ધન રાશિ ૨૦૨૧ : વૈદિક જ્યોતિષ પર આધારિત ધન રાશિનું રાશિફળ, જાણો ધન રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ ૨૦૨૧

રાશિચક્રમાં ધનરાશિ નવમા નંબર પર આવે છે. આ રાશિનું ચિન્હ ધનુષધારી છે અને સ્વામી બૃહસ્પતિ છે. આ રાશિના લોકો ખુલ્લા વિચારોવાળા હોય છે અને દરેક વ્યક્તિની ભાવનાઓને ખૂબ જ સારી રીતે સમજતા હોય છે. ધન રાશિના જાતક સ્પષ્ટવાદી હોવાની સાથે સાથે ખૂબ જ નીડર અને આત્મવિશ્વાસુ પણ હોય છે. આ રાશિની યુવતીઓ ગૃહિણી બનવાની જગ્યાએ સફળ કરિયર બનાવવાની ઇચ્છા રાખતી હોય છે. તે અન્ય લોકોના મામલાઓમાં દખલગીરી કરતી નથી અને પોતાના કામથી કામ રાખે છે. આ રાશિના જાતકોને પ્રામાણિક લોકો ખૂબ જ પસંદ હોય છે. જો તમારી રાશિ ધન છે અને તમારા મનમાં પણ એવા સવાલો ફરી રહ્યા હોય કે વર્ષ ૨૦૨૧માં તમારી આર્થિક, પારિવારિક, સ્વાસ્થ્ય, કરિયર અને પ્રેમ જીવન કેવું રહેશે ? તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વૈદિક જ્યોતિષ પર આધારિત ધન રાશી ૨૦૨૧ રાશિફળ તમારા બધા જ સવાલોનો જવાબ આપશે.

આર્થિક સ્થિતિ

નવા વર્ષમાં વેપારમાં ભાગીદારીથી તમને નફો થશે. મે અને જૂનનાં મહિનામાં વ્યવસાયમાં કોઈ નવો પ્રયોગ કરવો નહી, નહીતર નુકસાન ભોગવવું પડી શકે છે. વર્ષના અંત સુધીમાં તમને આવકના નવા અવસર પ્રાપ્ત થશે. નવા વર્ષમાં પરિસ્થિતિઓ વધારે સકારાત્મક રહેશે. સપ્ટેમ્બર મહિનામાં કોઈ સારા સમાચાર તમને પ્રસન્ન કરી દેશે. કોઈ લાભકારી યોજનાથી ઘણા બધા પૈસા કમાઈ શકશો. વિરોધીઓની ઈર્ષાનાં કારણે તમારું કોઇ કાર્ય અધૂરું રહી શકે છે, જેનાથી ધન હાનિ થઈ શકે છે.

સ્વાસ્થ્ય

નવા વર્ષમાં તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આમ તો આ વર્ષે કોઈ ગંભીર બીમારી થવાના યોગ નથી પરંતુ તેમ છતાં પણ તમારે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. તમારું અને તમારા પરિવારમાં બધા લોકોનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. જુલાઇથી લઇને ઓગસ્ટનાં મહિનાની વચ્ચે માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. આંખોમાં તકલીફ થઈ શકે છે. હૃદયની સમસ્યા પરેશાન કરી શકે છે. સિઝનની બીમારીઓથી અમુક સમયે સ્વાસ્થ્ય નરમ-ગરમ રહી શકે છે. સૂર્યોદય પહેલા ઉઠવાની આદત પાડવી જોઈએ.

પારિવારિક જીવન

સાચા સમય પર તમારા દ્વારા કરવામાં આવેલી સહાયતા કોઈ પરિવારને મોટી સમસ્યામાંથી બચાવી શકે છે. મકાન નિર્માણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસો સફળ થશે. પોતાના પરિવારની સાથે સમય પસાર કરવો કારણકે તેમને એવું મહેસુસ થશે કે તમે તેમનો ખ્યાલ રાખો છો. દાંપત્યજીવનમાં પરસ્પર સહયોગનું વાતાવરણ રહેશે. માર્ચ મહિનામાં તમને પરિવારની સાથે કોઇ ધાર્મિક યાત્રા પર જવાનો અવસર મળી શકે છે. જો તમે પોતાની વાણી પર કાબૂ નહી રાખો તો તમારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી શકે છે. બાળકોની સાથે પસાર કરવામાં આવેલો સમય તમને શાંતિ આપશે.

પ્રેમજીવન

પ્રેમ સંબંધો માટે નવું વર્ષ સામાન્ય રહેશે. તમારા જીવનમાં સાચા પ્રેમનું આગમન થશે. જીવનસાથીની સાથે ચાલી રહેલા મતભેદો ઓછા થશે. લાઈફ પાર્ટનરની સાથે તમારા સંબંધોમાં મધુરતા આવશે પરંતુ પોતાના પાર્ટનરને કોઈપણ પ્રકારથી નજર અંદાજ કરવાની ભૂલ ના કરવી. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પ્રેમ સંબંધોમાં થોડી કડવાહટ રહેશે. જે નવા પ્રેમીઓ છે તે પોતાના પ્રિયની સામે પ્રેમ વ્યક્ત કરી શકે છે.

કરિયર

તમારી યોગ્યતા, ક્ષમતા અને મિત્ર સંપર્ક ક્ષેત્રમાં તમને ઉન્નતિ પ્રદાન કરશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને ધગશની પ્રશંસા કરવામાં આવશે અને તમારું પ્રમોશન પણ થઈ શકે છે. સિનિયર્સ અધિકારી તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. જે લોકો એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે, તેમને વધારે સફળતા મળવાના યોગ છે. નોકરીયાત લોકો માટે એપ્રિલ મહિનામાં સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં કરિયર બનાવવા વિશે વિચારી રહ્યા છો તો તેમાં તમારે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

વૈદિક ઉપાય

દરરોજ મંદિરે જવું અને કાગડા, ગાય અને કૂતરાને રોટલી ખવડાવવી, પુણ્ય મળશે. કાળા કૂતરાને શનિવારના દિવસે સરસોનું તેલ ચોપડેલી રોટલી ખવડાવવી અને પીપળાના વૃક્ષની નીચે ઘી નો દીવો પ્રગટાવવો, ધનની પ્રાપ્તિ થશે. ગરીબ જરૂરિયાતમંદ લોકોની મદદ જરૂર કરવી.

શુભ મહિનો અને શુભ રંગ

આ વર્ષે ધન રાશિના જાતકો માટે ઓક્ટોબર અને નવેમ્બરનો મહિનો શુભ રહેશે. મકાન સંબંધિત કાર્યોની શરૂઆત કરવા માટે આ મહિનો ખૂબ જ શુભ છે. રંગમાં ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. ગુલાબી રંગના કપડા પહેરવાથી તમારું ભાગ્ય મજબૂત થશે.