આ ૭ રાશિ વાળા લોકો માટે ખુશખબરી લઈને આવી રહ્યો ડિસેમ્બર મહિનો, જાણો કોને શું મળશે

Posted by

નવેમ્બર મહિનામાં થયેલા ગ્રહ-નક્ષત્રની ઉથલ-પાથલની અસર બધી જ રાશિઓ પર સમાન રૂપથી થઈ છે. અમુક રાશિ માટે તે સારું છે તો અમુક માટે તે અશુભ રહેશે. જ્યોતિષાચાર્ય અનુસાર ડિસેમ્બરનાં મહિનામાં ઘણા એવા યોગ બની રહ્યા છે, જે બધું બદલીને રાખી દેશે. તો ચાલો જાણી લઈએ કે આવનારો ડિસેમ્બર મહિનો કઈ રાશિ વાળા લોકો માટે કેવો રહેશે.

મેષ રાશિ

ડિસેમ્બર મહિનો તમારા માટે સંપુર્ણ રીતે અનુકુળ બની ગયો છે. જલ્દી તમારા અધુરા કામ પુરા થશે, જુના પ્રોજેક્ટ એકવાર ફરીથી શરૂ થશે. પરિવારનાં લોકો અને મિત્રોનાં સહયોગથી કોઈ મોટો આર્થિક લાભ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કામને લઈને વિદેશ યાત્રા થઈ શકે છે, જેનાથી વિદેશમાં પણ સંબંધ બનશે.

વૃષભ રાશિ

લાંબા સમયથી તમારી મહેનત બેકાર જઈ રહી હતી પરંતુ હવે તેની અસર જોવા મળશે. જો નોકરી કરો છો તો જલ્દી તમારૂ પ્રમોશન થશે. જો વ્યવસાય કરી રહ્યાં છો તો વ્યવસાય વધશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બીજા સાથે વિવાદમાં પડવું નહિ નહિતર આર્થિક હાનિ થવાની સાથે-સાથે માન-સન્માનની પણ હાની થઈ શકે છે. જીવનસાથીને કષ્ટ મળશે, જેનાં કારણે તમે પણ તણાવમાં રહેશો.

મિથુન રાશિ

આ મહિનો ધાર્મિક ગતિવિધિના હિસાબથી તમારા માટે અત્યંત મહત્વપુર્ણ રહેશે. ખુબ જ જલ્દી નોકરી પરિવર્તન પણ થઈ શકે છે. કોઈ મોટું રોકાણ કરી શકો છો, જે આવનારા સમયમાં આર્થિક લાભ આપશે. સરકારી અધિકારીઓ સાથે તાલમેલ વધશે. તેના પ્રભાવથી નવા સોદા મળી શકે છે. આવકમાં વધારો થશે અને તમે તમારા દરેક શોખ પુરા કરી શકશો. સ્વાસ્થ્યનાં મોરચા પર થોડું સંભાળીને રહેવાની જરૂરિયાત રહેશે નહિતર પરેશાન થવું પડશે.

કર્ક રાશિ

જો તમે ક્યાંય પણ પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે થોડો સમય થોભી જવું. ધન હાનિ થવાનાં યોગ બની રહ્યા છે. ખુબ જ સમજી વિચારીને આગળ વધવું. નોકરી કે વ્યવસાયમાં પરિવર્તન થઈ શકે છે. કામની બાબતમાં લાંબી યાત્રા પર જવું પડશે. પિતા સાથેનાં સંબંધોમાં કડવાશ આવી શકે છે.

સિંહ રાશિ

તમને ક્યાંયથી પણ અચાનક ધન લાભ થઈ શકે છે. પૈતૃક સંપત્તિમાં પણ ભાગ મળવાનાં યોગ બની રહ્યા છે. શત્રુઓ પરસ્ત થશે અને તમારી યશ-કીર્તિ વધશે. તમારા ક્રોધ અને ભાવના પર નિયંત્રણ રાખવું નહિતર જીવનસાથી સાથે તણાવ વધી શકે છે. બાળકો કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરશે, જેનાથી તમને પ્રસન્નતા થશે.

