દિકરીના લગ્ન સમયે દરેક પિતાએ તેમને કહેવી જોઈએ આ ૧૦ વાતો, લગ્ન જીવન થશે સફળ

કોઈપણ દિકરી માટે તેમના પિતા હીરો અને બેસ્ટ ફ્રેન્ડ બન્ને હોય છે. જ્યારે પણ તેમને કોઈ સલાહ, સપોર્ટ, પ્રેરણા જોઈએ છીએ તો તેમના પિતા જ તેમને કામ આવે છે. પિતા દ્વારા આપવામાં આવેલુ જ્ઞાન જીવનને સારી રીતે જીવવામાં મદદ કરે છે. તેથી દિકરીના જન્મથી લઈને તેમના મોટા થવા સુધી તેમનું પિતા સાથે એક ખાસ કનેક્શન હોય છે. તે માટે જ યુવતીઓ પોતાને પાપાની પરી કહેતી હોય છે.

જોકે જ્યારે દિકરીના લગ્ન હોય છે તો તે એક બાપ અને દિકરી માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હોય છે. ત્યારબાદ બંને એકબીજાથી અલગ પડી જાય છે. તેવામાં દિકરી પણ એવું જ ઇચ્છે છે કે સાસરિયામાં ગયા બાદ પણ તે પોતાના પિતાનું નામ રોશન કરતી રહે. તેવામાં જ્યારે પણ દિકરીના લગ્ન હોય તો દરેક પિતાએ તેમને અમુક ખાસ વાતો જરૂર કહેવી જોઈએ.

  • હંમેશા પોતાના હૃદયનું સાંભળો. લગ્ન બાદ ઘણા એવા નિર્ણય લેવા પડી શકે છે જે બીજા લોકોને પસંદ નહિ આવે. તેવામાં આ નિર્ણય લેવા પાછળનું કારણ તેમને પ્રેમથી સમજાવો. જો તમને ખબર હોય કે તમે દિલ થી અને મોરલ વેલ્યુ થી સાચા હોય તો તે નિર્ણય પર અડગ રહો.
  • હંમેશા પોતાની ઇજ્જત કરો. જો તમે પોતે જ તમારું સન્માન નહીં કરો તો તમારા પતિ પણ તમને સન્માન નહીં આપે. પુરુષોને સ્ટ્રોંગ મહિલાઓ પસંદ આવે છે તેથી મજબૂત બનો અને પોતાના પર વિશ્વાસ રાખો.
  • લગ્ન બાદ પોતાના સાસરીવાળાઓનું પણ એવુ જ ધ્યાન રાખો. જેવું તમે તમારા માતા પિતાનું રાખો છો. આવી રીતે તમારો તેમની સાથે એક ખાસ સંબંધ બની જશે.

  • પોતાના સંસ્કારોને ક્યારેય પણ ના ભૂલો. માતા-પિતાએ તમને જે શીખવ્યું છે. તેમનું પાલન કરો. જે વાત નૈતિક રૂપથી સાચી છે તે જ કરો. કોઈ એવું કામ ના કરો કે જેના લીધે તમે પોતાની નજરોમાંથી પડી જાઓ.
  • જીવનમાં એડજસ્ટ કરતા શીખો. સાસરિયામાં જો તમને કંઈક નવું કરવું પડે તો ગભરાશો નહીં પરંતુ કોઈપણ જાતની ખચકાટ વિના તે કળાને શીખો. તેને સકારાત્મક ભાવનાથી લો.
  • મુસીબતથી ક્યારે ભાગો નહી. જીવનમાં તો દુખ આવતા રહે છે. તેવામાં હાર માનવાની જગ્યાએ તેનો રસ્તો શોધો અને તેમનું બહાદુરીથી સામનો કરો. દરેક પરિસ્થિતિમાં હસતા રહો. પોતાને પ્રેમ કરો.

  • પોતાના પતિને બદલવાનો પ્રયત્ન ના કરો. તે જેવા પણ છે એવા જ રહેવા દો. તેમની ઈચ્છાઓને માન આપો. ત્યારબાદ જ તે તમારી ઈચ્છાઓ અને સપનાઓને સમજી શકશે. પતિ કંઈક સારું કાર્ય કરે તો તેમની પ્રશંસા પણ કરો.
  • તમારા પતિ તમારી માં ની વધારે નજીક પણ હોય શકે છે. ઘણીવાર તો તે તમારા કરતા પણ વધારે તેમને મહત્વ આપશે. જો એવું થાય છે તો તેનું ટેન્શન ના લો. તે વાસ્તવિક ચીજ છે. બની શકે તો તમે પણ તમારા સાસુની નજીક જવાનો પ્રયત્ન કરો.
  • લગ્ન બાદ પણ તારું પિયર તારું ઘર જ છે. તેથી જ્યારે પણ તું ઈચ્છે ત્યારે તું અહીંયા આવી શકે છે અને અમારી સાથે સમય પસાર કરી શકે છે. અમારા ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા રહેશે.
  • કોઈપણ મુશ્કેલી હોય તો મને યાદ કરજે. હું હંમેશા તારી સાથે જ છું. તારી રક્ષા કરીશ જેવી બાળપણમાં કરતો હતો. તું લગ્ન બાદ પણ મારી ફેવરિટ દિકરી રહીશ.