ધર્મેન્દ્રના કહેવા પર બોબી દેઓલે પોતાનો પહેલો પ્રેમ કરી દીધો હતો કુરબાન, આ અભિનેત્રીને કરતા હતા પ્રેમ

બોલિવૂડ અભિનેતા બોબી દેઓલની વેબ સીરીઝ “આશ્રમ” હાલમાં જ OTT પ્લેટફોર્મ પર રીલિઝ થઈ ચૂકી છે જેને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લાંબા સમય પછી બોબી દેઓલની એક્ટિંગને આટલી પ્રશંસા મળી રહી છે. આ પહેલા તેમને ઇન્ડસ્ટ્રીના ફ્લોપ અભિનેતાઓની યાદીમાં રાખવામાં આવતા હતા. જોકે અમે અહીંયા તેમની એક્ટિંગ કે તેમની વેબ સીરીઝ વિશે વાત નથી કરી રહ્યા પરંતુ તેમની લવ લાઇફના વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે તેમના પિતાના કારણે અધૂરી રહી ગઈ હતી. તો ચાલો જાણીએ શું છે પૂરો મામલો.

આમ તો બોલિવૂડ અભિનેતા બોબી દેઓલનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ ખૂબ જ ઓછા લોકો તેમના પહેલા પ્રેમ વિશે જાણતા હશે. ખબરોનું માનીએ તો બોબી દેઓલનું દિલ સૌથી પહેલાં નીલમ કોઠારી માટે ધડકતું હતું. જે તેમને ખુબ જ પ્રેમ કરતા હતા પરંતુ તેમના આ પ્રેમમાં તેમના પિતાજીએ બ્રેક લગાવી દીધી હતી. એટલું જ નહીં ધર્મેન્દ્રના કહેવા પર પછી ક્યારેય પણ બોબી દેઓલના મોઢા પર નીલમનું નામ પણ આવ્યું નહી.

પિતાના કારણે તૂટ્યો હતો બોબી દેઓલનો સંબંધ

મીડિયા રિપોર્ટસનું માનીએ તો ધર્મેન્દ્રને બોબી અને નીલમનો સંબંધ પસંદ હતો નહી. જેના કારણે તેમણે આ સંબંધ માટે મનાઈ કરી દીધી હતી. માનવામાં આવે છે કે બોબી દેઓલ અને નીલમનો સંબંધ લગભગ પાંચ વર્ષ સુધી ચાલ્યો હતો. એટલું જ નહીં બોબી દેઓલ નીલમ સાથે લગ્ન કરવા પણ માંગતા હતાં. પરંતુ તેમના પિતાને આ સંબંધ બિલકુલ પણ પસંદ નહોતો. હકીકતમાં ધર્મેન્દ્ર ઈચ્છતા નહોતા કે તેમનો એકપણ પુત્ર બોલિવૂડની કોઈપણ અભિનેત્રી સાથે લગ્ન કરે. જેના કારણે તેમણે બોબીને નીલમ સાથે સંબંધ તોડવા માટે કહ્યું.

જણાવી દઈએ કે બોબી દેઓલ પોતાના પિતાની ખૂબ જ ઈજ્જત કરે છે અને આ જ કારણ છે કે તેમણે તેમના કહેવા પર પોતાનો પાંચ વર્ષ જૂનો સંબંધ પણ તોડી નાખ્યો હતો. જોકે તેમના બ્રેકઅપ પછી ઘણા પ્રકારની અફવાઓ પણ ઉડવા લાગી જેના પર નીલમે સ્પષ્ટતા પણ કરી હતી.

અમારી વચ્ચે કોઈ ત્રીજું નહોતું – નીલમ કોઠારી

બોલિવૂડ અભિનેત્રી નિલમ કોઠારીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના અને બોબી દેઓલના સંબંધ વિશે વાત-ચીત કરી હતી. જેમાં તેમણે બ્રેકઅપનું કારણ જણાવ્યું હતું. નીલમે કહ્યું હતું કે હું નથી ઈચ્છતી કે લોકો તે વાત પર વિશ્વાસ કરે જે સાચી નથી. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તે દિવસોમાં બોબી અને પૂજા ભટ્ટના અફેરની ખૂબ ચર્ચા ચાલતી હતી. પરંતુ આ કારણને લીધે અમારુ બ્રેકઅપ થયું નહોતું. આગળ જણાવતા નિલમે કહ્યું કે મારું અને તેમનું બ્રેક-અપ ના તો પૂજા ના કારણે થયું હતું કે ના તો કોઈ બીજી યુવતીના કારણે. પરંતુ અમે બંને એકબીજાની સહમતીથી જ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

અભિનેત્રી નીલમે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, હું બ્રેક-અપ બાદ ખૂબ જ ખુશ થઇ હતી કારણકે મારી ફેમિલી ખુશ હતી અને બાદમાં હું મારા કામ પર ધ્યાન આપી શકતી હતી. સાથે જ તેમણે એ વાતને નકારી કાઢી હતી કે તેમની ફેમિલી ક્યારેય પણ બોબી દેઓલની ફેમિલી સાથે સંબંધ માટે મળી હતી. યાદ અપાવી દઇએ કે નીલમે એક્ટિંગ છોડીને બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમના બે લગ્ન થયેલ છે.