ધનની વૃદ્ધિ માટે વડીલોએ બતાવ્યા છે આ ૫ કામ, સાંજના સમયે કરવાથી ધનની દેવી માં લક્ષ્મી કરે છે ધનની વર્ષા

ધન પ્રાપ્તિ માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો કરતા હોય છે. દિવસ રાત મહેનત કરીને લોકો વધારેમાં વધારે પૈસા કમાવવાની કોશિશ કરતા હોય છે, પરંતુ એવા ઘણા ઓછા લોકો હોય છે જેમને પૈસા કમાવવામાં સફળતા મળે છે. મોટાભાગના લોકોને નિરાશાનો જ સામનો કરવો પડે છે. આમ તો જોવામાં આવે તો વર્તમાન સમયમાં પૈસા બધા જ લોકોની પહેલી જરૂરિયાત છે. પૈસા વગર કોઈપણ કામ સંભવ નથી. દરેક જગ્યાએ પૈસાની જરૂર પડતી હોય છે.

તમે એવું સમજી શકો છો કે પૈસા વગર જીવન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ છે. શાસ્ત્રોમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેની મદદથી વ્યક્તિ ધનની પ્રાપ્તિ કે પછી વૃદ્ધિ કરી શકે છે. પરંતુ આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા ઉપાયોના વિશે નહીં પરંતુ વડીલોએ આપેલી સલાહના વિશે ઉલ્લેખ કરીશું. વડીલોની સલાહ અનુસાર જો સાંજના સમયે અમુક કાર્ય કરવામાં આવે તો તેનાથી ધન લાભ પ્રાપ્તિની સંભાવનાઓ વધી જાય છે. તો ચાલો જાણી લઈએ આખરે તે કામ ક્યાં છે ?

સૂર્યાસ્ત સમયે કરો આ કામ

આપણા ઘરનું પૂજા ઘર આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. વડીલોની સલાહના અનુસાર ક્યારેય પણ પૂજાઘરમાં પૂર્વજોની તસવીર ના રાખવી જોઈએ. તેના સિવાય જો તમે તમારા ઘરની અંદર પૂર્વજોની તસવીર રાખેલી હોય તો તમારે દરરોજ નિયમિત રૂપથી જ્યારે સુરજ આથમી રહ્યો હોય તો તે સમય દરમિયાન પૂર્વજોની તસવીરની સામે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જીવનમાં ધનની તંગીમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે.

સૂર્યાસ્ત બાદ ખાલી હાથે ઘરે ના આવો

મોટાભાગના લોકોનું જોવામાં આવ્યું છે કે પોતાના કામધંધા પરથી ઘરે પરત ફરતા સમયે ખાલી હાથ ઘરે આવે છે. પરંતુ વડીલોની સલાહ અનુસાર તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ ઘરે ખાલી હાથે આવવું ના જોઈએ. જો તમે સાંજના સમયે ઘરે પરત આવી રહ્યા હોય તો તમારી સાથે કંઈક ને કંઈક લઈને જરુર આવવું જોઈએ. આવું કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા જળવાઇ રહેશે.

સૂર્યાસ્ત બાદ શંખ ના વગાડો

માન્યતા અનુસાર જે ઘરની અંદર શંખ હોય છે. તે ઘરમાં હંમેશા ધનની દેવી માતા લક્ષ્મીજી નિવાસ કરે છે. વડીલોની સલાહના અનુસાર દરેક મનુષ્યે પોતાના ઘરમાં શંખ જરૂર રાખવો જોઈએ. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યાસ્ત બાદ તમારે શંખ વગાડવાની ભૂલ કરવી ના જોઈએ. કારણ કે જો તમે સાંજના સમયે શંખ વગાડો છો તો તેનાથી તમારે ધનહાનિનો સામનો કરવો પડી શકે છે.

આ વાતોનું રાખવું ધ્યાન નહીંતર રિસાઈ જશે માં લક્ષ્મી

મનુષ્યએ પોતાના ઘરની અંદર સવારે અને સાંજે પૂજા-પાઠ અને આરતી જરૂર કરવી જોઈએ. તેનાથી દેવી-દેવતાઓના આશીર્વાદ હંમેશા પરિવારની ઉપર જળવાઈ રહે છે અને ધનની દેવી માતા લક્ષ્મીજી પણ પ્રસન્ન રહે છે. જો તમે ઈચ્છતાં હોય કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઘર પરિવાર પર સદાય જળવાઈ રહેતો તમારે તમારા ઘરનું વાતાવરણ હંમેશા ખુશખુશાલ બનાવી રાખવું જોઈએ. સાંજના સમયે ક્યારેય પણ કોઈપણ વાતને લઈને વાદવિવાદ કરવો ના જોઈએ. જો સાંજના સમયે તમારા ઘરનું વાતાવરણ અશાંત રહેશે તો માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે.

સાંજે લેવડ-દેવડ કરવી નહિ

વડીલોની સલાહના અનુસાર સાંજના સમયે ક્યારેય પણ પૈસાની લેવડ-દેવડ કરવી ના જોઈએ. કારણકે તેના કારણે તમારા ઘરની લક્ષ્મી બીજા ઘરમાં ચાલી જાય છે.