દિવાળીના દિવસે આ સરળ ઉપાયોને કરવાથી બની જશો તમે ધનવાન, વરસવા લાગશે માં લક્ષ્મીની કૃપા

Posted by

દિવાળીનાં દિવસે કરજમાંથી મુક્તિ મેળવવા માટે તમારે નીચે જણાવવામાં આવેલા ઉપાયોને અવશ્ય કરવા જોઈએ. આ ઉપાયોને કરવાથી કરજ ઊતરી જાય છે અને જીવનમાં ધનની કમી ક્યારેય પણ રહેતી નથી. એટલું જ નહી પરંતુ જો આ ઉપાયોને સાચા મનથી કરવામાં આવે તો તમારા ઘરમાં માં લક્ષ્મી નિવાસ પણ કરે છે. તેથી તમારે દિવાળીના દિવસે ધન લાભ હેતુ આ ઉપાયોને જરૂર કરવા જોઈએ.

દિવાળીના દિવસે કરો આ સરળ ઉપાયો

  • દિવાળીના દિવસે તમારે ૧૩ દીવા પ્રગટાવવા અને દરેક દિવા ની અંદર કોડી નાખી દેવી. આ દિવા ને તમારે ઘરનાં દરેક ખુણામાં રાખી દેવા અને જ્યારે આ દિવા શાંત થઈ જાય તો તેમાંથી કોડી કાઢી લેવી અને આ કોડીઓને તમારી તિજોરી કે વ્યવસાય સ્થળ પર રાખી દેવી. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી રહેશે નહિ અને માં લક્ષ્મી હંમેશા માટે નિવાસ કરશે.

  • નરક ચતુર્દશીનાં દિવસે તમારે પાંચ પ્રકારના ફૂલોની માળા બનાવીને તેને માં લક્ષ્મીને અર્પિત કરવી અને આ માળાને અર્પિત કરતા સમયે તમે પોતાના મનમાં તમારી મનોકામના બોલવી. આવું કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઇ જશે.
  • દિવાળીની રાતે માતાજીના નામનો જાપ કરવો અને જાપ કરતા સમયે માતાજીને પ્રાર્થના કરવી કે તે તમારા ઘરમાં હંમેશા માટે વાસ કરે અને તેમની કૃપા તમારા પર જાળવી રાખે.
  • માં લક્ષ્મીની પૂજા કરતા સમયે માતાજીને કમળનાં ફૂલ અર્પિત કરવા જોઈએ. પૂજા સંપન્ન થયા બાદ આ કમળનાં ફૂલને તમે પોતાની તિજોરીમાં રાખી દો. આવું કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર જળવાઈ રહેશે.

  • દિવાળીનાં દિવસે નવી સાવરણી ખરીદવી અને આ સાવરણીથી ઘરની સાફ સફાઈ કરવી. આવું કરવાથી તમારા ઉપર જે પણ કરજ ચડેલું હશે તે ઉતરી જશે.
  • દિવાળીનાં તહેવાર પર રાતના સમયે માં લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરતા સમયે તેમની સામે ૨૧ દિવા પ્રગટાવો અને પૂજા સંપન્ન થયા બાદ આ દિવાને પોતાના ઘરનાં મુખ્ય દરવાજા અને બારીઓની પાસે રાખી દો. આ ઉપાય કરવાથી તમારા ઘરમા માં લક્ષ્મી જરૂર પ્રવેશ કરશે અને તમારે ક્યારેય પણ આર્થિક સંકટનો સામનો કરવો નહી પડે.
  • કરજમાંથી મુક્તિ મેળવવા માટે દિવાળીના દિવસે મંદિરમાં જઈને માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેમને લાલ રંગનું સિંદૂર અર્પિત કરવું જોઈએ અને એક તેલનો દિવો પ્રગટાવીને તેમની સામે રાખી દેવો જોઈએ.

  • કુબેર ભગવાનને ધનનાં દેવતા માનવામાં આવે છે તેથી દિવાળીનાં દિવસે સાંજના સમયે ભગવાનનું પણ પૂજન કરો અને તેમની પૂજા કરતા સમયે તેમને એક લાલ રંગનું ફૂલ, ફળ અને મીઠાઇ અવશ્ય ચઢાવવી.
  • દિવાળીનાં દિવસે માં લક્ષ્મીની સામે ચાર દીવા પ્રગટાવીને તેની અંદર લવિંગ ઉમેરી દેવું. ત્યારબાદ આ દિવા ને તે રૂમમાં રાખી દેવા જ્યાં તમારી તિજોરી હોય. બસ આ જ રીતે તમે પોતાનાં વ્યવસાય સ્થળ પર પણ દિવો પ્રગટાવી શકો છો. આવું કરવાથી તમને ધન લાભ થશે અને વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *