દિવાળીની સજાવટમાં ભૂલથી પણ ના કરો આ ૩ ચીજોનો ઉપયોગ, ઘરે ક્યારેય નહી પધારે માતા લક્ષ્મી

Posted by

જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોની તૈયારીઓ અને ઉત્સાહ પણ ઝડપથી વધી રહ્યો છે. એ વાતમાં કોઈ શંકા નથી કે હિંદુઓ માટે દિવાળી વર્ષનો સૌથી મોટો તહેવાર હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે લોકો ઘણા સપ્તાહ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. ઘરમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે, ઘરની સાફ-સફાઇ કરવામાં આવે છે, દિવાલોને રંગવામાં આવે છે અને સાથે જ ઘરને જુદી જુદી વસ્તુઓથી શણગારવામાં આવે છે. દિવાળીનાં દિવસે તમને લગભગ દરેક ઘર શણગારેલું જોવા મળશે. દરેક જગ્યાએ રંગબેરંગી લાઈટ હોય છે સાથે જ ઘરની અંદર અને બહાર સુશોભન માટે લોકો ઘણા પ્રકારની ચીજોનો ઉપયોગ કરતા હોય છે. આ સજાવટથી તમારું ઘર આકર્ષિત લાગે છે.

જોકે ખૂબ જ ઓછા લોકો એ વાત જાણે છે કે દિવાળીની સજાવટમાં જો તમે અમુક ખાસ પ્રકારની ચીજોનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે અશુભ પણ સાબિત થઈ શકે છે. આ ચીજોનાં લીધે અપશુકન થાય છે અથવા તો નેગેટિવ એનર્જી ફેલાઇ શકે છે. જો આવું થાય છે તો તમારા ઘરે માતા લક્ષ્મી પધારતા નથી. તેથી તે ખૂબ જ જરૂરી છે કે દિવાળી માટે ઘર સજાવવા દરમિયાન અમુક ખાસ પ્રકારની ચીજોનો ઉપયોગ ના કરવો જોઈએ. તો ચાલો જાણી લઈએ તે કઈ ચીજો છે.

ચામડાથી બનેલી વસ્તુ

સુશોભનની ચીજો ઘણા પ્રકારના મટિરિયલમાંથી બનાવવામાં આવેલ હોઇ શકે છે. તેવામાં જો ડેકોરેશનની કોઈ આઈટમ ચામડામાંથી બનેલી હોય અથવા તેમાં થોડી માત્રામાં પણ તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને દિવાળીની સજાવટમાં ઉપયોગ ના કરવો જોઈએ. જો તમે આવું કરો છો તો માં લક્ષ્મી નારાજ થઈ શકે છે. સાથે જ દિવાળીની પૂજા કરતા સમયે પણ તે ધ્યાન રાખવું કે તમે ચામડાનો બેલ્ટ, પર્સ કે કોઈ અન્ય સામગ્રી પોતાની પાસે રાખેલી ના હોય.

કાળો રંગ

દિવાળી પર કાળા રંગનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. ભલે પછી તમે દિવાલો પર કલર કરાવી રહ્યા હોય, રંગોળી બનાવી રહ્યા હોય અથવા તો લાઇટિંગ કરી રહ્યા હોય, કાળો રંગ જેટલો ઓછો હશે તેટલું તમારા માટે સારું રહેશે. જો તમે બહારથી કોઈ સુશોભન માટે પણ સામાન ખરીદી રહ્યા હોય તો તેવો પ્રયત્ન કરવો કે તેમાં કાળા રંગનો ઉપયોગ ઓછામાં ઓછો થયેલ હોય. આ કાળો રંગ નેગેટિવ એનર્જીનું પ્રતીક પણ હોય છે. જેને તમારે દિવાળીનાં દિવસે પોતાના ઘરમાં લાવવો ના જોઈએ.

વાસી ફુલ

દિવાળી પર માં લક્ષ્મીને હંમેશા તાજા ફૂલો જ ચઢાવવા જોઈએ. ઘણીવાર લોકો પહેલાથી જ તેને ખરીદી લેતા હોય છે અથવા તો દુકાન પરથી વાસી ફુલ ખરીદીને લાવે છે. તેથી પ્રયત્ન કરવો કે તમારે દિવાળીનાં સુશોભનમાં જો ફૂલોનો ઉપયોગ કરવો હોય તો તેને હંમેશા તાજા જ લાવવા. વાસી ફુલ ઉદાસીનતા અને નેગેટિવ એનર્જી ફેલાવે છે. આ ચીજો માં લક્ષ્મીને પસંદ હોતી નથી અને જેના લીધે તે તમારા ઘરે આવવાનું પણ પસંદ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *