મહેન્દ્રસિંહ ધોની. આ નામ સાંભળતા જ રુંવાડા ઉભા થઇ જાય છે. ધોની એક એવા ક્રિકેટ ખેલાડી છે જેને લોકો ફક્ત પસંદ જ નથી કરતા પરંતુ તેમને પોતાના હૃદયમાં જગ્યા આપી છે. ધોની ૨૦૦૭ થી ૨૦૧૬ સુધી ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. તેની સાથે જ તેને ખૂબ જ શ્રેષ્ઠ વિકેટકીપર પણ માનવામાં આવે છે. ક્રિકેટમાં ઘણીવાર તેમની માઇન્ડ ગેમ ટીમ ઈન્ડિયાને જીત અપાવી ચૂકેલ છે. ૨૦૧૧ માં વર્લ્ડ કપ પણ ધોનીના કારણે ભારત જીત્યું હતું. ધોનીના વિષે એક ખાસ વાત એ છે કે આટલા પૈસા અને તેમનું નામ હોવા છતાં પણ તે જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે. સમય સમય પર આપણને ધોની સાથે જોડાયેલ એવી ચીજો જોવા મળતી રહે છે કે જે આપણને જણાવે છે કે આ વ્યક્તિ હૃદયથી ખૂબ જ ચોખ્ખા છે.
ધોની હંમેશાથી જ દેખાડા વાળી ચીજોથી દૂર રહ્યા છે. તેમણે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા માટે જીવનમાં જે સંઘર્ષ કર્યો છે તેને તે આજ સુધી ભૂલી શક્યા નથી. તેથી તે હંમેશા પોતાને એક સામાન્ય માણસની જેમ જ ટ્રીટ કરતાં હોય છે. તેમની અંદર ઘમંડ નામની ચીજ નથી. તેથી તેમનો આ ગુણ જ તેમને બીજા ખેલાડીઓથી અલગ બનાવે છે. એ જ વાતની સાબિતી આપતા આજે અમે તમને ધોનીની અમુક ખાસ હૃદયસ્પર્શી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
ધોનીને બાઈકનો ખૂબ જ શોખ છે તે પોતાની બાઇક હંમેશા પોતે જ સાફ અને રિપેર કરતા હોય છે તેના પરથી એ સાબિત થાય છે કે તે ફક્ત દેખાડા માટે જ બાઈક નથી ચલાવતા પરંતુ તેમને દિલથી આ કામ પસંદ છે નહિતર તેમના જેટલો મોટો માણસ પોતાની બાઇકનું રીપેરીંગ કોઈ બીજા પાસે જ કરાવે.
ધોનીને ઘણીવાર ક્રિકેટના ગ્રાઉન્ડમાં જમીન પર જ સુતા જોવા મળ્યા છે. તેમને એ વાતમાં જરા પણ ખચકાટ અનુભવાતો નથી કે તેમના જેવા મોટા ખેલાડી જમીન પર સૂતા છે.
કરોડો રૂપિયા હોવા છતાં પણ ધોની પોતાની હેર કટીંગ કોઈ મોંઘા કે ફેન્સી સલુનમાં કરાવતા નથી પરંતુ તે કોઈપણ લોકલ વાણંદ પાસે જ પોતાની હેર કટીંગ કરાવે છે.
ધોની પોતાના ઘરની નાની નાની ચીજોનું પણ ધ્યાન પોતે જ રાખે છે. જો ઘરમાં કોઈ રીપેરીંગ કે નાનું મોટું કામ હોય તો તેને તે પોતે જ કરી લે છે.
ધોનીને કોઈ મોટી ફાઇવ સ્ટાર હોટલમાં જમવાને બદલે ટ્રેડિશનલ સ્ટાઇલમાં ભોજન કરવું પસંદ છે.
ક્રિકેટ સિવાય ધોનીને ફૂટબોલ મેચ રમવાનો પણ ખૂબ જ શોખ છે.
આ તસવીર ત્યારની છે જ્યારે ધોની અને તેમની પત્ની સાક્ષી પાસપોર્ટ ઓફિસ ગયા હતા તેમાં તમે ધોનીની સિમ્પલીસીટી સ્પષ્ટ જોઈ શકો છો.
ધોનીને વરસાદમાં નહાવું અને એન્જોય કરવું પણ ખૂબ જ પસંદ છે.
એકવાર ધોની પોતાના બધા જ સાથી ખેલાડીઓની ડ્રિંકસ પોતે ઉઠાવીને લઈ ગયા હતાં. આ દ્રશ્ય જોઇને દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
ધોનીને સામાન્ય વ્યક્તિની જેમ રહેવું અને સાઇકલ ચલાવવી પણ પસંદ છે.
ધોનીમાં જ એ વાત છે જે બીજા કોઈની ચિંતા કર્યા વગર કોઈપણ જગ્યાએ જમીન પર સૂઈને આરામ કરી શકે છે.
ધોની પોતાના મિત્ર સત્ય પ્રકાશની સાથે.