ધન રાશિ
ધન રાશિ વાળા લોકો માટે વર્ષનો છેલ્લો મહિનો શુભ અને સૌભાગ્યશાળી સાબિત થઈ શકે છે. મહિનાની શરૂઆતમાં તમારે કામના સંબંધમાં ટુંકા અથવા લાંબા અંતરની મુસાફરી પર જવું પડી શકે છે. યાત્રા દરમિયાન તમે ઘણા પ્રભાવશાળી લોકોને મળશો, જેની મદદથી તમને લાભની યોજનાઓમાં જોડાવાની અથવા લાંબા સમયથી અધુરા રહેલા કામ પુરા કરવાની તક મળશે. આ સમય દરમિયાન કુંવારા લોકોનાં લગ્ન નક્કી થઈ શકે છે. પરિવારમાં માંગલિક કાર્યક્રમ થશે અને પરિવારનાં સભ્યો સાથે હસી-ખુશીમાં સમય પસાર કરવાની તક મળશે. આર્થિક રીતે ડિસેમ્બર મહિનો તમારા માટે ખુબ જ શુભ રહેવાનો છે. નોકરીયાત લોકો માટે આવકનાં નવા સ્ત્રોત બનશે જ્યારે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ઈચ્છિત લાભ મળશે. જો તમે લાંબા સમયથી તમારા બિઝનેસને વધારવાનું વિચારી રહ્યા છો તો આ મહિને તે પુર્ણ થતું જોવા મળશે પરંતુ જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો તમને તમારું એકાઉન્ટ ક્લિયર કરવાની અને આગળ વધવાની સલાહ આપવામાં આવશે.
મહિનાનાં મધ્યમાં તમને તમારા સિનિયર અને જુનિયર બંનેનો સંપુર્ણ સહયોગ મળશે. તમારા બધા પ્રોજેક્ટ્સ સમય પહેલા જ પુરા થઈ જશે, જેનાં કારણે કામનાં ક્ષેત્રમાં તમારી વિશ્વસનીયતા ચારેય તરફ ફેલાશે. ધાર્મિક-સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકોને માન-સન્માન મળશે. મહિનાના ત્રીજા અઠવાડિયામાં તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે નહિતર તમારું કામ પણ બગડી શકે છે. આ સમય દરમિયાન લોકોની નાની-નાની વાતોને નજરઅંદાજ કરવી સારું રહેશે. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય અને સંબંધ બંને પર ખુબ જ ધ્યાન આપવાની જરૂર રહેશે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ ડિસેમ્બર મહિનો તમારા માટે અનુકુળ રહેવાનો છે. લવ પાર્ટનર સાથે પ્રેમ અને તાલમેલ વધશે. લગ્નજીવન સુખમય રહેશે.
ઉપાય : દરરોજ ભગવાન શ્રી વિષ્ણુની પુજામાં શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને ગુરુવારે પીળા ચંદન અને પીળા કલરનાં કપડા પહેરો.
મકર રાશિ
મકર રાશિ વાળા લોકો માટે વર્ષનો છેલ્લો મહિનો મિશ્રિત ફળ આપનારો રહેશે. મકર રાશિ વાળા લોકોએ આ મહિને ઈચ્છિત સફળતા મેળવવા માટે સારો તાલમેલ રાખવો પડશે. જો તમે આવું કરવામાં સફળ થશો તો તમે તમારા દરેક કાર્યો સમયસર પુરા થશે અને તમે તમારા જીવન સંબંધિત તમામ અવરોધોને સરળતાથી દુર કરી શકશો. મહિનાની શરૂઆતમાં કામનાં ક્ષેત્રમાં તમારા વિરોધીઓ તમારા પર હાવી થવાનો પ્રયાસ કરી શકે છે અથવા તમને તમારા લક્ષ્યથી વિચલિત કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે ખુબ જ શાંત રહીને તમામ પડકારોનો સામનો કરવો પડશે. માત્ર કામનાં ક્ષેત્રમાં જ નહી પરંતુ પરિવારની મુશ્કેલીઓમાં પણ તમારી પરીક્ષા થતી જોવા મળશે. કેટલાક લોકો પુર્વજોની સંપત્તિનાં ભાગલામાં અવરોધ લાવી શકે છે. આવા વિવાદો ઉકેલવા માટે તમારે કોર્ટનાં ધક્કા ખાવા પડી શકે છે. ડિસેમ્બરનાં બીજા અઠવાડિયામાં તમને તમારી બધી જ સમસ્યાઓ માંથી થોડી રાહત મળી શકે છે.
આ સમય દરમિયાન તમને તમારા મિત્રોનો ભરપુર સહયોગ મળશે, જેની મદદથી તમે સમયસર તમારા દરેક કામ પુરા કરી શકશો. મહિનાનાં મધ્યમાં તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. આ સમય દરમિયાન ઋતુની અથવા કોઈ લાંબી બિમારીનાં કારણે તમે પરેશાન થઈ શકો છો. જોકે આ સમય તમારા કામની દ્રષ્ટિએ શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમને સત્તા-સરકાર સાથે જોડાયેલા મામલાઓમાં ઈચ્છિત સફળતા મળશે. આ સમય દરમિયાન કરિયર-ધંધાને લઈને કરેલી યાત્રાઓ શુભ અને લાભકારી સાબિત થશે. તમને વ્યવસાયમાં ઇચ્છિત નફો મળશે. મુંઝવણની સ્થિતિમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કોઈ મોટો નિર્ણય લેવાથી બચવું. પ્રેમ સંબંધમાં લાગણીઓમાં આવીને કોઈપણ ખોટો નિર્ણય લેવાથી બચવું પડશે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો પ્રયાસ કરો. જીવનનાં ઉતાર-ચઢાવમાં જીવનસાથી તમને પુરો સાથ આપશે.
