આયુર્વેદમાં જામફળનાં પાનને તેના ઔષધીય ગુણો માટે જાણવામાં આવે છે. તે ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓને દુર કરવામાં લાભકારી હોય છે. ત્યાં સુધી કે ઘણા બધા આર્યુવેદ ઔષધીમાં પણ જામફળનાં પાનનો અર્ક સામેલ કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ડાયાબિટીસનાં દર્દીઓ માટે જામફળનાં પાન ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. જામફળનાં પાન ના માત્ર હાઈ બ્લડસુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે પરંતુ ભોજન બાદ બ્લડ સુગરનાં લેવલને સામાન્ય રાખવામાં પણ મદદ કરે છે. બસ તમારે સાચી રીતે તેનું સેવન કરવાનું છે.
ડાયાબિટીસનાં દર્દીઓ માટે જામફળનાં પાન કેવી રીતે લાભકારી છે અને બ્લડસુગર કંટ્રોલ કરવા માટે જામફળનાં પાનનું સેવન કઈ રીતે કરી શકાય છે, તેનાં વિશે બધી જ જાણકારી માટે આપણે આર્યુવેદિક પાસેથી જાણકારી લઈ લઈએ. આ લેખમાં અમે તમને જામફળનાં પાન સાથે ડાયાબિટીસની સારવાર કેવી રીતે કરવી કે બ્લડશુગર કંટ્રોલ કરવા માટે જામફળનાં પાનનું સેવન કેવી રીતે કરવુ. તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
ડાયાબિટીસનાં દર્દીઓ માટે કેવી રીતે ફાયદાકારક છે જામફળનાં પાન
આયુર્વેદનાં ડોક્ટરો માને છે કે જામફળનાં પાન નો સ્વાદ થોડો અલગ હોય છે. સાથે જ તે ઘણા બધા વિટામિન અને મિનરલનો સારો સ્ત્રોત હોય છે. સાથે જ તેમાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ, એન્ટી બેકટેરિયલ, એનટી ઓક્સીડેન્ટ, એન્ટી ઇન્ફલેમેટ્રી જેવા ઔષધીય ગુણો પણ હોય છે. આ સિવાય તે ગેલિક એસિડ અને ફેનોલીક યોગીક, પ્રોટીન અને વિટામિનનો પણ સારો સ્ત્રોત હોય છે. નેશનલ ઇન્ફોર્મેશન ફોર હેલ્થમાં પ્રકાશિત એક અધ્યયન અનુસાર જામફળનાં પાન ડાયાબિટીસને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
વળી બીએમસી જનરલમાં પ્રકાશિત એક અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે જો ડાયાબિટીસનાં દર્દીઓ પોતાના ભોજન સાથે કે પછી જામફળનાં પાનનાં અર્કનું સેવન કરે છે તો તેનાથી ડાયાબિટીસનાં લક્ષણોને ઓછા કરવામાં મદદ મળી શકે છે. તે હાઈપરગ્લાઇસેમિયા, હાઇપરિન્સુલિનમિયા, ઇંસુલિન પ્રતિરોધ અને હાઇપરલિપિડિમિયામાં સુધારો કરવા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે.
ડાયાબિટીસનાં દર્દીઓ જામફળનાં પાનનું સેવન કેવી રીતે કરે?
સવારે ખાલી પેટ જામફળનાં પાનનું અર્ક પાણીમાં ઉકાળીને તેને પાણી કે જામફળનાં પાનની હરબલ ચા નું સેવન કરી શકાય છે. તમે ભોજન બાદ પણ જામફળનાં પાનનું પાણીનું સેવન કરી શકો છો. તમે ઘર પર સરળતાથી જામફળનાં પાનનો અર્ક, પાણી કે ચા બનાવી શકો છો. તેનાં માટે બસ તમારે ૧૦ થી ૧૨ જામફળનાં પાનને સારી રીતે ધોઈ લેવાના છે.
હવે તમારે એક વાસણમાં ઓછામાં ઓછા ૨ કપ પાણી લેવાનું છે અને તેમાં પાન નાખીને સારી રીતે ઉકાળવાના છે. આ પાણીને ગાળી લો અને ઠંડુ થવા દો. તમે ઈચ્છો તો તેમાં આદુ નાખીને પણ ઉકાળી શકો છો. તમે તેમાં થોડું મધ કે ગોળ મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો કે પછી સીધી રીતે પણ કરી શકો છો. આ સિવાય તમે સવારે ખાલી પેટ જામફળનાં પાન ચાવી શકો છો, તેનાથી પણ તમને ઘણો બધો લાભ થશે.