ડાયાબિટીસ થવા પર શરીરમાં દેખાવા લાગે છે આ ૫ બદલાવ, ના કરો આ લક્ષણોને નજરઅંદાજ

Posted by

ડાયાબિટીસથી દુનિયાના ૪૨ કરોડથી વધારે લોકો ગ્રસ્ત છે. આ બીમારી ખૂબ જ ઘાતક માનવામાં આવે છે અને તેમનો કોઈપણ ઇલાજ નથી એટલે કે આપણે જીવીએ ત્યાં સુધી આ બિમારી સાથે જીવવું પડે છે. તેથી તે ખૂબ જ જરૂરી છે કે તમે ડાયાબિટીસની ચપેટમાં ના આવી જાઓ અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કેવી હોય છે ડાયાબિટીસ

ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ વધારે ગળ્યું ખાવાનું હોય છે. જે લોકો વધારે ગળ્યું ખાય છે, તે લોકોને ડાયાબિટીસ થઈ જાય છે. સામાન્ય રીતે ૩૦ વર્ષની ઉંમર પછી આ બીમારીથી ગ્રસ્ત થવાનું જોખમ વધારે વધી જાય છે. જોકે આજકાલ નાના બાળકોમાં પણ આ બીમારી મળી આવે છે.

શું છે તેની સારવાર

ડાયાબિટીસની હાલમાં તો કોઈપણ સારવાર નથી. એકવાર ડાયાબિટીસ થવા પર દર્દીને પોતાની ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને ગળી ચીજોનું સેવન બંધ કરવું પડે છે, સાથે જ દરરોજ દવાઓનું સેવન પણ કરવું પડતું હોય છે. વધારે ડાયાબિટીસ થવા પર તો ઇન્જેક્શન પણ લગાવવા પડે છે.

થઈ જાય છે અન્ય પણ બિમારીઓ

ડાયાબિટીસ થવાના કારણે અન્ય પ્રકારના રોગ થવાનું જોખમ પણ વધી જાય છે. જો તેમને કન્ટ્રોલમાં રાખવામાં ના આવે તો ત્વચા, આંખો, બ્રેઈન સ્ટ્રોક વગેરે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ડાયાબિટીસ થવા પર ઘણીવાર લોકોને સમયસર તેમના વિશે જાણ થઈ શકતી નથી. જેના લીધે જ તેમનું સ્વાસ્થ્ય ઝડપથી ખરાબ થવા લાગે છે. આજે અમે તમને ડાયાબિટીસ થતા પહેલા કયા લક્ષણો જોવા મળે છે અને કઈ રીતે તેને કંટ્રોલમાં રાખી શકીએ છીએ તેમના વિશે જણાવીશું. ડાયાબિટીસ થવા પર દેખાવા લાગે છે આવા લક્ષણો.

ખૂબ જ વધારે તરસ લાગવી

એકદમથી તરસ લાગવી અને વારંવાર પાણી પીવું ડાયાબિટીસના લક્ષણ માનવામાં આવે છે. વારંવાર પાણી પીવાથી સતત બાથરૂમ પણ જવું પડે છે તેથી તમને જો વધારે તરસ લાગે અને વધારે બાથરૂમ જવું પડે તો તમારે ડાયાબિટીસની તપાસ કરી લેવી જોઇએ. કારણકે તે ટાઇપ-૨ ડાયાબિટીસના લક્ષણ હોઈ શકે છે.

ઇજા ઠીક ના થવી

જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને ઇજા સરળતાથી ઠીક થતી નથી. હકીકતમાં આ રોગ થવા પર ઇજા જલ્દી સારી થતી નથી તેથી ઇજા પહોંચવા પર જો તે ઠીક ના થઈ રહી હોય તો ડોક્ટર પાસે જઈને પોતાની ડાયાબિટીસની તપાસ જરૂર કરાવવી જોઇએ.

વજન ઘટી જવું

એકદમથી વજન ઘટી જવું પણ ડાયાબિટીસ થવાના લક્ષણ માનવામાં આવે છે. તેથી વજન ઘટવા પર તેને નજરઅંદાજ ના કરો અને ડાયાબિટીસની તપાસ કરાવી લેવી જોઈએ.

ધૂંધળું દેખાવું

ડાયાબિટીસને લીધે આંખો પર ખરાબ અસર પડે છે અને ઘણીવાર ધૂંધળું દેખાવા લાગે છે. જો તમને આંખોની સામે કાળા રંગના ધાબા કે પછી ધૂંધળું દેખાવા લાગે તો એકવાર પોતાના ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

આ રીતે કરો ડાયાબિટીસને કંટ્રોલ

  • ડાયાબિટીસ થવા પર તેને સરળતાથી નિયંત્રિત રાખી શકાય છે. ડાયાબિટીસને નિયંત્રિત રાખવા માટે તમારે ગળ્યું ખાવાનું બંધ કરી દેવું જોઈએ.
  • સમયસર ડાયાબિટીસની તપાસ કરાવતી રહેવી જોઈએ અને ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી દવાઓનું સેવન કરવાનું પણ ના છોડવું જોઈએ.
  • લીમડાના પાન ખાવાથી પણ શરીરમાં શુગરનું સ્તર યોગ્ય જળવાઈ રહે છે. તેથી દરરોજ ઓછામાં ઓછા ૩ થી ૫ લીમડાના પાન ખાવા જોઈએ.
  • ડાયાબિટીસ થવા પર લીલાં શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ અને રોજ દાળ પણ ખાવી જોઈએ.
  • નિયમિત યોગા કરવા જોઈએ અથવા તો દરરોજ પાર્ક જઈને ઓછામાં ઓછું ૨ કિલોમીટર ચાલવું જોઈએ.

ના કરો આવી ભૂલો

ડાયાબિટીસ થવા પર ઘણા લોકો ગળ્યું ખાવાનું બંધ કરી દે છે પરંતુ સુગરનું સ્તર યોગ્ય થતાં જ ફરીથી ગળ્યું ખાવાનું શરૂ કરી દે છે. જે તેમની એક ભૂલ છે. કારણ કે ડાયાબિટીસ એક એવી બીમારી છે જે ઉંમરભર સાથે રહે છે તેથી શુગરનું સ્તર નિયંત્રિત થવા છતાં પણ તમારે ગળ્યું ના ખાવું જોઈએ. સમયસર પોતાની તપાસ કરાવતાં રહેવું જોઇએ. ડાયાબિટીસ થવા પર દરરોજ ૩ સપ્તાહમાં પોતાના ડાયાબિટીસનો ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. ઘણા લોકો ડાયાબિટીસ થયા બાદ ટેસ્ટ કરાવતા નથી, જેને યોગ્ય માનવામાં આવતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *