ધનતેરસ પર ચૂપચાપ કરશો આ ઉપાયો તો ઘરમાં માં લક્ષ્મી હંમેશા માટે કરશે નિવાસ

નવેમ્બર મહિનો શરૂ થતાં જ તહેવારની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. આ મહિનામાં હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી પણ આવશે અને તેના એક દિવસ પહેલા ધનતેરસ પણ મનાવવામાં આવશે. તેથી હાલના દિવસોમાં સંપૂર્ણ દેશમાં તહેવારોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. જોકે આજે અમે આ આર્ટિકલમાં ધનતેરસનાં દિવસે કરવામાં આવતા અમુક ઉપાયોનાં વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેનાથી તમને ધન લાભ થશે અને ઇચ્છિત પરિણામ પણ મળશે. તો ચાલો જાણી લઈએ આખરે ક્યાં છે તે ઉપાયો.

મહત્વપૂર્ણ છે કે ધનતેરસનાં દિવસે માં ધન્વંતરિની વિશેષ પૂજા કરવામાં આવે છે. જણાવી દઈએ કે દેવી ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ લઈને પ્રગટ થયા હતાં. માન્યતા છે કે ધનતેરસનાં દિવસે માં ધનવંતરિની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, તેના સિવાય ધનતેરસનાં દિવસે અમુક ખાસ ઉપાયો અપનાવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે.

ધનતેરસની સવારે કરો આ કામ

જ્યોતિષશાસ્ત્રનાં અનુસાર ધનતેરસના દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને અને પોતાના બંને હાથને જોડીને એકબીજાની રેખાઓને મેળવીને ચંદ્રમાની આકૃતિ બનાવવાની કોશિશ કરવી. ત્યારબાદ પોતાની હથેળીઓને ધ્યાનથી જુઓ અને હાથોને ચૂમીને પોતાના ચહેરા પર ત્રણ વાર ફેરવી લો. માન્યતા છે કે આવું કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ધનતેરસના દિવસે આ કાર્ય જરૂર કરવું.

ઘરમાં પ્રગટાવો આટલા દિવા

ધનતેરસનાં દિવસે ૧૩ દિવા ઘરની અંદર પ્રગટાવવા અને ૧૩ દિવા ઘરની બહાર પ્રગટાવવા. તેના ફેલાતા પ્રકાશથી ઘરના દુઃખ-દારિદ્રય દૂર થાય છે. એવી પણ માન્યતા છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરને ઘરમાં આવવા માટે નિમંત્રણ આપીએ છીએ, સાથે જ ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે અને સકારાત્મકતા પ્રવેશ કરે છે.

ધનતેરસના દિવસે ભૂલમાં પણ ના કરો આ કામ

ધનતેરસના દિવસે લોકો સોનાના ઘરેણા, કપડા, સામાન, ગિફ્ટ વગેરે ખરીદતા હોય છે પરંતુ ધ્યાન રાખવું કે આ દિવસે ફક્ત પોતાના ઘરના સદસ્યો માટે જ સામાન ખરીદવો. ભૂલમાં પણ કોઈ બહારના મિત્ર કે સંબંધીઓ માટે કોઈ સામાન કે ભેટ ખરીદવી નહી. માનવામાં આવે છે કે તેનાથી માં લક્ષ્મી રિસાઈને ચાલ્યા જાય છે.

જો ધન ના ટકતું હોય તો કરો આ ઉપાય

જો તમારી પાસે ધન ટકતું નથી અથવા તો તમારે હંમેશા ધનની તંગી રહે છે તો ધનતેરસથી લઈને દિવાળીની પૂજા સુધી તમારે ધનની દેવી માં લક્ષ્મીને પૂજા દરમિયાન લવીંગ જરુર ચઢાવવું. ધ્યાન રાખવું કે પૂજા દરમિયાન ફક્ત બે લવિંગ ચઢાવવા. સાથે જ એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે લવિંગ હંમેશા સંપૂર્ણ હોવું જોઈએ, તૂટેલું નહિ. જો તૂટેલું લવિંગ ચઢાવશો તો ધન લાભ મળશે નહી.

સુખ-સમૃદ્ધિ માટે ધનતેરસનાં દિવસે ખરીદો આ સામાન

ધનતેરસનાં દિવસે નવા વાસણો, નવી સાવરણી જરૂર ખરીદવી જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ પણ થાય છે.