૮ વર્ષનાં દિકરાનાં મૃતદેહને ખભા પર રાખીને બાઇક પર લઈ જવા મજબુર બન્યા પિતા, એમ્બ્યુલન્સે મદદ ના કરી

દેશ અને દુનિયાનાં એવા અનેક કિસ્સાઓ અવારનવાર જોવા અને સાંભળવા મળે છે કે જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકો આશ્ચર્યમાં પડી જાય છે. ઘણીવાર આપણી પાસે ઘણા એવા કિસ્સાઓ આવે છે, જે માનવતાને શરમમાં મુકી દે છે. આ દરમિયાન આંધ્રપ્રદેશનાં નેલ્લોર જિલ્લામાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક લાચાર પિતાને પોતાનાં ૮ વર્ષનાં પુત્રની લાશને ખભે ઊંચકીને બાઈક પર લઈ જવાની ફરજ પડી હતી કારણકે પુત્રની લાશને લઇ જવા માટે તેને એમ્બ્યુલન્સ મળી શકી નહોતી.

Advertisement

હકિકતમાં આજે અમે તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે આંધ્રપ્રદેશનાં નેલ્લોર જિલ્લાનાં સંગમ ગામનો છે, જ્યાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરો એ મદદ કરવાની મનાઈ કરી દીધી હતી, જેનાં કારણે એક લાચાર પિતાને તેના ૮ વર્ષનાં પુત્રનાં મૃતદેહને તેના ખભા પર રાખીને તેને બાઇક પર ઘરે લઈ જવાની ફરજ પડી હતી.

બાળકનું નહેરમાં ડુબી જવાથી થયું હતું મૃ-ત્યુ

મળતી માહિતી મુજબ બુધવારે નેલ્લોર જિલ્લાનાં કનિગિરી જળાશયની મુખ્ય નહેરમાં બે બાળકો ડુબી ગયા હોવાની માહિતી મળી રહી છે, જેનાં કારણે તેમનું મૃ-ત્યુ થયું હતું. તહસીલદારનાં જણાવ્યા અનુસાર શ્રીરામ (૮) અને ઇશ્વર (૧૦) નામનાં બે બાળકો નહેરમાં ડુબી ગયા હતાં. ગ્રામજનો દ્વારા ભગવાનનાં મૃ-તદેહને કેનાલમાંથી બહાર કાઢીને ઘરે લઇ જવામાં આવ્યો હતો.

શ્રીરામને પાણીમાંથી કાઢ્યા બાદ તેના પિતા તેને તરત જ નજીકની પીએચસીમાં સારવાર માટે લઇ ગયા હતાં. આરોગ્ય કેન્દ્રનાં ડોક્ટરોએ તપાસ કરી તો તેમણે શ્રીરામને મૃ-ત જાહેર કરી દીધા હતાં. ડોક્ટરનાં જણાવ્યા અનુસાર બાળકને મૃ-ત હાલતમાં લાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

એમ્બ્યુલન્સનાં લોકો એ મદદ કરવાની મનાઈ કરી દીધી

સાથે જ ડોક્ટરે એમ્બ્યુલન્સ સેવાને મૃ-તદેહ ઘરે લઇ જવા માટે કહ્યું હતું. ત્યારબાદ શ્રીરામનાં પિતા એમ્બ્યુલન્સવાળા પાસે પહોંચ્યા હતાં પરંતુ તેમણે લા-શ લેવાની ના પાડી દીધી હતી. સાથે જ તેમણે કહ્યું કે, “ અમારી પાસે વાહન નથી”. ત્યારબાદ બીજા વાહનની વ્યવસ્થા થાય તેની રાહ જોવાનાં બદલે પિતા બળજબરીથી તેનાં બાળકનાં મૃતદેહને બાઇક દ્વારા ઘરે લઈ ગયા હતાં. પીએચસીથી ઘરનું અંતર એક કિલોમીટરથી પણ ઓછું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ રાજ્યમાં રાજકીય નિવેદનબાજી તેજ બની ગઇ હતી.

તેલુગુ દેશમ પાર્ટીનાં અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ટ્વિટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “ક્રુરતા અને ઉદાસીનતાનો ભયાનક પ્રસંગ”. આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનાં સંગમ ખાતે એક પિતાએ તેનાં બાળકનો મૃ-તદેહ બાઇક પર લઈ જવો પડ્યો હતો કારણકે હોસ્પિટલનાં અધિકારીઓ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી શક્યા નહોતા. નોંધનીય છે કે એક અઠવાડિયાની અંદર આ પ્રકારની આ બીજી ઘટના સામે આવી છે.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) નાં સભ્ય નારા લોકેશે સત્તાધારી વાય.એસ.આર.સી.પી. સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પોતાના એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, “નેલ્લોરમાં વધુ એક અમાનવીય ઘટના બની હતી. દુ:ખની વાત એ છે કે પીડિત પિતાએ એમ્બ્યુલન્સની ભીખ માંગી ત્યારે હોસ્પિટલનાં સ્ટાફે માનવીય જવાબ આપ્યો નહિ”.

Advertisement