દિકરીની વિદાય પહેલા દરેક “માં” એ આપવી જોઈએ આ શીખ, સાસરિયામાં ક્યારેય પણ દુઃખી નહી રહે તમારી લાડલી

Posted by

લગ્ન બાદ દરેક યુવતીને સાસરિયામાં એડજસ્ટ થવામાં થોડી મુશ્કેલી જરૂર આવતી હોય છે. તેવામાં જો તેમને અમુક શીખ આપવામાં આવે તો તે પોતાના સાસરિયામાં સારી રીતે ભળી જશે. આ વાતને ધ્યાનમાં રાખતા આજે અમે તમને અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેમને તમારે પોતાની દિકરીને સાસરિયામાં મોકલતા પહેલા જરૂર જણાવવી જોઈએ.

 • સાસરિયામાં બધાની પસંદ અને નાપસંદને સમજવી. તેમના અનુસાર જ પોતાનું કામ કરવું. જો તમે સામેવાળાની ભાવનાઓની કદર કરશો તો તે પણ તમારી લાગણીનો ખ્યાલ રાખશે.
 • સાસરિયા અને પિયર બંનેની રહેણીકહેણી અલગ હોય છે. બની શકે છે કે તમને ત્યાં અમુક ચીજો સારી લાગે છે તો અમુક સુવિધાઓમાં કમી પણ રહી જાય છે. તેવામાં શરૂઆતના દિવસોમાં તે ઘરની રહેણીકહેણી અને ત્યાંની પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સમજી લેવી.
 • સાસરિયામાં કોણ કેવું છે તેને લઈને ખૂબ જ જલ્દી તમારું મંતવ્ય બનાવી લેવું નહી. બની શકે છે કે જ્યારે તમે ત્યાં જાઓ ત્યારે તે વ્યક્તિ કોઈ ટેન્શનમાં હોય અને આ કારણથી તે તમારી સાથે સારો વ્યવહાર ના કરે. બધાના સ્વભાવને આરામથી સમજવો અને તેના અનુસાર પોતાનો વ્યવહાર રાખવો.

 • ઘરમાં બધાની મદદ કરવા હંમેશા આગળ રહેવું અને આ મદદ પણ તમારે ખુશી-ખુશી કરવી. તેનાથી સામેવાળાને પોતાના હોવાનો અહેસાસ થશે.
 • સાસરીયા અને પિયરની તુલના ભૂલમાં પણ કરવી નહી. અહીંયા તમને અમુક ચીજો સારી પણ લાગશે અને અમુક ખરાબ પણ લાગશે. હવે સાસરીયાની તમારા પિયર સાથે કોપી તો થઈ શકતી નથી, તેથી એડજેસ્ટ થવાના માઈન્ડથી જ સાસરિયામાં જવું.
 • સાસરિયાનું ખરાબ પિયરમાં બોલવું નહી. બુરાઈ કરવી દરેક સમસ્યાનું સમાધાન હોતું નથી. પહેલા પોતાના લેવલ પર સમસ્યાને હલ કરવાની કોશિશ કરવી.

 • તમે અન્ય લોકોને સન્માન આપશો તો તે પણ તમને સન્માન આપશે. તેથી બધાના જ માન-સન્માનનું ધ્યાન રાખવું.
 • સાસરિયામાં વિનમ્રતા અને સ્નેહ વાળી ભાવનાથી રહેવું. તેનાથી તમે બધાની જ ફેવરિટ બની જશો.
 • કેરિંગ સ્વભાવ રાખવો. બધાની જરૂરિયાતોનો ખ્યાલ રાખવો. કોઈ બીમાર પડે છે તો તેની સેવા પણ કરવી. આવું કરવા પર સાસરીયાના લોકો પણ તમારી દિલથી કેર કરશે.
 • સાસરિયાની દરેક વાત પિયરમાં બતાવવાથી દૂર રહેવું. તેનાથી બંને પક્ષના સંબંધો બગડી શકે છે.

 • વધારે આશાઓ રાખવી નહી. કોઈના પર આશા રાખવી તમારા માટે દુઃખનું કારણ બની શકે છે.
 • નાની-નાની વાતોને મોટી કરવી નહી. જો તમારા નજરઅંદાજ કરવાથી લડાઈ-ઝઘડાઓ ટળી શકે છે તો તેવું જ કરવું.
 • જોકે તેમ છતાં પણ તમારે પોતાના સ્વાસ્થ્ય અને માન-સન્માનનો પણ પૂરો ખ્યાલ રાખવો. બીજી તરફ સાસરીયાના લોકોની પણ તે ફરજ છે કે તે પોતાની વહુની ખુશીઓનો પૂરો ખ્યાલ રાખે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *