દિવાળી ૨૦૨૦ : માં લક્ષ્મીની સાથે ભગવાન શ્રીગણેશ અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે ? જાણો તેની પાછળનું કારણ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દરેક લોકો તેની તૈયારીમાં લાગી ગયા છે. આ દિવસે માં લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. દિવાળી પર જ્યારે પણ માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તો સાથે જ શ્રીગણેશ અને દેવી સરસ્વતીની પ્રતિમા કે તસવીર પણ વિરાજિત હોય છે. તેવામાં શું તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે ? તો ચાલો જાણી લઈએ.

જેમકે તમે બધા જ લોકો જાણો છો કે માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. વળી દેવી સરસ્વતી જ્ઞાનની દેવી હોય છે. શ્રીગણેશની વાત કરીએ તો તેમને બુદ્ધિના દેવતા કહેવામાં આવે છે. આ ત્રણેયની પૂજા સાથે કરવાનો અભિપ્રાય એ છે કે જો તમે ધન કમાવવા માંગતા હોય તો તમારે પોતાના જ્ઞાન અને બુદ્ધિમાં પણ વૃદ્ધિ કરવી જોઈએ. આ બંને ચીજો જો તમારી પાસે હોય તો તમને ધન કમાવવાથી કોઈ રોકી શકતું નથી.

એકવાર તમારી પાસે ધન આવી ગયું તો તેને યોગ્ય રીતે સંભાળવાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. જો તમારી પાસે બુદ્ધિ હશે તો તમે તે ધનને યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકશો. આ રીતે માં લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરશે. પૌરાણિક માન્યતાને જો તમે વાસ્તવિક જીવનમાં પણ એપ્લાય કરો છો તો તમે જલ્દી જ માલામાલ થઈ શકો છો.

દિવાળી પર પૂજા કરતા સમયે વધારે એક વિશેષ વાતનું ધ્યાન રાખવું કે દેવી સરસ્વતીને લક્ષ્મીજીની જમણી બાજુ અને ગણેશજીને ડાબી બાજુ વિરાજિત કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિનું જમણી બાજુનું મસ્તિષ્ક જ્ઞાન માટે હોય છે. આ બાજુ આપણે આપણા જ્ઞાનને એકત્રિત કરીએ છીએ. વળી ડાબી બાજુ મસ્તિષ્ક રચનાત્મક ચીજો માટે હોય છે. ગણપતિજીને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે તેથી આપણી બુદ્ધિ રચનાત્મક પણ હોવી જોઈએ.

બસ આ જ અમુક કારણો હતા જેના લીધે દેવી લક્ષ્મીની સાથે શ્રીગણેશ અને સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તમે પણ જ્યારે દિવાળી પર પૂજા કરો તો લક્ષ્મીજીની સાથે ગણેશજી અને સરસ્વતીજીની પૂજા કરવાનું ભૂલશો નહી. તેનાથી તમને ઘણા બધા લાભ થશે. વધારે એક વાતનું ધ્યાન રાખવું કે માં લક્ષ્મીની પૂજા કરતા પહેલા તમારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. ત્યારે જ આ પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત થશે.