ઉપાય : હનુમાનજીની પુજા કરો અને દરરોજ શ્રી સુંદરકાંડનો પાઠ કરો.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા લોકો માટે ડિસેમ્બર મહિનાની શરૂઆત શુભ અને સૌભાગ્યશાળી રહેશે. આ સમય દરમિયાન તમને ભુતકાળમાં કરવામાં આવેલી સખત મહેનત અને પ્રયત્નોનાં ઇચ્છિત પરિણામો મળશે. સરકારના સહયોગથી તમને ધન લાભ થશે. નોકરિયાત લોકોનું મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારી આ ઇચ્છા પણ ડિસેમ્બર મહિના દરમિયાન પુરી થઈ શકે છે. મહિનાના બીજા સપ્તાહમાં લાંબા સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતા તમે રાહતનો શ્વાસ લેશો. આ સમય દરમિયાન તમને મિત્રો સાથે પિકનિક પાર્ટી કરવાની તક મળશે. પરિવારના કોઈ પ્રિય સભ્યને મોટી સફળતા મળવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. ધંધા સાથે સંકળાયેલા લોકો માટે આ મહિનાનો મધ્ય ભાગ ખુબ જ શુભ સાબિત થશે.
આ સમય દરમિયાન બજારમાં ફસાયેલા તેમના પૈસા અનપેક્ષિત રીતે બહાર આવશે. જ્યારે નોકરીયાત લોકોને આવકનાં વધારાના સ્રોત મળશે. આ સમય દરમિયાન તમારી અંદર નિર્ણયો લેવાની ક્ષમતા વધશે અને તમે જે પણ નિર્ણય લેશો તે યોગ્ય સાબિત થશે. પરીક્ષા-સ્પર્ધાની તૈયારી કરતા લોકોને આ સમય દરમિયાન સારા સમાચાર મળશે. વ્યાવસાયિક અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓ અને કમિશન પર કામ કરતા લોકોને પણ આ અઠવાડિયે ઇચ્છિત પરિણામો મળશે. મહિનાનાં ઉત્તરાર્ધમાં ગૃહસ્થ મહિલાઓનું મન ધાર્મિક કાર્યોમાં વધારે વ્યસ્ત રહેશે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સામાન્ય રહેવાનો છે. લવ પાર્ટનર સાથે પ્રેમ અને મધુરતા વધશે. પરણિત લોકોને પોતાનાં જીવનમાં જીવનસાથી સાથે વધારે સારું સંકલન જોવા મળશે.
ઉપાય : હનુમાનજીની પુજામાં દરરોજ ૭ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શનિવારે સાંજે પીપળાની નીચે સરસવનાં તેલનો દિવો પ્રગટાવો.
મીન રાશિ
મીન રાશિ વાળા લોકો માટે વર્ષનો છેલ્લો મહિનો શુભ અને સૌભાગ્યદાયક રહેશે. મહિનાની શરૂઆતથી જ તમને તમારા કાર્યમાં ઇચ્છિત સફળતા મળવાની શરૂઆત થશે. ખાસ વાત એ છે કે આખો મહિનો કામને સાકાર કરવામાં કે સપનાઓ પુરા કરવામાં તમને દરેક લોકોનો પુરો સાથ મળતો રહેશે. જે લોકો પોતાનો ધંધો કે કોઈપણ કામ પોતે કરે છે, તેમનાં માટે ડિસેમ્બર મહિનાની શરૂઆત ખુબ જ શુભ સાબિત થશે. ડિસેમ્બર મહિનો વ્યાવસાયિક લોકોને તેમનાં કાર્યક્ષેત્રમાં ઇચ્છિત સફળતા અપાવશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો બજારમાં તેમનું વર્ચસ્વ વધારશે અને તેમને ઈચ્છિત લાભ મળશે. જે લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, તેમને આ મહિનાના પુર્વાર્ધમાં કેટલાક મોટા પ્રોજેક્ટ મળી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખુબ જ શુભ સાબિત થશે. તેમને કોઈ વિશેષ પદ મળી શકે છે અથવા જવાબદારી મળી શકે છે. સરકાર કે પક્ષમાં તેમનું સન્માન વધશે.
જે લોકો લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેમને ડિસેમ્બર મહિનાના મધ્યમાં વધારે સારી તક મળી શકે છે. જોકે આવું કરતી વખતે તમારે તમારા શુભેચ્છકોની સલાહ લેવી જોઇએ. પરીક્ષા-સ્પર્ધાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમને ઇચ્છિત સફળતા મળી શકે છે. મહિનાનાં ઉત્તરાર્ધમાં યુવાનોનો મોટાભાગનો સમય મોજ-મસ્તીમાં પસાર થશે. આ સમય દરમિયાન તમે ઘર અને પરિવાર સાથે લાંબા અથવા ટુંકા અંતરની મુસાફરી પર જઈ શકે છે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે અનુકુળ સાબિત થશે. કોઈની સાથેની તાજેતરની મિત્રતા પ્રેમમાં બદલાય શકે છે. જે લોકો પહેલેથી જ પ્રેમ સંબંધમાં છે, તેમનો પરસ્પર વિશ્વાસ વધશે. તમારું લગ્નજીવન સુખમય રહેશે. મહિનાના અંતે જો બાળકને લગતી કોઈપણ સમસ્યા દુર થાય તો તમે રાહતનો શ્વાસ લેશો. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
ઉપાય : દરરોજ ભગવાન શ્રી વિષ્ણુની પુજામાં કેસરનું તિલક લગાવો અને નારાયણ કવચનો પાઠ કરો.