બોલિવૂડમાં આજકાલ છૂટાછેડાની સીઝન ચાલી રહી છે અને પોતાની પત્નીઓને તલાક આપીને અમુક અભિનેતા દિકરીની ઉંમરની યુવતીઓ સાથે ઇશ્ક ફરમાવી રહ્યા છે. ક્યારેક-ક્યારેક આ સિતારાઓની તરફ જોઈને થોડું અજીબ લાગે છે કે કઈ રીતે આ લોકો પોતાનાથી ઉંમરમાં ખૂબ જ નાની યુવતીઓ સાથે ઇશ્ક લડાવી શકે છે. પરંતુ ક્યારેક ક્યારેક તો તે કહેવત યાદ આવે છે કે પ્રેમ અને જંગમાં બધું જ યોગ્ય છે. જ્યારે બે લોકોને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે તો તે જાતિ-ધર્મ, રંગ-રૂપ અને ઉમર જોતા નથી. પરંતુ બોલિવુડનો પ્રેમ પણ ફિલ્મોની જેમ જ હોય છે. અહીંયા ક્યારે કોણ આવે છે અને ક્યારે કોણ જાય છે કંઇ ખબર જ પડતી નથી. ખરેખર સમજી શકાતું નથી કે આ લોકો ખરેખર એકબીજાને પ્રેમ કરે છે કે ફક્ત દેખાડાનો પ્રેમ કરે છે. બોલિવૂડમાં અવારનવાર છૂટાછેડા થતાં રહે છે. છૂટાછેડા થયા બાદ કોઈ એકલા રહેવાનો નિર્ણય કરે છે તો કોઈ તરત જ નવો જીવનસાથી શોધી લે છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલિવૂડના તે અભિનેતાઓનાં વિશે જણાવીશું, જે પોતાની પત્નીઓને છુટાછેડા આપીને દિકરીની ઉંમરની યુવતીઓ સાથે ઇશ્ક લડાવી રહ્યા છે.
ફરહાન અખ્તર
બોલીવુડના ફેમસ એક્ટર, ડાયરેક્ટર, સિંગર ફરહાન અખ્તરે અધુના સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ૧૬ વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. આજકાલ ફરહાન શિવાની દાંડેકરને ડેટ કરી રહ્યા છે અને ખબરો મળે છે કે તે તેમની સાથે આવતા વર્ષે એપ્રિલમાં લગ્ન કરી શકે છે. ફરહાન શિવાનીની સાથે પોતાના સંબંધને ખુલ્લેઆમ સ્વીકાર કરી ચૂક્યા છે તેના પહેલા ફરહાનનું નામ શ્રદ્ધા કપૂરની સાથે જોડાયું હતું. જણાવી દઈએ કે શીવાની ફરહાનથી ઉંમરમાં ૭ વર્ષ નાની છે.
અર્જુન રામપાલ
અર્જુન રામપાલ બોલિવૂડનાં જાણીતા અભિનેતા છે. તે એક્ટર હોવાની સાથે-સાથે એક ઇન્ટરનેશનલ મોડેલ પણ છે. અર્જુન અને મહેર જેસીયાનાં લગ્ન વર્ષ ૧૯૯૮માં થયા હતા. લગ્નના ૨૦ વર્ષ બાદ વર્ષ ૨૦૧૮ માં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. હાલના દિવસોમાં અર્જુન પોતાનાથી ૧૫ વર્ષ નાની વિદેશી ગર્લફ્રેન્ડ ગૈબરીલાની સાથે રિલેશનશિપમાં છે અને આવતા વર્ષે તેમની સાથે લગ્ન કરી શકે છે.
અરબાઝ ખાન
એક સમય એવો હતો જ્યારે મલાઈકા અરોડા અને અરબાઝ ખાનની જોડી નંબર વન હતી. લોકો તેમની જોડીનું ઉદાહરણ આપતા હતા. પરંતુ અચાનક આવેલી છૂટાછેડાની ખબરોથી લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. ૧૯ વર્ષ સાથે રહ્યા બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો. જણાવી દઈએ કે બંનેને ૧૯ વર્ષનો દિકરો પણ છે. જેમનું નામ અરહાન છે. જોકે અરબાઝ પોતાનાથી ૨૯ વર્ષ નાની જોર્જિયા એંડ્રોનીને ડેટ કરી રહ્યા છે અને ખબરોનાં અનુસાર બંને ખૂબ જ જલ્દી લગ્ન પણ કરી શકે છે.
અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર છે. તે પોતે અમુક બોલિવૂડ ફિલ્મોમાં અભિનય પણ કરી ચૂક્યા છે અને લોકોને તેમનું કામ પસંદ પણ આવ્યું છે. જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી કલ્કી કોચલીન અનુરાગ કશ્યપની બીજી પત્ની હતી. બંનેએ વર્ષ ૨૦૧૫ માં છૂટાછેડા લઈ લીધા. હાલના દિવસોમાં અનુરાગ પોતાનાથી જ ૧૪ વર્ષ નાની શુભા શેટ્ટી સાથે ઇશ્ક લડાવી રહ્યા છે અને ખબરોનાં અનુસાર બંને ખૂબ જ જલ્દી લગ્ન પણ કરી શકે છે.