જલ્દી પ્રાપ્ત કરી શકો છો. તે શંખ ઋણ, રોગ અને દરિદ્રતા દૂર કરીને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

તુલસી

હિન્દુ ધર્મમાં તુલસીને દેવી માં ની સંજ્ઞા આપવામાં આવી છે. વળી તેનાથી પ્રાકૃતિક ઔષધિક રીતે પણ ઘણા લાભ છે. તે વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરે છે. વળી તેને ખાવાથી ઘણી બીમારીઓ પણ દૂર રહે છે. તુલસી ઘરની પોઝિટિવ એનર્જીને હંમેશા ઉચ્ચ સ્તર પર રાખે છે, તેનાથી ધનની વૃદ્ધિ જલ્દી થાય છે.

નૃત્ય ગણપતિ

ઘરની અંદર નૃત્ય કરતાં ગણપતિની મૂર્તિ કે તસ્વીર જરુર લગાવી જોઈએ. આ પ્રકારના ગણેશજીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવા જોઈએ. તેમની કૃપાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તે ઘરની નેગેટિવ એનર્જીને ખૂબ જ જલ્દી નષ્ટ પણ કરી નાખે છે. તેમના દરરોજ દર્શન કરવાથી મન પ્રસન્ન અને શુદ્ધ રહે છે.