જેમકે તમે બધા જ જાણો છો કે આ વર્ષે ૧૪ નવેમ્બરનાં રોજ દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. દિવાળીના પાવન અવસર પર માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દિવાળીનાં દિવસે જો માં લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી. જોકે માં લક્ષ્મી ફક્ત તે ઘરોમાં જ પધારે છે જ્યાં અમુક ખાસ પ્રકારની ભૂલો થતી નથી. તેવામાં આજે અમે તમને અમુક એવી ચીજો બતાવવા જઈ રહ્યા છીએ, જેનું ધ્યાન તમારે દિવાળીના દિવસે અવશ્ય રાખવાનું રહે છે. જો તમે આવું નથી કરતા તો માં લક્ષ્મી તમારા દ્વાર પરથી જ પરત ફરી જાય છે.
- દિવાળીનાં દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન અને પૂજાપાઠ કરી લેવા જોઈએ. આ દિવસે સવારે મોડે સુધી સૂવું જોઈએ નહિ.
- દિવાળીના દિવસે નખ કાપવા સેવિંગ કરવી જેવા કાર્યો પણ કરવા ના જોઈએ.
- પૂજાના સમયે દેવી-દેવતાઓની મૂર્તિઓ આ ક્રમમાં ડાબેથી જમણી બાજુ રાખવી. ભગવાન શ્રીગણેશ, લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુ, માં સરસ્વતી અને માં મહાકાળી. તેના સિવાય લક્ષ્મણજી, શ્રી રામ અને માં સીતાની મૂર્તિ પણ રાખી શકો છો.
- દિવાળી પર ઉપહારમાં લેધરથી બનેલી વસ્તુ ક્યારેય પણ આપવી નહિ. પરંતુ ગિફ્ટમાં મીઠાઈ અવશ્ય સામેલ કરવી જોઈએ.
- માં લક્ષ્મીનું પૂજન કરતા સમયે તાળીઓ વગાડવી નહી. આરતી પણ મોટા અવાજમાં કરવી નહી. હકીકતમાં એવું કહેવામાં આવે છે કે માં લક્ષ્મીને શોરગુલ પસંદ નથી.
- માં લક્ષ્મી તે ઘરમાં પધારતાં નથી જે ઘરમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં આવતું નથી. તેવામાં દિવાળીના દિવસે ઘરને ચોખ્ખું રાખવું અને ગંદકી થવા દેવી નહી.
- ફક્ત માં લક્ષ્મીજીની એકલાની પૂજા કરવી યોગ્ય નથી. તેમની સાથે ભગવાન વિષ્ણુ એટલે કે લક્ષ્મી નારાયણની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ. તેના વગર પૂજા અધૂરી રહે છે.
- દિવાળી પર પૂજન સમાપ્ત થઇ ગયા બાદ પૂજા ઘરને વિખરાયેલું છોડવું નહી. સાથે જ તમારે આખી રાત દિવો પ્રગટાવીને રાખવાનો રહેશે. જ્યાં સુધી બની શકે દિવાળી પર કેંડલ્સનાં બદલે દિવાનો ઉપયોગ કરવો.
- પૂજા ઘર ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. તે દરમિયાન ઘરનાં લોકોએ ઉત્તરની તરફ મોઢું રાખીને બેસવું જોઈએ.
- પૂજામાં દિવાની સંખ્યા ૧૧, ૨૧ કે ૫૧ નાં ક્રમમાં હોવી જોઈએ. તેને પ્રગટાવવા માટે ઘી નો ઉપયોગ કરવો.
- દિવાળી પૂજાની શરૂઆત ગણેશજીના પૂજનથી જ કરવી. પુજામાં ગણેશજીની એવી મૂર્તિ ના હોવી જોઈએ જેમાં તે બેસેલા ના હોય અથવા તો તેમની સૂંઢ જમણી તરફ ના હોય.
- દિવાળી પર લાલ રંગનો ઉપયોગ વધારે કરવો. જેમકે લાઇટ્સ, ફુલ, રંગોલી, સજાવટ વગેરેમાં લાલ રંગ વધારે ઉપયોગમાં લેવો.
- માં લક્ષ્મીને શાંતિ પસંદ હોય છે તેવામાં આ દિવસે પરિવારનાં સદસ્યોએ પરસ્પર લડાઈ ઝઘડાઓ ના કરવા. તેનાથી નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે અને માં લક્ષ્મી તમારા ઘરે પધારતા નથી.
- માં લક્ષ્મીજીની પૂજા પુરા પરિવાર સાથે મળીને કરવી. તેનાથી તમારા ઉપર કૃપા જળવાયેલી રહેશે અને પરિવારમાં શાંતિ અને પ્રેમ રહેશે.
- દિવાળીનાં દિવસે માંસ, શરાબ, ધુમ્રપાન જેવી ચીજોનો ત્યાગ કરવો. આ દિવસે સંપૂર્ણ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું.