દેવી-દેવતાઓને હારથી બચાવવા માટે ભગવાન ગણેશએ ધારણ કર્યું હતું સ્ત્રી રૂપ પરંતુ ત્યારબાદ…

Posted by

કોઈપણ સારુ કે શુભ કાર્ય કરતા પહેલા લોકો ભગવાન શ્રીગણેશજીનું નામ જરૂર લે છે અને તેમનું નામ લીધા બાદ જ શુભ કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવે છે. ભગવાન ગણેશને ઘણા લોકો ગણપતિ બાપા, ગણરાજ જેવા નામથી જાણે છે. પરંતુ ઘણા ઓછા લોકોને જ ગણેશ ભગવાનના વિનાયકી નામ અને અવતાર વિશે જાણકારી હશે. ગણેશજીનો આ અવતાર એક સ્ત્રીનો અવતાર છે અને આ અવતારની ઘણા રાજ્યમાં પૂજા પણ કરવામાં આવે છે.

કહેવાય છે કે જે રીતે દરેક વિષ્ણુ, ઇન્દ્ર અને વગેરે ભગવાનોનાં કોઈને કોઈ સ્ત્રી અવતાર હતા. એ જ પ્રકારે ગણેશજીનો પણ એક સ્ત્રી અવતાર છે. જેને વિનાયકીના નામથી જાણવામાં આવે છે. ત્યાં જ ગણેશજીના આ અવતારને ધારણ કરવા પાછળ એક કથા પણ જોડાયેલી છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે આખરે કેમ ગણેશજીએ વિનાયકીનો અવતાર લીધો હતો.

વિનાયકીના અવતાર માટે જોડાયેલી કથા

ગણેશજી સાથે જોડાયેલી એક કથા અનુસાર એકવાર અંધક નામના રાક્ષસે માતા પાર્વતીને પોતાની પત્નિ બનાવવાની કોશિશ કરી અને તે જબરજસ્તી માતા પાર્વતીને પોતાની પત્નિ બનાવવા માટે તેને પોતાની સાથે લઈ જવા લાગ્યો. ત્યારે માતા પાર્વતીએ શિવજી ભગવાનને યાદ કર્યા અને શિવજી ભગવાન પ્રગટ થઈને પોતાના ત્રિશુળથી અંધક રાક્ષસનો વધ કર્યો. જોકે  ત્રિશૂળ લાગવાથી અંધક રાક્ષસનું લોહી ધરતી પર પડવા લાગ્યું અને એ લોહીના ટીપાથી અંધકા નામની એક રાક્ષસી એ જન્મ લીધો. જેટલા અંધક  રાક્ષસના લોહીના ટીપા જમીન પર પડતા જતા હતા તે બધા અંધકા રાક્ષસી માં બદલાતા જતા હતા.

આવું થવાથી ઘણી બધી અંધકા રાક્ષસી ઉત્પન્ન થઈ ગઈ. સાથે આટલી બધી રાક્ષસીને મારવું સરળ ના હતું. ત્યારે માતા પાર્વતીજીએ વિચાર્યું કે પ્રત્યેક દિવ્ય શક્તિનાં બે તત્વો હોય છે. જે પુરુષ અને મહિલા હોય છે. એક બાજુ જ્યાં પુરુષ તત્વ દિવ્ય શક્તિને માનસિક રૂપથી તાકાતવર બનાવે છે, ત્યાં સ્ત્રી તત્વ તેને શક્તિ પ્રદાન કરે છે. એટલા માટે માતાએ તે તમામ દૈવીય શક્તિના ભગવાનને અંધકા સાથે લડવા માટે બોલાવ્યા.

બધા ભગવાનોએ લીધું સ્ત્રીનું રૂપ

અંધક રાક્ષસના લોહીથી ઉત્પન્ન થઈ રહેલી અંધકા રાક્ષસીને રોકવા માટે બધા જ ભગવાનો એ સ્ત્રીનું રૂપ લઈ લીધું અને જમીન પર પડવા વાળા લોહીના ટીપાને તે ભગવાનો એ રોકવાનું શરૂ કરી દીધું. આ રાક્ષસના લોહીના ટીપા ધરતી પર પડવા પહેલા જ બધા ભગવાન તેને પોતાની અંદર સમાવવા લાગ્યા. પરંતુ લાખ કોશિશ કરવા છતાં પણ સંપૂર્ણ રીતે અંધક રાક્ષસના લોહીને જમીન પર પડવાથી રોકી શકાતું ના હતું. ત્યારે ભગવાન ગણેશજી પોતાના સ્ત્રી સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમણે વિનાયકીનું રૂપ લઈને આ રાક્ષસનું બધું લોહી પી લીધું.

ત્યારબાદ આ રાક્ષસનો આસાનીથી વધ કર્યો અને આ રીતે ગણેશજીને સ્ત્રી અવતારમાં જોવામાં આવ્યા. ગણેશજીના વિનાયકી રૂપની પૂજા કાશી અને ઓડિશામાં ઘણી વધારે કરવામાં આવે છે અને ભગવાનના આ રૂપની એક મૂર્તિ તમને તામિલનાડુના ચિદમ્બરમ મંદિર અને જબલપુરના ચોસઠ યોગિની મંદિરમા જોવાં પણ મળશે.