કન્યા રાશિ

ડિસેમ્બર મહિનો તમારા માટે સમય સારો નથી. જે પણ થાય તેને ચુપચાપ રીતે જોતા રહેવું. સમય સારો થવાની રાહ જુઓ. જલ્દી સમય તમારા પક્ષમાં થશે. તમારું પણ ભાગ્ય ચમકશે. પારિવારિક વિવાદ થઈ શકે છે. શાંત રહેવું જ સારું રહેશે. શત્રુઓ પણ હાવી થશે. બિનજરૂરી ખર્ચાઓનાં કારણે આર્થિક સમસ્યાઓ આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો જ રહેશે.

તુલા રાશિ

ડિસેમ્બર મહિનામાં યાત્રા પર જઈ શકો છો. વિદેશમાં સંબંધો બનશે, જેનાથી આર્થિક લાભ થશે. અભ્યાસમાં અડચણો આવી શકે છે. કંઈક મેળવવા માટે તમારે અન્ય કરતા વધારે મહેનત કરવી પડશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં તમને મોટો ફાયદો થશે.

વૃશ્ચિક રાશિ

તમે તમારા બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરશો. તમારું માન-સન્માન પણ વધશે. તમે નવું મકાન લઈ શકો છો અથવા ઘરમાં કોઈ નિર્માણ કાર્ય કરાવી શકો છો. તમે તમારી માતાનાં સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. જો તમે રિયલ એસ્ટેટમાં પૈસા રોકવા માંગો છો તો નિ:સંકોચ રોકી શકો છો તેનાથી તમને માત્ર લાભ જ થશે. મિત્રો થી પણ તમને લાભ થશે.

ધન રાશિ

વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર મહિનાનો સમય અનુકુળ રહેશે. પરીક્ષામાં સફળતા મળશે. જો તમે કોઈ કોર્સમાં જોડાવા માંગતા હોવ તો તમે તે હવે કરી શકો છો. તેનાથી ભવિષ્યમાં જ ફાયદો થશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા કરજ નો અંત આવશે.

મકર રાશિ

ગ્રહોનાં પ્રભાવનાં કારણે મકર રાશિ વાળા લોકો નાની-નાની વાતોમાં તણાવમાં આવી જશે. જો તમે તમારા મન પર નિયંત્રણ રાખી શકો છો તો પછી સમય ચોક્કસપણે સારો રહેશે. પરિવારમાં સારું વાતાવરણ રહેશે. મકર રાશિ વાળા લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. કરિયરમાં વધારો થશે. ઓફિસમાં પ્રમોશન થઈ શકે છે.

કુંભ રાશિ

બીજા પર આધાર રાખવાને બદલે જાતે જ કામ કરતા શીખો. કંઈક નવું શીખવું અને કરવું તમારા ભવિષ્યનાં દરવાજા ખોલી શકે છે. તમારા નાના ભાઈ-બહેનને તેમની કારકિર્દીમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શત્રુઓ તમારાથી પરાજિત થશે. ભાઈ-બહેનની સફળતાથી તમારું મન પણ પ્રસન્ન રહેશે. વિદેશમાં નવો બિઝનેસ શરૂ કરી શકો છો.

મીન રાશિ

ડિસેમ્બર મહિનો મીન રાશિ વાળા લોકો માટે સારો સમય લઈને આવી રહ્યો છે. તેમની આવકમાં વધારો થશે, તેઓ નવું રોકાણ કરી શકે છે. સ્પર્ધાની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. કરિયરની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. આંખ, નાક અને કાનને લગતી સમસ્યાઓનાં કારણે કેટલીક સમસ્યાઓ ઉભી થઈ શકે છે.