ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે અને ભગવાન પાસેથી ધન પ્રાપ્તિની કામના કરવામાં આવે છે. ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી આર્થિક સંકટ દૂર થઈ જાય છે અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા બધા જ કષ્ટ પણ ખતમ થઇ જાય છે. તેથી તમારે પણ ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા અવશ્ય કરવી જોઈએ.
કોણ છે ધન્વંતરી ભગવાન
શાસ્ત્રોના અનુસાર ભગવાન ધન્વંતરી વિષ્ણુજીનો અવતાર છે અને કાર્તિક કૃષ્ણ ત્ર્યોદશીનાં દિવસે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથન દરમિયાન પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધન્વંતરીનાં પ્રગટ થવા પર જ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. માન્યતા છે કે ચિકિત્સા વિજ્ઞાનના વિસ્તાર માટે ભગવાન વિષ્ણુએ ધન્વંતરીનો અવતાર લીધો હતો.
ક્યારે છે ધનતેરસ
આ વર્ષે ધનતેરસનો તહેવાર ૧૩ નવેમ્બરના રોજ આવી રહેલ છે અને ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે. વળી આ વર્ષે ધનતેરસની પૂજા કરવાનું શુભ મુહૂર્ત ક્યારથી શરૂ થાય છે અને ક્યાં સુધી છે તેની જાણકારી આ પ્રકારે છે.
ધનતેરસ પૂજા મુહૂર્ત :
૧૩ નવેમ્બર ૨૦૨૦ ના રોજ સાંજના ૭ વાગ્યેને ૮ મિનિટથી રાત્રિના ૮ વાગ્યાને ૧૩ મિનિટ સુધી.
આ રીતે કરો પૂજા
ધનતેરસનાં દિવસે પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી અને ઘરમાં બરકત જળવાઈ રહે છે. ધનતેરસના દિવસે તમારે નવી વસ્તુ જેવી કે સોનુ-ચાંદી, વાસણ, નવા કપડા, ગાડી વગેરે ચીજો જરૂર ખરીદવી જોઈએ. શુભ મુહૂર્ત દરમિયાન આ ચીજોને ખરીદ્યા બાદ તમારે સાંજના સમયે પૂજા જરૂર કરવી જોઈએ. ધનતેરસની પૂજા વિધિ શું હોય છે તે આ પ્રકારે છે.
- તમારે સાંજના સમયે મા લક્ષ્મી, શ્રી ગણેશ, કુબેર ભગવાન અને ભગવાન ધન્વંતરિની પૂજા અવશ્ય કરવી જોઈએ.
- આ બધા ભગવાનની મૂર્તિ એક સાથે રાખી દેવી. બાદમાં તમારે ભગવાનની મૂર્તિ પર ફળ અને ફૂલ અર્પિત કરવા.
- જો તમે આ દિવસે ચાંદી, સોનુ કે કોઈ વાસણ ખરીદો છો તો તેને ભગવાનની સામે રાખી દેવા અને તેના પર તિલક જરૂર કરવું.
- આ બધું કર્યા બાદ ભગવાનને ભોગ લગાવવો અને દિવો પ્રગટાવવો. ત્યારબાદ ગણપતિજીનું નામ લઇને પોતાની પૂજા શરૂ કરવી.
- આરતી પૂર્ણ કર્યા બાદ ભગવાન પાસે સુખી જીવનની કામના કરવી. પૂજા પૂરી થયા બાદ સરસવના તેલનો દિવો પોતાનાં ઘરનાં મુખ્ય દરવાજાની બહાર રાખી દેવો અને બની શકે તો મુખ્ય દરવાજા પર રંગોળી પણ બનાવવી.