દિવાળીનાં એક દિવસ પહેલા શનિ મંદિરમાં કરો આ ખાસ કામ, હંમેશા હસતો રમતો રહેશે તમારો પરિવાર

દિવાળીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોનો ઉત્સાહ અને જોશ પણ વધતો જઈ રહ્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે દિવાળી મનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. તે એક એવો તહેવાર છે જેને પુરો પરિવાર હળીમળીને મનાવે છે. આ તહેવારનાં દિવસે આપણે આપણી અંદર રહેલી કડવાહટ ભૂલી જઈએ છીએ. તે પ્રેમ અને સ્નેહનો તહેવાર છે.

તેવામાં બધાની ઈચ્છા હોય છે કે તેમના હસતા-રમતા પરિવારને કોઈની નજર લાગે નહી અને તેમનાં જીવનમાં બધું જ યોગ્ય રીતે ચાલતું રહે. જો કે દુર્ભાગ્ય અને લોકોની ખરાબ નજર કે નિયતનો કોઈ ભરોસો હોતો નથી. એક ક્ષણમાં જ તે તમારા સુખી પરિવારને દુ:ખમાં ફેરવી શકે છે. જો તમને પણ હંમેશા તમારા પરિવારની ખુશી ખોવાનો ડર લાગતો હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી.

આ દિવાળીએ અમે તમારા માટે ખૂબ જ ખાસ અને વિશેષ ઉપાય લઈને આવ્યા છીએ. આ ઉપાયનો સંબંધ શનિદેવ સાથે છે. શનિદેવ એક એવા દેવતા છે જે તમને મોટામાં મોટી મુસીબતમાં પણ સુરક્ષિત રાખવાની ક્ષમતા રાખે છે. જોકે દિવાળી પાવન તહેવાર હોય છે અને વાતાવરણ સકારાત્મક પણ હોય છે તેથી દિવાળીના દિવસોમાં શનિદેવનું ધ્યાન આકર્ષિત કરવું કે તેમને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ હોય છે.

આ જ કારણ છે કે જો તમે દિવાળીના એક દિવસ પહેલા શનિ મંદિરમાં એક વિશેષ કાર્ય કરો છો તો શનિદેવની કૃપાના પાત્ર બની શકો છો. જો એકવાર તમારા પર શનિ દેવનો હાથ આવી ગયો તો પછી કોઈ તમારું કંઈપણ બગાડી શકશે નહી. તો ચાલો જાણી લઈએ કે તમારે શનિદેવનાં મંદિરમાં દિવાળીનાં એક દિવસ પહેલા શું કરવું પડશે.

દિવાળીનાં એક દિવસ પહેલા સવારે સ્નાન કરીને કાળા રંગના વસ્ત્ર પહેરી લેવા. હવે પોતાની સાથે એક દિવો અને સરસોનું તેલ લઈને નજીકનાં શનિ મંદિર જાઓ. આ મંદિરમાં પ્રવેશ કરતાં જ તમારે સાચા મનથી શનિદેવનું સ્મરણ કરવાનું રહેશે. ત્યારબાદ શનિદેવની સામે સરસોનાં તેલનો દિવો પ્રજ્વલિત કરો. ત્યારબાદ હાથ જોડીને શનિદેવને પોતાની અને તમારા પરિવારની રક્ષા કરવાની વિનંતી કરો. જો તમારા જીવનમાં કોઈ પરેશાની હોય કે કોઈ દુશ્મનથી તમે પરેશાન હોય તો તમે તેમના વિશે પણ શનિદેવને જણાવી શકો છો. શનિદેવ તમારી તમામ ચિંતાઓનું સમાધાન કરશે. તમે ઈચ્છો તો શનિ મંદિરમાં કંઈક દાન પણ કરી શકો છો. જેમ કે પૈસા કે મંદિરના કામની કોઈ ચીજ. સાથે જ શનિદેવને કાળા તલ પણ ચઢાવી શકો છો.

આ ઉપાય કરવાથી તમને ઘણા બધા લાભ થશે. તેમાંથી તમે તમારા પરિવારની સાથે દિવાળી ખુબ જ સારી રીતે મનાવી શકશો અને સાથે સાથે આવતા વર્ષમાં તમારું ઘર કે પરિવાર ક્યારેય પણ કોઇ દુર્ઘટના કે ખરાબ નજરનો શિકાર નહીં બને. તે એક રીતે તમારા ઘર અને પરિવારનું સુરક્ષાચક્ર બની જશે. તેથી આ ઉપાયને દિવાળીના એક દિવસ પહેલા કરવાનું ભૂલશો નહી.