ધન થી મીન રાશિ સુધીનું સાપ્તાહિક રાશિફળ ૨૮ નવેમ્બર થી ૦૪ ડિસેમ્બર ૨૦૨૨ : આ અઠવાડિયામાં વર્ષો બાદ બની રહ્યો છે સંયોગ, આ રાશિ વાળા લોકો રાતોરાત કરોડપતિ બની શકે છે

ધન રાશિ

Advertisement

ધન રાશિ વાળા લોકો આ અઠવાડિયે પોતાની સમજણથી પોતાના બધા જ કામ યોગ્ય સમયસર પુરા કરવામાં સફળ થશે. નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું ભાગ્યશાળી સાબિત થશે. જો તમારું લાંબા સમયથી પ્રમોશન કે ટ્રાન્સફર અટકેલું છે તો આ અઠવાડિયે તમારી તે ઈચ્છા આડે આવી રહેલા બધા જ વિઘ્નો દુર થઈ જશે. કામનાં ક્ષેત્રમાં ષડયંત્ર રચી રહેલા વિરોધીઓ પરાસ્ત થશે. જે લોકો કમિશન કે પછી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, તેમને અપેક્ષાથી વધારે સફળતા અને લાભ પ્રાપ્ત થશે. અઠવાડિયાનાં મધ્યમાં અચાનક થી લાંબી કે નાના અંતરની યાત્રા પર જવું પડી શકે છે.

તમારી આ યાત્રા સુખદ, લાભપ્રદ અને સંબંધોને વધારવા વાળી સાબિત થશે. જમીન-સંપતિનાં કામની કામના પુરી થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. અઠવાડિયાનાં અંતમાં કોઈ માંગલિક કાર્યક્રમમાં સામેલ થવાનાં અવસર પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આ અઠવાડિયું તમારા માટે સંપુર્ણ રીતે અનુકુળ છે. લવ પાર્ટનર સાથે હસી-ખુશીમાં સમય પસાર કરવાનાં અવસર પ્રાપ્ત થશે. તમારું લગ્નજીવન સુખમય રહેશે.

ઉપાય – દરરોજ સુર્યદેવને અર્ધ્ય આપો અને નારાયણ કવચનો પાઠ કરો.

મકર રાશિ

મકર રાશિ વાળા લોકો માટે ગયા અઠવાડિયાના પ્રમાણમાં આ અઠવાડિયું વધારે શુભ અને અનુકુળતા વાળું રહેવાનું છે. અઠવાડિયાની શરૂઆતમાં પરિવારનાં કોઈ વડીલ વ્યક્તિની મદદથી ભાઈ-બહેન સાથે ચાલી રહેલા મતભેદ દુર થશે. પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થશે. જે લોકો વિદેશમાં કરિયર કે વ્યવસાય કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે તેમનાં માર્ગમાં આવતી અડચણો દુર થઈ શકે છે. નોકરી કરતા લોકોને અઠવાડિયાની શરૂઆતમાં પોતાનાં કામનાં ક્ષેત્રમાં કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, તેનાં કારણે કામનાં ક્ષેત્રમાં તેમનું માન અને સન્માન વધશે. આ અઠવાડિયે આયાત-નિયાત કરવાવાળા વેપારીઓને મોટો લાભ થઈ શકે છે. ધંધામાં આગળ વધવાની યોજના ફલીભુત થશે. આ અઠવાડિયાનાં અંતમાં પરિવાર સાથે કોઈ પર્યટન સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બનાવી શકો છો. પ્રેમ સંબંધોમાં ઉત્પન્ન થયેલી ગેરસમજણ દુર થશે અને પરસ્પર વિશ્વાસ વધશે. લગ્નજીવન સુખમય રહેશે.

ઉપાય :  હનુમાન ચાલીસાનાં પાઠ કરો અને શનિવારનાં દિવસનું વ્રત રાખવું અને શનિદેવનાં ૧૦૮ નામ વાળા મંત્રનો પાઠ કરવો.

