ધમાલ મચાવવા આવી રહ્યો છે નોકિયાનો સસ્તો સ્માર્ટફોન, સ્ટાઇલીશ ડિઝાઇને લોકોને બનાવી દીધા દિવાના, જાણો ફીચર્સ વિશે

નોકિયા વર્તમાન સમયમાં એન્ટ્રી લેવલ ડિવાઇસ લોન્ચ કરવાની એક સ્ટ્રીક પર છે. Nokia C21, C21 Plus અને C2 2nd Edition ની ઘોષણા કર્યા બાદ કંપની અન્ય એક બજેટ મોબાઈલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમકે બ્લુટુથ SIG સર્ટીફીકેશન સાઇટ પર તેની ઉપસ્થિતિ પરથી સ્પષ્ટ છે. સર્ટીફીકેટ પરથી જાણવા મળે છે કે મોડલ નંબર N150DL ની સાથે નોકિયા ડિવાઇસ બ્લુટુથ ૫.૦ ને સપોર્ટ કરશે. જોકે આ વર્ઝન હકીકતમાં અપડેટેડ નથી પરંતુ બ્લુટુથ ૫.૨ થી બહુ પાછળ પણ નથી, જે વર્તમાન સમયમાં લેટેસ્ટ છે.

Advertisement

NOKIA N150DL માં હશે ટ્રિપલ કેમેરા સેટઅપ

તેનાં સિવાય ટિપસ્ટર પિયુષ ભાસરકરે ઇવાન બ્લાસનાં સૌજન્ય દ્વારા તે હેન્ડસેટનું એક કથિત રેંડર પણ શેર કર્યું છે. તેના પરથી જાણવા મળે છે કે NOKIA N150DL હકિકતમાં એક બજેટ ડીવાઈઝ હશે, જેમાં પાછળની તરફ પ્લાસ્ટીક કવર અને આગળની તરફ વોટરડ્રોપ નોચ પ્લસ મોટી ચીન કોમ્બિનેશન હશે, તેનાં સિવાય ડિવાઇસમાં એક ટ્રિપલ કેમેરા, એક યુએસબી-સી પોર્ટ અને ૩.૫ મિમી હેડફોન જેક હશે.

NOKIA N150DL નું નામ શું હશે?

આ ડિવાઈસ વિશે હાલમાં તો બધું જ જાણવા મળ્યું નથી, જેમાં તેમનું નામ પણ સામેલ છે પરંતુ આવનારા દિવસોમાં આપણને વધારે જાણકારી મળી શકે છે કારણકે લીક અને આધિકારીક ટીજર સામે આવતા રહે છે. ફોનને ઉપર જણાવવામાં આવેલ લોન્ચની જેમ જ સી-સિરીજનાં ભાગનાં રૂપમાં વેચવામાં આવી શકે છે પરંતુ તેનાં પર હજુ અટકળો ચાલી રહી છે.

હાલમાં જ લોન્ચ થયો છે NOKIA 2760 FLIP

HMD GLOBAL એ હાલમાં જ Nokia 2760 Flip ફોન લોન્ચ કર્યો છે. જેમ કે તેમનાં નામ પરથી જ સંકેત મળે છે, તે એક ક્લૈમશેલ ડિઝાઇન વાળો એક ડિવાઇસ છે અને હવે તે સંયુક્ત રાજ્યમાં ફક્ત ૧૯ ડોલર એટલે કે (૧૪૪૩ રૂપિયા) ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ છે. આ ફોનમાં ૨.૮ ઇંચની ડિસ્પ્લે, ૫ મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવેલ છે.

Advertisement