દેવકી અને યશોદા માતા સિવાય પણ શ્રી કૃષ્ણજીની અન્ય ૩ માતાઓ હતી, આ રહસ્ય નહિ જાણતા હોય તમે

શાસ્ત્રો પુરાણના અનુસાર જોવામાં આવે તો ભગવાન વિષ્ણુજી નો આઠમો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ હતા. જ્યારે જ્યારે પણ ધરતી પર દુષ્ટ લોકોએ કોઈપણ પ્રકારની હાની પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુજી કોઈ ને કોઈ રૂપમાં ધરતી પર આવ્યા છે અને પાપીઓનો નાશ કરીને સૃષ્ટિની રક્ષા કરી છે. વિષ્ણુજીના આઠમો અવતાર શ્રી કૃષ્ણજીને સંસારના બધા જ દુઃખો ને હરનાર માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ એ ગીતાના રૂપમાં ઘણી બધી જ્ઞાનની વાતો જણાવી છે. શ્રી કૃષ્ણજી એ પૃથ્વી પર માનવ કલ્યાણ માટે જન્મ લીધો હતો અને તેમણે દરેક લોકોની મનોકામના પૂરી કરી હતી. જ્યારે કૃષ્ણજી બાળ અવસ્થામાં હતા ત્યારે તેમણે ઘણી બધી લીલાઓ કરી હતી. તેમણે પોતાની લીલાઓ થી દરેક લોકોનું મન મોહી લીધું હતું.

આજે અમે તમને જન્માષ્ટમીના પાવન પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણજી ની પાંચ માતાઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. તમે બધા જ લોકો ભગવાન શ્રી કૃષ્ણજીની માતા દેવકી અને યશોદા વિશે તો જાણતા જ હશો. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે શ્રી કૃષ્ણજીની કુલ પાંચ માતાઓ હતી. જી હા, દેવકી અને યશોદા સિવાય પણ તેમની અન્ય ત્રણ માતાઓ પણ હતી. જેમને શ્રી કૃષ્ણજી એ માતાનો દરજ્જો આપ્યો હતો.

દેવકી

જેમ કે આપણે બધા લોકો જ જાણીએ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણજી દેવકી અને વાસુદેવજી ના પુત્ર હતા. માતા દેવકી ભગવાન શ્રી કૃષ્ણજી ની સગી માતા હતી. દેવકી માતા ના કૂખેથી શ્રીકૃષ્ણજી નો જન્મ મથુરાની જેલમાં થયો હતો.

યશોદા

ભલે ભગવાન શ્રી કૃષ્ણજી દેવકી માતાના પુત્ર હતા પરંતુ સગી માં થી પણ વધારે પાલન પોષણ માતા યશોદાએ કર્યું હતું. યશોદા માતા ભગવાન શ્રીકૃષ્ણજી ને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા. એકવાર બાળ સ્વરૂપમાં ભગવાન શ્રીકૃષ્ણજી ને માટી ખાતા યશોદા માતાએ પકડી લીધા હતા. યશોદા માતાએ કહ્યું કે કાન્હા તારું મોઢું ખોલ, તે માટી ખાધી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજી એ પોતાનું મોઢું ખોલીને યશોદા માતાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા.

રોહિણી

તમારા લોકોમાંથી ખૂબ જ ઓછા લોકો હશે જેમને એ વાતની જાણકારી હશે કે ભગવાન શ્રી કૃષ્ણજી ના પિતા વાસુદેવની પહેલી પત્ની રોહિણી તેમની સાવકી માં હતી. દેવકી ના સાતમાં સંતાનને રોહિણીના ગર્ભમાં રાખી દીધું હતું. જેનાથી બલરામજી એ જન્મ લીધો હતો. રોહિણી પોતાના પુત્ર-પુત્રીઓ સાથે માતા યશોદાને ત્યાં જ રહેતા હતા.

ગુરુ માતા

શાસ્ત્રોના અનુસાર જોવામાં આવે તો ગુરુની પત્નીને પણ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીકૃષ્ણજી બલરામ અને સુદામાના ગુરુ ઋષિ સાંદિપનીના પુત્ર ને શંખાસુર નામના રાક્ષસ એ પોતાના કબજામાં લઈ લીધા હતાં. ત્યારે ગુરુ માતાએ ગુરુદક્ષિણામાં ભગવાન શ્રી કૃષ્ણજી પાસેથી પોતાના પુત્રને માંગ્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજી એ તેમના પુત્રને શંખાસુર રાક્ષસના કબજામાંથી છોડાવીને તેમને પરત આપેલ હતો. પોતાના પુત્રને જોઇને માતા ખૂબ જ પ્રસન્ન થઈ ગયા હતા. ત્યારે તેમણે ભગવાન શ્રી કૃષ્ણજી ને એ આશીર્વાદ આપ્યા હતા કે તમારી માતા તમારાથી ક્યારેય પણ દૂર નહીં જાય.

રાક્ષસી પૂતના

ભગવાન શ્રી કૃષ્ણજી ને મારવા માટે કંસ એ રાક્ષસી પૂતનાને મોકલી હતી. પૂતના એ ભગવાન શ્રી કૃષ્ણજી ને મારવા માટે પોતાના સ્તન પર ભયંકર ઝેર લગાવી દીધું હતું. તેથી જ્યારે તે શ્રી કૃષ્ણજીને દૂધ પીવડાવે તો તેની સાથે આ ઝેર પણ તેમના શરીરમાં પ્રવેશ કરી જાય. જેનાથી શ્રી કૃષ્ણજી નો જીવ ચાલ્યો જાય. પરંતુ પૂતનાનું એવું વિચારવું બિલકુલ ખોટું હતું. જ્યારે પૂતના ભગવાન શ્રી કૃષ્ણજી ને પોતાનું દૂધ પિવડાવી રહી હતી ત્યારે કૃષ્ણજીએ દૂધની સાથે સાથે તેનું લોહી પણ પી ગયા હતા. જેનાથી પૂતના મરી ગઈ હતી. જ્યારે પૂતનાના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે વાતાવરણમાં ચંદનની સુગંધ ફેલાઇ ગઇ હતી. ભગવાન શ્રીકૃષ્ણજી એ પૂતના ને માં નો દરજ્જો આપીને મુક્તિ પ્રદાન કરી હતી.