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા લોકોએ આ અઠવાડિયું મનગમતી સફળતા મેળવવા માટે વધારે પરિશ્રમ અને પ્રયાસની જરૂરિયાત રહેશે. નોકરીયાત લોકોએ પોતાના કાર્ય ક્ષેત્રમાં તે લોકોથી વધારે સાવધાન રહેવું પડશે, જે હંમેશા તમારા કામમાં વિઘ્નો ઉત્પન્ન કરવાની કોશિશ કરતાં રહે છે. આ અઠવાડિયે ઘર અને બહાર બંને જગ્યાએ લોકોની નાની-મોટી વાતોને નજરઅંદાજ કરવી સારું રહેશે. અઠવાડિયાનાં મધ્યમાં તમને અચાનકથી લાંબી યાત્રા કે નાની યાત્રા પર જવું પડી શકે છે. યાત્રા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય અને સામાન બંને પર ખુબ જ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

વાહન સાવધાનીપુર્વક ચલાવવું નહિતર દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે. આ અઠવાડિયે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે. કામકાજી મહિલાઓને ઘર અને કાર્યક્ષેત્ર વચ્ચે તાલમેલ જાળવવામાં મુશ્કેલી આવી શકે છે. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો આ દરમિયાન કોઈ જોખમી યોજનાઓમાં પૈસાનું રોકાણ કરવું નહિ. પ્રેમ સંબંધમાં સાવધાનીથી આગળ વધવું અને તમારા લવ પાર્ટનરની મજબુરી અને ભાવનાને સમજવાનો પ્રયાસ કરવો. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને થયેલી બોલાચાલી તમારા તણાવનું મોટું કારણ બની શકે છે.

ઉપાય – દરરોજ વિધિ-વિધાનથી હનુમાનજીની ઉપાસના અને બજરંગબાણનાં પાઠ કરવા. શનિવારનાં દિવસે પીપળાનાં ઝાડની નીચે સરસવનાં તેલ નો દિવો પ્રગટાવવો.

મીન રાશિ

મીન રાશિ વાળા લોકોનાં દરેક કામ આ અઠવાડિયે સમયસર પુરા થશે, જેનાં કારણે તેમની અંદર એક અલગ જ ઉત્સાહ રહેશે. કોઈપણ કામની યોજનાને પુરી કરવામાં જીવનસાથી તમારી પુરી મદદ કરશે. નોકરી કરતા લોકોને આવકનાં વધારાનાં સ્ત્રોત મળશે. આ અઠવાડિયાની શરૂઆતમાં તમે સુવિધા સાથે જોડાયેલી વસ્તુઓ બેફામ ખર્ચાઓ કરી શકો છો. ઘરની જરૂરી વસ્તુઓની પ્રાપ્તિથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. આ અઠવાડીયું આઈટીનાં ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ખુબ જ શુભ તથા પ્રગતિકારક રહેશે.

રાજકારણ સાથે જોડાયેલા લોકોને પણ અચાનકથી કોઈ મોટું પદ કે મહત્વની જવાબદારી મળી શકે છે. યુવાનોનો મોટાભાગનો સમય મોજ-મસ્તીમાં પસાર થશે. આ અઠવાડિયાનાં અંત સુધીમાં તમારા લગ્ન નક્કી થઈ શકે છે. સિંગલ લોકોનાં જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. હાલમાં થયેલી મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાય શકે છે. વળી જે લોકો પહેલાથી પ્રેમ સંબંધમાં છે, તેમનાં રિલેશનમાં પરસ્પર વિશ્વાસ વધશે. તમારું લગ્નજીવન સુખમય રહેશે.

ઉપાય – દરરોજ ભગવાન શ્રી વિષ્ણુની વિધિ-વિધાનથી પુજા કરો અને ગુરુવારનાં દિવસે કેળાના ઝાડને જળ ચઢાવો.

Advertisement