ધનતેરસનાં દિવસે આ ચીજોની ખરીદી કરવી હોય છે અશુભ, જાણો શું ખરીદી શકો છો અને શું નહી

Posted by

દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી હવે થોડા જ દિવસોમાં આવી રહ્યો છે. લોકો તો અત્યારથી જ આ તહેવારની તૈયારીઓમાં લાગી ગયા છે. ઘરની સાફ-સફાઇ થી લઈને શોપિંગ સુધી બધું જ પ્લાનિંગ થવા લાગે છે. આમ તો દિવાળી મુખ્ય રૂપથી પાંચ દિવસની હોય છે. તેમાં એક મુખ્ય દિવાળીની સાથે સાથે ધનતેરસનો પણ મોટો મહત્વપૂર્ણ રોલ હોય છે. ધનતેરસનાં દિવસે લોકો ધનની પૂજાપાઠ કરે છે. કહેવામાં આવે છે કે આ દિવસે ધનની પૂજા કરવાથી બરકત જળવાઈ રહે છે સાથે જ તમારી આવકમાં પણ વધારો થાય છે.

આમ તો ધનતેરસનાં દિવસે ઘરમાં કોઈ નવો સામાન ખરીદીને લાવવાની પણ પરંપરા ચાલી આવે છે. ઘણા ભારતીયો ધનતેરસ પર કંઈક ને કંઈક આઈટમ ખરીદીને જરૂર લાવે છે. જોકે ઘણા લોકો એ વાત થી પણ અજાણ છે કે ધનતેરસનાં દિવસે શું સામાન ખરીદો છો તે પણ ખૂબ જ મહત્વ રાખે છે. અમુક ખાસ પ્રકારની ચીજોને ધનતેરસનાં દિવસે ખરીદી શકતા નથી કારણ કે તે તમારા અને તમારા પરિવાર માટે અશુભ સાબિત થઈ શકે છે. તમે તેને બાકીનાં દિવસોમાં તો ખરીદી શકો છો પરંતુ ધનતેરસનાં દિવસે ખરીદવાની ભૂલ પણ ના કરતા.

ધનતેરસનાં દિવસે આટલું ના ખરીદો

આ લિસ્ટમાં સૌથી પહેલી ચીજ આવે છે લોખંડમાંથી બનેલી વસ્તુઓ. લોખંડની કે તેમાંથી બનાવવામાં આવેલ કોઈપણ ચીજ ધનતેરસનાં દિવસે ખરીદવાથી બચવું જોઈએ. આ દિવસે લોખંડ ખરીદીને ઘરમાં લાવવું શુભ માનવામાં આવતું નથી. તેથી જો તમે કોઈ નવી ચીજ લઈ રહ્યા હોય અને તેમાં લોખંડનો ઉપયોગ થયેલ હોય તો તેને ધનતેરસનાં દિવસે ના ખરીદશો. જો તમે ઈચ્છો તો તેને ધનતેરસનાં એક દિવસ પહેલા કે પછી પણ ખરીદી શકો છો. ત્યારબાદ બીજી ચીજ છે કાળા કે ભુરા રંગના કપડા. ધનતેરસ પર આ બે રંગના કપડા ખરીદવા કે પહેરવાથી બચવું જોઈએ. આ બે રંગને નકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે.

ધનતેરસનાં દિવસે આટલું જરૂર ખરીદો

ચાલો હવે જાણી લઈએ કે ધનતેરસનાં દિવસે શું ખરીદવું સૌથી વધારે લાભકારી હોય છે. જો તમે આ દિવસે સોનું કે ચાંદી ખરીદો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તેના સિવાય તાંબુ કે પિત્તળમાંથી બનાવેલી પૂજાની વસ્તુઓ પણ ખરીદી શકો છો. જો કે તમે ઈચ્છો તો ચાંદીમાંથી બનાવેલ માં લક્ષ્મીની મૂર્તિ કે સિક્કો પણ ખરીદી શકો છો. જો તમારું બજેટ ઓછું હોય તો તમે સ્ટીલ કે એલ્યુમિનિયમનાં વાસણ પણ ખરીદી શકો છો. તેની સાથે જ કોઈ ડેકોરેટિવ આઈટમ કે કપડા વગેરે પણ ખરીદી શકાય છે. પરંતુ જેમ કે અમે તમને ઉપર જણાવ્યું કે તમે કાળા અને ભૂરા રંગના કપડા ખરીદી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *