દિવાળી ૨૦૨૦ : દિવાળીનાં દિવસે માતાજીની વિશેષ કૃપા મેળવવા માટે ઘરના મુખ્ય દ્વાર પર રાખી દો આ ચીજો

૧૪ નવેમ્બરનાં રોજ દિવાળીનો તહેવાર પૂરા ભારતમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવશે. આ ખાસ ઉત્સવને મનાવવા માટે લોકો સંપૂર્ણ વર્ષ ખૂબ જ ઉત્સાહપૂર્વક રાહ જોવે છે. તે હિંદુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. ખાસ કરીને બાળકો આ દિવસનો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે લોકો પોતાના ઘરોને દિવડાઓથી સજાવે છે અને મીઠાઈ વહેંચે છે. આ દિવસે ફટાકડા ફોડવાનો પણ રિવાજ છે. દિવાળીનો આ તહેવાર ભગવાન શ્રી રામના ૧૪ વરસનાં વનવાસ બાદ પોતાના રાજ્ય અયોધ્યા આવવાની ખુશીમાં મનાવવામાં આવે છે. આ તહેવારને અસત્ય પર સત્યની જીત માનવામાં આવે છે. અસુરોના રાજા રાવણનો વધ કરીને પ્રભુ શ્રીરામજીએ ધરતીને અસુરોથી બચાવી હતી.

આ દિવસે પોતાના ઘરની સાફ-સફાઈ રાખવાથી તે સ્થાન પર માં લક્ષ્મી પ્રવેશ કરે છે. આ દિવસે લોકો ઘરની સાફ-સફાઈ કરે છે અને સંપૂર્ણ ઘરને દિવા અને લાઈટથી સજાવે છે. વાસ્તુમાં ઘરનાં મુખ્ય દ્વારને ખૂબ જ મહત્વપૂર્ણ બતાવવામાં આવ્યો છે. તેથી માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરનાં મુખ્ય દરવાજાની સાફ-સફાઈથી લઈને દરવાજાને સજાવવાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુનાં અનુસાર જો ઘર-દુકાનનાં મુખ્ય દરવાજાની સામે આ ૬ ચીજો રાખવામાં આવે તો માં લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે. ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને પૈસાની કમી રહેતી નથી. તો ચાલો જાણી લઈએ આખરે તે કઈ છે ૬ ચીજો જે મુખ્ય દ્વાર પર રાખવી જોઈએ.

દિવાળીના દિવસે મુખ્ય દ્વાર પર રાખો આ ચીજો

  • દિવાળીનાં દિવસે એક વાસણમાં પાણી ભરીને અને થોડા ફૂલ ઉમેરીને તેને ઘર કે ઓફિસના મુખ્ય દ્વાર પર રાખી દો. ધ્યાન રાખવું કે ફૂલ થી ભરેલા વાસણને દરવાજાની પૂર્વ કે ઉત્તર દિશામાં જ રાખવું. આવું કરવાથી ઘરના મુખીયાને ખૂબ જ લાભ પહોંચે છે.
  • માં લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે દિવાળીનાં દિવસે ઘર કે કાર્યસ્થળના મુખ્ય દરવાજા પર ઓમનું ચિન્હ બનાવો અથવા તો શુભ-લાભ લખો. ધ્યાન રાખવું કે તે તમારા મુખ્ય દરવાજાની પૂર્વ કે ઉત્તર દિશાની તરફ જ બનાવવાનું છે. આવું કરવા પર કોઈપણ બિમારી ઘરમાં લાંબા સમય સુધી ટકી શકતી નથી.

  • દિવાળીના દિવસે ઘર કે કાર્ય સ્થળનાં મુખ્ય દરવાજાની ઉપર માં લક્ષ્મીની એવી તસ્વીર લગાવવી જોઇએ જેમાં માં લક્ષ્મી કમળનાં ફૂલ પર બિરાજમાન હોય. આ ઉપાય ઘર-પરિવારને ઘણા શુભ ફળ અપાવે છે.
  • દિવાળીનાં દિવસે ઘર ઓફિસનાં મુખ્ય દરવાજા પર કલરફૂલ તોરણ લગાડવું શુભ માનવામાં આવે છે. જો તમે આંબાનાં, પીપળાનાં કે આસોપાલવનાં પાનનું તોરણ બાંધશો તો તે વધારે શુભ રહેશે. જો તોરણ આ ચીજોથી બનેલું હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.

  • દિવાળીનાં દિવસે ઘર કે દુકાનનાં મુખ્ય દરવાજા પર માં લક્ષ્મીના પગનું ચિહ્ન લગાવવું ખૂબ જ શુભ હોય છે. ધ્યાન રાખવું કે ચિન્હ લગાવતા સમયે પગની દિશા ઘરની અંદરની તરફ હોય. આવું કરવા પર ઘરમાં ધનની કમી ક્યારેય રહેતી નથી.
  • દિવાળીનાં દિવસે ઘર કે દુકાનમાં દરવાજાની ઉપર ચાંદીનું સ્વસ્તિક લગાવો. વાસ્તુનું માનીએ તો આવું કરવાથી ઘરમાં બિમારીઓ પ્રવેશ કરતી નથી. જો ચાંદીનું સ્વસ્તિક લગાવી ના શકો તો તેની જગ્યાએ કુમકુમથી સ્વસ્તિક બનાવો.