ધનના દેવતા કુબેર આ દિશામાં કરે છે નિવાસ, ભૂલથી પણ ના કરવી જોઈએ આટલી ભુલો

Posted by

કુબેર ધનના દેવતા છે. ઉત્તર દિશાના સ્વામિ કુબેરને માનવામાં આવે છે. તેથી ઘરની ઉત્તરની દિશા કુબેરની દિશા કહેવામાં આવે છે. તેથી મકાન બનાવતા સમયે લોકો એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે મકાન ઉત્તરમુખી હોય. ઘરની ઉત્તર દિશા વાસ્તુ દોષ મુક્ત હોય તો ધન-યશની વૃદ્ધિ થાય છે જોકે ઉત્તરમુખી મકાનમા રહેવા છતાં પણ ઘણીવાર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. વાસ્તુના નિયમોનું પાલન કરવા પર ઉત્તરમુખી ઘરમાં પણ લોકો કષ્ટોથી ઘેરાયેલા રહે છે.

વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો ઉત્તરમુખી ઘરમાં મુખ્ય દ્વાર પૂર્વની જગ્યાએ પશ્ચિમમાં હોય તો લોકો વધારે દિવસો સુધી એવા ઘરમાં ટકી શકતા નથી. આ કારણથી ઘરનો મુખ્ય સદસ્ય પૈસા કમાવવા માટે મોટાભાગે ઘરથી બહાર જ રહે છે. વળી અમુક લોકો એવા પણ હોય છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વારની પાસે જ ભૂમિગત પાણીની ટાંકી અને બોરિંગનું નિર્માણ કરાવી લે છે. આવું કરવાથી ઘરમાં ચોરી થવાની સંભાવના વધી જાય છે. આ પ્રકારના ઘરમાં જે મહિલાઓ રહે છે. તેમનું મન ખૂબ જ ચંચળ હોય છે. તે ખૂબ જ ઓછા સમય માટે ઘરમાં ટકી શકે છે.

તેના સિવાય અમુક લોકો એવા પણ હોય છે જે ઉત્તરમુખી જમીનમાં પશ્ચિમ દિશામાં વધારે જગ્યા ખાલી હોવાથી તેને ત્યાં ને ત્યાં જ છોડી દેતા હોય છે. આ પ્રકારના ઘરમાં રહેનાર પુરુષોને શારીરિક, માનસિક તેમજ આર્થિક સમસ્યાઓ માંથી પસાર થવું પડે છે. સાથે જ જો ગંદા પાણીનો નિકાલ અને સેપ્ટિક ટેન્ક ઉત્તરમુખી ઘરમાં દક્ષિણ દિશામાં રાખેલી હોય તો વાસ્તુ શાસ્ત્ર મુજબ તેને પણ અનુકૂળ માનવામાં આવતું નથી. આવું કરવાથી પરિવારની સ્ત્રીઓ હંમેશા કષ્ટમાં રહે છે. આજે અમે તમને ઉત્તરમુખી ઘર સાથે જોડાયેલ અમુક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

ધ્યાન રાખો ઉત્તરમુખી ઘર સાથે જોડાયેલ આ ખાસ વાતો

  • ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે ઉત્તર દિશા ઘરના મધ્યભાગથી હંમેશા નીચી હોવી જોઈએ.
  • ઘરની ઉત્તર દિશામાં જો ગેસ્ટરૂમ કે પછી પૂજા ઘર બનાવવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે.
  • ઉત્તર દિશામાં કિચન બનાવવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઇ રહે છે.

  • જો તમે ઈચ્છો છો કે ઘરના સદસ્યોની વચ્ચે પ્રેમ જળવાઈ રહે તો ઉત્તર દિશામાં કોઈપણ તૂટેલી દિવાલ હોવી ના જોઈએ. દિવાલમાં પડેલ તિરાડને પણ અશુભ માનવામાં આવે છે.
  • હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં ભૂમિગત પાણીની ટાંકી બનાવો. તેનાથી ઘરમાં જે લોકો રહે છે તેને ધન સંચય કરવામાં મદદ મળે છે.
  • ઉત્તર દિશામાં ટોયલેટ કે બાથરૂમ બનાવવાથી બચવું જોઈએ.
  • પ્રયત્ન કરો કે ઉત્તર દિશાની તરફ ટેરેસ ખુલ્લી રાખો. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *