દરેક પત્નિ પોતાના પતિ પાસેથી ઈચ્છે છે આ ખાસ ચીજ પરંતુ દરેક હસબન્ડ આપી શકતા નથી

Posted by

પતિ અને પત્નિનો સંબંધ સાત જન્મનો સંબંધ કહેવાય છે. જોકે આજના મોર્ડન જમાનામાં તે એક જન્મ ટકી જાય તો પણ ઘણી મોટી વાત હોય છે. ઘણીવાર પતિની અમુક ખાસ ભૂલનાં કારણે પત્નિ નારાજ થઈ જાય છે. જેના કારણે વાત છૂટાછેડા સુધી પણ પહોંચી જાય છે. તેવામાં આજે અમે તમને અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે એક પત્નિ પોતાના પતિ પાસેથી ઈચ્છે છે. જો પતિ તેને પૂરું કરી દે છે તો તે ખૂબ જ ખુશ રહે છે. તેનાથી તમારો સંબંધ અને લગ્ન બંને મજબૂત રહે છે.

વખાણનાં બે શબ્દો

પત્નિ જ્યારે પણ તૈયાર થઈને, નવા કપડાં પહેરીને કે નવી હેર સ્ટાઇલ બનાવીને પતિ સામે આવે છે તો તે આશા રાખે છે કે હસબન્ડ તેમના વખાણમાં બે મીઠા શબ્દો બોલશે. જોકે જ્યારે પતિ આવું કરતો નથી તો તે નારાજ થઈ જાય છે.

કેરિંગ

જ્યારે પતિ બિમાર રહે છે તો પત્નિ રાત-દિવસ તેની સેવામાં વ્યસ્ત રહે છે. હવે જો પત્નિ બિમાર થઈ જાય છે તો કેટલા પતિ તેમની સેવા કરે છે ? ઘરના કામ પોતે કરીને તેને આરામ કરવા દે છે ? કદાચ આ આંકડો ઘણો જ ઓછો હશે. એક પત્નિ હંમેશા એ જ ઈચ્છે છે કે તેનો પતિ તેમની ઘણી કેર કરે.

પતિના રહસ્ય

પત્નિને પતિના ભૂતકાળમાં ઘણી દિલચસ્પી હોય છે. તેવામાં તમે તેને પોતાના જુના સંબંધો વિશે મજાકમાં જણાવી શકો છો. તેના સિવાય તમારા બાળપણ કે ભૂતકાળ સાથે જોડાયેલ કોઈ મોટું રહસ્ય હોય તો તે પણ તેમને જણાવી શકો છો. જ્યારે તમે પોતાના બધા જ રહસ્યો શેર કરશો તો પત્નિને વિશ્વાસ થઈ જશે કે તમે તેનાં પર પૂર્ણ વિશ્વાસ રાખો છો.

રોમેન્ટિક પળો

લગ્ન બાદ હંમેશા પતિનો રોમાન્સ ફિક્કો પડવા લાગે છે. લગ્ન પહેલા જે રીતે તે પત્નિને ખુશ રાખવાની કોશિશ કરતો હતો, તેવો જુસ્સો લગ્ન બાદ દેખાતો નથી. તેવામાં પત્નિની ઇચ્છા હોય છે કે પતિ તેમને ગળે લગાવે, પ્રેમ ભરી વાતો કરે, રોમેન્ટિક ડાન્સ કરે કે બહાર ડિનર પર લઇ જાય.

ખરાબ સમયમાં પતિનો સાથ

જ્યારે પત્નિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય છે તો તે પોતાના પતિના સાથની આશા રાખે છે. તેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે. તેને ખરાબ સમય પસાર કરવામાં મદદ મળે છે. એટલા માટે પત્નિના દુઃખોને ઇગ્નોર ના કરવાં જોઈએ.

ફિઝિકલ રિલેશન

દરેક પત્નિની પોતાની અમુક શારીરિક જરૂરિયાતો હોય છે. તેવામાં પતિએ સમય-સમય પર પત્નિ સાથે ફિઝિકલ રિલેશન બનાવતા રહેવું જોઈએ. તેનાથી બંને એકબીજાની નજીક આવે છે અને તેમની વચ્ચે પ્રેમ પણ વધે છે.

સ્પેશિયલ ફીલ કરાવો

મહિલાને સ્પેશિયલ ફીલ કરવાનો ઘણો શોખ હોય છે. આ ચીજની આશા તે પોતાના પતિદેવ પાસે પણ રાખે છે. તેમને ગિફ્ટ આપો, સરપ્રાઇઝ આપો કે કંઈક એવું કરો કે પત્નિ ઈમ્પ્રેસ થઈ જાય. તેને સૌથી ખાસ હોવાનો અહેસાસ કરાવો.

સ્વતંત્રતા

પત્નિ ઘરમાં જેલમાં બંધ કેદીની જેમ રહેવાનું પસંદ કરતી નથી. તે ઈચ્છે છે કે પતિ તેમના પર વિશ્વાસ રાખે અને તેમને ક્યાંય આવવા કે જવાથી ટોકે નહી. સાથે જ શંકા કરવા વાળી આદત પણ પત્નિને પસંદ હોતી નથી.