દિકરીનો જન્મ થવા પર આ મહિલા ડોક્ટર નથી લેતી કોઈપણ પ્રકારની ફી, પોતે જ સંપૂર્ણ હોસ્પિટલમાં વહેંચે છે મીઠાઇ

Posted by

દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે સારા કામના લીધે ચર્ચામાં રહે છે અને પોતાની પબ્લિસિટી પણ થવા દેતા નથી પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જેમને કામ કરવાની સાથે જ ફેમસ થવાનો પણ શોખ હોય છે. તેમાંથી અમુક એવા પણ લોકો હોય છે જે કોઈપણ મતલબ વગર લોકોની મદદ કરે છે. કંઇક એવું જ કરી રહી છે એક મહિલા ડોક્ટર, જે પોતાની હોસ્પિટલમાં દિકરીનાં જન્મ પર વિશેષ સુવિધાઓ આપે છે અને તેમાં ગરીબ લોકોની મદદ પણ કરે છે. તેમને આ કામ કરવામાં ખૂબ જ આનંદ આવે છે અને તેમને લાગે છે કે ડોક્ટર બની તેમણે કોઈ સારું કામ કર્યું છે. હકીકતમાં દિકરીની ડીલેવરી પર આ ડોક્ટર ફિ લેતી નથી. તેના સિવાય ત્યાં આવતા દરેક ગરીબ ગર્ભવતી મહિલાઓને પૈસાથી પણ મદદ કરે છે.

દિકરીનો જન્મ થવા પર ડોક્ટર નથી લેતી ફી

દરેક સરકારી સ્કૂલ, શિક્ષણ, સામાજિક શિક્ષા અને સામાજિક ચર્ચાઓનાં બીજ આજે પણ આપણા દેશમાં પુત્ર અને પુત્રીની વચ્ચે ફરક રાખે છે. ઘણા લોકો આજે પણ ગર્ભવતી મહિલાને મજબૂર કરે છે કે તે પોતાનો ગર્ભપાત કરાવી દે અને ગટર કે કચરામાં ભ્રુણ પડેલા જોવા મળે છે પરંતુ તેમાં ઘણા એવા પણ લોકો છે, જે પુત્રીના જન્મ પર ખૂબ જ ખુશ થાય છે. તેમાંથી જ એક છે ડોક્ટર શિપ્રા ધર જેમણે બી.એચ.યુ થી MBBS અને  MDનો અભ્યાસ કર્યો છે.

વારાણસીમાં પહાડી ક્ષેત્રમાં તે નર્સિંગ હોમ ચલાવે છે. કન્યા ભૃણ હત્યાને રોકવા માટે અને દિકરીઓનાં જન્મને પ્રોત્સાહન આપવા માટે તેમણે એક અભિયાન ચલાવ્યું છે. જેમાં તે પોતાના નર્સિંગ હોમમાં થતી દિકરીનાં જન્મ સમયે સંપૂર્ણ હોસ્પિટલમાં મીઠાઈ વહેંચે છે અને જન્મ થવા પર ડીલેવરીનો ચાર્જ પણ લેતી નથી. તેમનું આવું કરવાનું પાછળનું કારણ એ જ છે કે લોકો દિકરાઓ અને દિકરીઓને એક સમાન સમજે. ના કે પુત્રી થાય ત્યારે તેને ગર્ભમાં જ મારી નાખે.

ડોક્ટર શ્રીવાસ્તવ કહે છે કે લોકોમાં પુત્રી પ્રત્યે નકારાત્મક વિચાર આજે પણ છે. જ્યારે પરિવારજનોને ખબર પડે છે કે પુત્રીનો જન્મ થયો છે ત્યારે તે ખૂબ જ ઉદાસ ચહેરો બનાવે છે અને ઘણીવાર તો લોકો ગરીબીના કારણે રડવા લાગે છે. આ વિચારને બદલવાના પ્રયત્નો હું કરી રહી છું. તેમણે જણાવ્યું છે કે તેમણે પોતાના નર્સિંગ હોમમાં ૧૦૦ દિકરીઓનો જન્મ કરાવ્યો છે અને કોઇપણ ચાર્જ લીધો નથી.

પ્રધાનમંત્રી કરી ચૂકયા છે તેમના કામનું સન્માન

ડોક્ટર શિપ્રા ધરનાં હોસ્પિટલનાં આ મિશન વિશે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણ થઈ તો તે ખૂબ જ પ્રભાવિત થયા. વર્ષ ૨૦૧૮નાં મે મહિનામાં જ્યારે તે વારાણસી આવ્યા હતાં ત્યારે ડોક્ટર શિપ્રા તેમને મળી હતી અને મંચ ઉપર તેમણે સંબોધનમાં દેશના દરેક ડોક્ટરોને પ્રાર્થના કરી હતી કે દરેક મહિનાની ૯ તારીખે જન્મ લેતી દિકરીઓની કોઈપણ ફી નહી લે. તેમાં “બેટી બચાવો બેટી પઢાઓ” મિશનને પણ બળ મળશે. ડોક્ટર શિપ્રા ધરનું કહેવું છે કે સનાતન સમયમાં પુત્રીને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આજે દેશ ટેકનીકની રાહમાં આગળ છે પરંતુ તેમ છતાં પણ ભ્રુણહત્યા જેવું કૃત્ય એક સભ્ય સમાજ માટે અભિશાપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *