દરરોજ ૪૦ સિગરેટ પીતો હતો ૨ વર્ષનો આ બાળક, સ્મોકિંગ છોડ્યું તો બાળકને ઓળખવો પણ થઈ ગયો મુશ્કેલ

Posted by

ઘણા લોકોને સ્મોકિંગની આદત હોય છે અને તે રોજ ના ઘણી સિગરેટ પી જાય છે. પરંતુ એક બાળક એવો પણ છે .જેને સ્મોકિંગની એટલી આદત થઈ ગઈ હતી કે તે ચેઈન સ્મોકર બની ગયો હતો .માત્ર ૨ વર્ષની ઉંમરમાં તે ૪૦ સિગરેટ પીતો હતો .પરંતુ હવે તેણે સિગરેટ પીવાનું છોડી દીધું છે અને તે ઘણો સ્લિમ પણ થઇ ગયો છે. “સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે”. આ ચેતવણી સિગરેટનાં ડાર્ક પેકેટ કે એડમાં તમે જોઈ જ હશે પરંતુ તેમ છતાં પણ ઘણા લોકોમાં સ્મોકિંગની આદત જોવા મળે છે.

સ્મોકિંગથી શરીરને ખુબ જ નુકસાન થાય છે. આ વાત જાણવા છતાં પણ લોકો સ્મોકિંગ કરે છે. એવા પણ ઘણા લોકો છે, જે એક-બે નહીં પરંતુ આખું સિગરેટનું પેકેટ સમાપ્ત કરી દે છે પરંતુ એક બાળક એવું પણ છે, જેને સ્મોકિંગની એટલી આદત થઈ ગઈ હતી કે તે ચેઈન સ્મોકર બની ગયો હતો અને તમને વિશ્વાસ આવશે નહિ પરંતુ તે બાળકની ઉંમર તે સમયે માત્ર ૨ વર્ષની હતી.

દિવસમાં ૪૦ સિગરેટ પીતો હતો

૨ વર્ષની ઉંમરમાં ચેઈન સ્મોકર બનેલા આ બાળકનું નામ અર્દી રીજલ છે, જે ઈન્ડોનેશિયાનાં સુમાત્રા નો રહેવાસી છે. તે દરરોજ એક બે નહીં પરંતુ ૪૦ સિગરેટ પી જતો હતો. વર્ષ ૨૦૧૦માં આ બાળકનો સિગરેટ પીતો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. આ બાળકે એ સિગરેટની આદત લાગવાનાં ૭ વર્ષ બાદ સ્મોકિંગની આદતને છોડી દીધી હતી. પહેલા આ બાળક ખુબ જ જાડો હતો પરંતુ સિગરેટની આદત છોડ્યા બાદ હવે તે ખુબ જ સ્લિમ થઇ ગયો છે.

પિતાનાં કારણે લાગી હતી સ્મોકિંગની આદત

આ બાળકની માતા ડાયના પ્રમાણે, “જ્યારે તેમનો દિકરો ૧૮ મહિનાનો હતો ત્યારે તેના પિતાએ મજાક-મજાકમાં સિગરેટ પીવડાવી દીધી હતી. બસ બાદમાં શું હતું. ત્યારબાદ તેમનો બાળક ચેઈન સ્મોકર બની ગયો અને દરરોજ સિગરેટ પીવા લાગ્યો હતો”. બાદમાં જ્યારે તે તેને સિગરેટ પીવાથી રોકતી હતી તો તે બાળક દિવાલ પર પોતાનું માથું પછાડવાનું શરૂ કરી દેતો હતો અને પોતાને ઇજા પહોંચાડવા લાગતો હતો. આમ કરવા પર તે તેને ફરી સિગરેટ આપી દેતી હતી. બાદમાં ધીરે ધીરે તેના બાળકને સ્મોકિંગની આદત પડી ગઈ અને તે દિવસની ૪૦ સિગરેટ પીવા લાગ્યો હતો.

સરકાર પાસેથી મળી મદદ તો છોડી દીધું સ્મોકિંગ

વર્ષ ૨૦૧૦ માં જ્યારે આ બાળકનો સિગરેટ પીતો ફોટો વાયરલ થયો તો સરકાર તરફથી મદદ મળી અને ઘણી મન્નતો બાદ તેમણે સ્મોકિંગની આદત છોડી દીધી પરંતુ જેવી જ તેણે સ્મોકિંગની આદત છોડી દીધી તો તેણે તલબ નાં કારણે જંક ફુડ ખાવાનું શરૂ કરી દીધું અને માત્ર ૫ વર્ષની ઉંમરમાં તેનું વજન લગભગ ૨૨ કિલો થઈ ગયું. ત્યારબાદ તેને પોષણ વિશેષજ્ઞની દેખરેખમાં રાખવામાં આવ્યો અને ધીરે ધીરે તેણે જંક ફુડને ખાવાનું પણ ઓછું કરી દીધું અને સમય સાથે સાથે તેનું વજન પણ ઓછું થઈ ગયું. હવે તે હેલ્ધી ફુડ ખાય છે અને જંક ફુડનું સેવન કરતો નથી. વર્ષ ૨૦૧૭ માં વિદેશી પત્રકારે આ બાળકનો ફોટો ક્લિક કર્યો હતો, જેમાં તે ખુબ જ સ્લિમ નજર આવી રહ્યો છે.

સ્મોકિંગની આદત છોડવાથી ખુશ છે અર્દી

મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં અર્દીએ કહ્યું હતું કે, “સ્મોકિંગની આદત છોડવી ખુબ જ મુશ્કેલ હોય છે અને મારા માટે પણ તે ખુબ જ મુશ્કેલ હતી. જો હું સ્મોકિંગ કરતો નહોતો તો મને ચક્કર આવવા લાગતા હતાં અને મારા મોઢા માંથી ટેસ્ટ ચાલ્યો જતો હતો પરંતુ સ્મોકિંગની આદત છુટયા બાદ હવે હું ખુબ જ ખુશ છું. હું વધારે એનેર્જેટિક અનુભવ કરું છું અને મારું શરીર પણ સારો અનુભવ કરી રહ્યું છે.