ધનતેરસ પર જરૂર ખરીદો આ ૫ ચીજો, ઘરથી દૂર થઈ જશે તમામ કષ્ટ

Posted by

હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળીની તૈયારીઓ હાલનાં દિવસોમાં પુરા દેશમાં જોરશોરથી ચાલી રહી છે. જણાવી દઈએ કે આ વર્ષે ૧૪ નવેમ્બરના રોજ દિવાળી મનાવવામાં આવશે અને તેના ઠીક એક દિવસ પહેલા ૧૩ નવેમ્બરનાં રોજ ધનતેરસ મનાવવામાં આવશે. ધનતેરસના દિવસથી જ દિવાળીની શરૂઆત માનવામાં આવે છે. જણાવી દઈએ કે ધનતેરસના દિવસે માં ધનવંતરિની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે કંઈક નવું ખરીદવાની પરંપરા રહેલી છે, જે વર્ષોથી ચાલી આવે છે પરંતુ લોકો ઘણીવાર મૂંઝવણમાં રહે છે કે આખરે ધનતેરસના દિવસે શું ખરીદવું જોઈએ. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે આખરે ધનતેરસના દિવસે તમારે પોતાના ઘર માટે શું ખરીદવું જોઈએ.

સોનું ખરીદવું

ધનતેરસનાં દિવસે સોના કે ચાંદીના આભૂષણો જરૂર ખરીદવા જોઈએ, આવું કરવું શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે સોનુ લક્ષ્મી અને બૃહસ્પતિનું પ્રતીક હોય છે. તેથી સોનું ખરીદવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો તમે સોના કે ચાંદીમાં વધારે પૈસા ખર્ચ ના કરી શકતા હોય તો ઓછામાં ઓછું સિક્કા જરૂર ખરીદવા.

વાસણ ખરીદવા

પોતાની શક્તિનાં અનુસાર ધનતેરસનાં દિવસે તમારે થોડા વાસણ જરૂર ખરીદવા જોઈએ. તાંબુ, પિત્તળ, સ્ટીલ અને ચાંદીના વાસણો ખરીદવા શુભ હોય છે. જણાવી દઈએ કે પિત્તળનાં વાસણો લક્ષ્મી અને બૃહસ્પતિનું પ્રતીક હોય છે તેથી ધનતેરસનાં દિવસે જો તમે સોનુ ખરીદી શકતા ના હોય તો પિત્તળના વાસણ જરૂર ખરીદવા જોઈએ.

નવા વસ્ત્રો ખરીદવા

ધનતેરસનાં ઠીક એક દિવસ પછી દિવાળીનો તહેવાર આવે છે તો આ દિવસે દિવાળીના દિવસે પહેરવા માટે કપડા ખરીદવાની પરંપરા વર્ષો જૂની છે.

અન્ય વસ્તુઓ

વાસણો, ઘરેણા અને કપડાની સિવાય ધનતેરસના દિવસે લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ, રમકડા વગેરે પણ ખરીદી શકો છો. જણાવી દઈએ કે ધનતેરસનાં દિવસે માં ધન્વંતરિની સાથે-સાથે લક્ષ્મી, ગણેશ, કુબેર અને યમરાજજીની પણ પૂજા કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *