ધરતી પર બ્રહ્માજીનું ફક્ત એક જ છે મંદિર, શ્રાપનાં કારણે કરવામાં નથી આવતી તેમની પૂજા, વાંચો આ કથા

Posted by

શાસ્ત્રોનાં અનુસાર આ સંસારની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી હતી. બ્રહ્માજીએ જ આપણને આ સુંદર દુનિયા આપી છે. જો કે દુનિયા બનાવવા છતાં પણ તેમનું કોઈપણ મંદિર ધરતી પર નથી અને લોકો દ્વારા તેમની પૂજા પણ કરવામાં આવતી નથી. એક તરફ જ્યાં વિષ્ણુજી અને શિવજીનાં ભારત અને ભારતની બહાર પણ ઘણા બધા મંદિર સ્થિત છે. વળી બીજી તરફ બ્રહ્માજીનું ભારતમાં ફક્ત એક જ મંદિર છે. બ્રહ્માજીનું મંદિર આ સંસારમાં ના હોવા પાછળ એક કથા જોડાયેલી છે અને આજે અમે તમને આ કથા જણાવવા જઈ રહ્યા છીએ. પદ્મ પુરાણના અનુસાર વ્રજનાશ નામક રાક્ષસે ધરતી પર આતંક મચાવી રાખ્યો હતો. આ રાક્ષસથી લોકો ખૂબ જ દુઃખી હતાં ત્યારે બ્રહ્માજીએ આ રાક્ષસનો વધ કરવાનો નિર્ણય કર્યો અને તેને મારી નાખ્યો. વ્રજનાશ રાક્ષસને મારતા સમયે બ્રહ્માજીના હાથમાંથી ૩ જગ્યાઓ પર કમળનાં ફૂલ પડી ગયા હતાં જ્યાં જ્યાં આ ૩ કમળના ફૂલ પડયાં હતાં ત્યાં ૩ તળાવ બની ગયાં. ત્યારબાદ આ સ્થાનનું નામ પુષ્કર પડી ગયું.

સંસારની ભલાઈ માટે બ્રહ્માજીને કોઈએ ધરતી પર યજ્ઞ કરવાનું સૂચન કર્યું. ત્યારે બ્રહ્માજીએ નિર્ણય કર્યો કે તે પુષ્કરમાં જ યજ્ઞ કરશે. આ યજ્ઞને બ્રહ્માજી અને તેમની પત્નિ સાવિત્રીજી દ્વારા કરવામાં આવવાનો હતો. પરંતુ યજ્ઞ વાળા દિવસે સાવિત્રીજી સમયસર પુષ્કર પહોંચી શક્યા નહી અને તેમના વગર આ યજ્ઞ થઈ શકે નહી. તેવામાં બ્રહ્માજીએ ગુર્જર સમુદાયની એક કન્યા ગાયત્રીસે વિવાહ કરી લીધા અને તેમની પત્નિ સાવિત્રીજીનાં સ્થાન પર બેસાડીને યજ્ઞ શરૂ કરી દીધો. યજ્ઞ શરૂ થયાના થોડા સમય બાદ જ સાવિત્રીજી ત્યાં પહોંચી ગયા. સાવિત્રીજીએ જ્યારે પોતાના સ્થાન પર કોઇ અન્યને બેસેલા જોયા તો તેમને ખૂબ જ ગુસ્સો આવી ગયો.

ગુસ્સામાં સાવિત્રીજીએ બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તે એક દેવતા જરૂર છે પરંતુ તેમની પૂજા ક્યારેય પણ કરવામાં આવશે નહી. સાવિત્રીજીનાં આ શ્રાપથી દરેક લોકો હેરાન રહી ગયા. ઘણા દેવતાઓએ સાવિત્રીજીને સમજાવવાની ઘણી કોશિશ કરી અને તેમને શ્રાપ પરત લેવાનું કહ્યું. પરંતુ સાવિત્રીજીએ કોઈની પણ વાત સાંભળી નહી. વળી ગુસ્સો શાંત થવા પર સાવિત્રીજીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે બ્રહ્માજીને કહ્યું કે, આ ધરતી પર ફક્ત પુષ્કરમાં જ તમારી પૂજા થશે. જો કોઈ અન્ય વ્યક્તિ તમારું મંદિર બનાવશે તો તે મંદિરનો વિનાશ થઇ જશે.

સાવિત્રીજીનાં યજ્ઞમાં ના આવવા પર બ્રહ્માજીને બીજા લગ્ન કરવાનું સૂચન સ્વયં ભગવાન વિષ્ણુજીએ આપ્યું હતું. તેથી વિષ્ણુજીની પત્નિ દેવી સરસ્વતીએ પણ તેમને શ્રાપ આપ્યો હતો અને કહ્યું હતું કે પત્નિથી અલગ થવાનું દુઃખ તો તમારે સહન કરવું જ પડશે. આ કારણથી વિષ્ણુજીએ જ્યારે શ્રીરામજીનો અવતાર લીધો તેમણે પત્નિ સીતાથી અલગ રહેવું પડ્યું હતું.

પુષ્કરમાં જ થાય છે બ્રહ્માજીની પૂજા

પુષ્કરમાં બ્રહ્માજીનું એક જ મંદિર છે અને આ મંદિર સિવાય બીજી કોઈપણ જગ્યા પર તેમની પૂજા કરવામાં આવતી નથી. માન્યતા છે કે લગભગ ૧૨૦૦ વર્ષ પહેલા અરણ્વ વંશના એક શાસકને એક સ્વપ્ન આવ્યું હતું કે આ જગ્યા પર એક મંદિર છે ત્યારબાદ આ મંદિરના વિશે લોકોને જાણ થઈ શકી.

દર વર્ષે બ્રહ્માજીના આ મંદિરમાં મેળાનું આયોજન કરવામાં આવે છે અને દૂરદૂરથી લોકો અહીં આવીને તેમની પૂજા કરે છે. માન્યતા છે કે તેમની પૂજા કરવાથી બધાં જ પાપ નષ્ટ થઈ જાય છે. આ મંદિરની પાસે જ ૩ તળાવ સ્થિત છે, જ્યાં લોકો ડૂબકીઓ લગાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *