ડાયાબિટીસ સહિત ૮ બિમારીઓને દૂર કરવામાં લાભદાયક છે કારેલા, જાણો તેમના અચૂક ફાયદાઓ

કારેલા ખાવામાં કડવા જરૂર હોય છે પરંતુ તેમાં રહેલા ઔષધિય ગુણો ખૂબ જ લાભકારી હોય છે. કારેલાંમાં વિટામિન-એ, સી, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, ફાઇબર એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટીરિયલ જેવા તત્વો રહેલા હોય છે, જે શરીર માટે આવશ્યક છે. કારેલા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબુત બને છે અને બિમારીઓ સામે લડવાની તાકાત મળે છે. કારેલાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે વળી તે સંધિવા અને અસ્થમા વાળા દર્દીઓ માટે પણ કોઈ રામબાણથી ઓછું નથી. કારેલાના શાક સિવાય તેમનું જ્યુસ પીવું પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો જાણી લઈએ આખરે કારેલા ખાવાથી ક્યાં-ક્યાં ફાયદાઓ થાય છે.

ડાયાબિટીસ કરે કંટ્રોલ

ડાયાબિટીસનાં દર્દીઓ માટે પણ કારેલા રામબાણ ઔષધી છે. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ ડોક્ટર ડાયાબિટીસ દર્દીને પોતાના ભોજનમાં કારેલાને સામેલ કરવાની સલાહ આપે છે. કારેલા ખાવાથી શરીરનું સુગર લેવલ કંટ્રોલ રહે છે. તેને કાચા, શાક બનાવીને કે જ્યુસના રૂપમાં સેવન કરી શકાય છે. જો કારેલા ઉપલબ્ધ ના હોય તો કારેલાનો પાઉડર પણ ફાયદાકારક છે.

અસ્થમા માં ફાયદાકારક

જો તમે અસ્થમાના દર્દી છો તો પોતાના ભોજનમાં કારેલાને જરૂર સામેલ કરો પરંતુ ધ્યાન રહે કે કારેલાનું શાક બનાવવા દરમિયાન તેમાં કોઈપણ પ્રકારનાં મસાલા ઉમેરવા નહી. કારેલાનું શાક મસાલા વગર ખાવાથી અસ્થમા માં રાહત મળે છે.

સાંધાનાં દુખાવામાંથી મળે છે છુટકારો

તમે સંધિવાની સમસ્યાથી પરેશાન હોય તો તમારા માટે કારેલા ખૂબ જ લાભદાયક છે. કારેલાનાં રસથી સાંધા, હાથ અને પગની માલિશ કરવાથી તે જગ્યા પર થનાર બળતરાથી જલ્દી આરામ મળી જાય છે. તેના સિવાય કારેલાનું જ્યુસ પીવું પણ ફાયદાકારક હોય છે.

પથરી ઓગાળવામાં માહિર

પથરીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા લોકો માટે પણ કારેલા કોઈ ઔષધિથી ઓછુ નથી. તેવામાં કારેલાને પોતાના ડાયટમાં જરૂર સામેલ કરી લેવા જોઈએ. કારેલામાં એવા તત્વો રહેલા હોય છે, જે પથરીને ઓગાળીને તેમને તરત જ બહાર કરી નાખે છે. તેના માટે કારેલાના જ્યુસમાં તમે મધ ઉમેરીને પણ પી શકો છો.

પાચનશક્તિ કરે છે મજબૂત

એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટીરિયલ ગુણોથી ભરપૂર કારેલા પાચનતંત્રને મજબૂત બનાવવામાં સહાયક હોય છે. તેમના સેવનથી પેટ સારી રીતે સાફ રહે છે અને પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો, ગેસ અને અપચો દુર થાય છે.

માથાનાં દુખાવામાં આપે છે રાહત

આજકાલનાં ભાગદોડ ભરેલા જીવનમાં લોકોને ઘણીવાર માથાના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન રહેતા હોય તો કારેલાને પીસીને તેનો લેપ માથામાં લગાવો. તેનાથી તમને ખૂબ જ જલ્દી માથાના દુખાવામાં રાહત મળી જશે.

વજન ઘટાડવામાં મદદરૂપ

મેદસ્વીપણાની સમસ્યા સામે ઝઝૂમી રહેલા લોકો માટે પણ કારેલા ખૂબ જ લાભકારી હોય છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણો મેદસ્વીપણાને દૂર કરે છે. તેના માટે તમારે કારેલાનાં જ્યુસમાં લીંબુનો રસ મેળવીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી વજન ઓછો થાય છે. કારેલાના સેવનથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને વજન કંટ્રોલ રહે છે.

ઇમ્યુનિટીમાં કરે છે વધારો

કારેલામાં અમુક એવા ગુણો રહેલા હોય છે, જેનાથી શરીરની પ્રતિરક્ષા તંત્રને મજબૂતી મળે છે. હકીકતમાં કારેલામાં વિટામિન-એ, સી, ફાઇબર અને આયરન ભરપૂર માત્રામાં મળી આવે છે. તેવામાં કારેલા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને શરીરને બિમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. કારેલાનું સેવન કરવાથી સિઝનની બિમારીઓથી પણ બચી શકાય છે.

ભૂખ લાગે છે

કારેલા ખાવાથી ભૂખ ના લાગવાની પરેશાની પણ દૂર થાય છે. હકીકતમાં તેમાં ફોસ્ફરસની માત્રા ખૂબ જ વધારે હોય છે, જેનાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને કબજિયાત, અપચો, એસિડિટી જેવી સમસ્યા થતી નથી.