દિવાળી ૨૦૨૦ : દિવાળીના દિવસે કરો આ ૮ વાસ્તુ ઉપાય, હંમેશાં જળવાઇ રહેશે માં લક્ષ્મીની કૃપા

થોડા જ દિવસોમાં દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવશે. દિવાળીના દિવસે બધા જ એવી મનોકામના કરે છે કે માતા લક્ષ્મીનાં આશીર્વાદ પોતાના પર હંમેશા જળવાય રહે. ૧૪ નવેમ્બરનાં રોજ દિવાળી છે અને ૧૩ નવેમ્બરનાં રોજ ધનતેરસ. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે દિવાળી માટે અમુક મહત્વપૂર્ણ ટિપ્સ લઈને આવ્યા છીએ, જેને અપનાવીને તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો જાણી લઈ શું છે તે વાસ્તુ ટિપ્સ.

દિવાળીના દિવસે કરવામાં આવતી જરુરી વાસ્તુ ટિપ્સ

  • માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તિજોરીને ઘરની ઉત્તર દિશામાં રાખવી. વાસ્તુશાસ્ત્રના અનુસાર આવું કરવાથી ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિને ઉત્તર દિશામાં સ્થાપિત કરવી જોઈએ. લક્ષ્મી અને ગણેશજીની સાથે સાથે ધનના દેવતા કુબેરની પણ અવશ્ય પૂજા કરવી જોઈએ.

  • ધનદોલતની વૃદ્ધિ માટે ઉત્તર દિશાને મુખ્ય માનવામાં આવે છે. તેથી ધ્યાન રાખવું કે ઘરની જ્વેલરી અને રોકડ રકમ જે પણ અલમારીમાં રાખેલા હોય તે ઉત્તર દિશામાં હોવી જોઈએ. નહીંતર રૂમની દક્ષિણ દિશાની દિવાલ સાથે જોડીને પણ રાખી શકો છો. આવું કરવાથી જ્યારે પણ તમે અલમારી ખોલશો તો તે ઉત્તર દિશામાં ખુલશે અને ધન-દોલતમાં વધારો થશે.
  • વાસ્તુમાં દિશાને વિશેષ મહત્વ આપવામાં આવે છે તેથી ભૂલમાં પણ જ્વેલરી અને પૈસાને આગ્નેય દિશામાં ના રાખવા જોઈએ. આવું કરવાથી ધન દોલતમાં કમી આવે છે સાથે જ આવક પણ ઘટી જાય છે અને ઘણીવાર તો કરજ લેવાની સ્થિતિ પણ આવી જાય છે.

  • તહેવારનાં દિવસે કાળા રંગનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. વિશેષ રૂપથી કાળા રંગના કપડા ધારણ ના કરવા જોઈએ. આવું કરવાથી તમે માતા લક્ષ્મીને નારાજ કરી શકો છો.
  • દિવાળીના દિવસે રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર સુંદર રંગોળી બનાવવાથી માતા લક્ષ્મી તમારા ઘરે વધારે છે તેથી આ દિવસે ઘરના મુખ્ય દરવાજા પર રંગોળી અવશ્ય બનાવો.
  • તેની સાથે જ મુખ્ય દ્વારની ઉત્તર દિશામાં લાલ રંગનું સ્વસ્તિક પણ જરૂર બનાવો.

  • દિવાળીનાં દિવસે ઘર ચોખ્ખું રહેવું જોઈએ ત્યારે જ માં લક્ષ્મી તમારા ઘરે પધારે છે. ઘણા લોકો તો દિવાળી પહેલાં જ ઘરની સાફ-સફાઈ શરૂ કરી દે છે, ખાસ કરીને તે ચીજોને સાફ જરૂર રાખો જે ચીજોનો ઉપયોગ તમે પૂજામાં કરવાના હોય.
  • દિવાળીનાં દિવસે પૂરા ઘરમાં મીઠા વાળા પાણીનો છંટકાવ કરો. તે ઘરમાં રહેલ બધી જ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.