દિવાળી પહેલા ઘરનાં મુખ્ય દરવાજા પર લગાવી દો આ ૫ ચીજો, સૌથી પહેલા તમારા ઘરે પધારશે માં લક્ષ્મી

દિવાળી ધીમે ધીમે નજીક આવી રહી છે. તે દેશનો સૌથી મોટો તહેવાર છે. દરેક હિન્દુ તેને જરૂર મનાવે છે. આ ઉત્સવની સૌથી મોટી ખાસિયત માં લક્ષ્મીની પૂજા હોય છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ દિવાળી પર માતાજીને પ્રસન્ન કરવામાં સફળ રહે છે તેને જિંદગીભર પૈસાની કમી રહેતી નથી. તેથી બધા જ આ દિવસે પોતાના ઘરે લક્ષ્મીજીને આમંત્રિત કરવા માંગે છે. તેવામાં આજે અમે તમને ૫ એવી ચીજોને વિશે જણાવીશું જેને જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લગાવી દો તો માં લક્ષ્મી તમારા ઘરે સૌથી પહેલા પધારે છે. આ ચીજો તમારા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે પરંતુ સાથે સાથે માં લક્ષ્મીને પોતાની તરફ આકર્ષિત પણ કરે છે.

વંદનવાર

વંદનવાર સામાન્ય રીતે આંબાના પાન કે આસોપાલવના પાનમાંથી બનાવવામાં આવે છે જ્યારે પણ ઘરમાં કોઈ માંગલિક કામ હોય છે અથવા તો તહેવાર આવે છે તો તેને લગાવવાનો રિવાજ હોય છે. એવું માનવામાં આવે છે કે વંદનવારમાં ઘણી બધી સકારાત્મક ઉર્જા રહે છે. તેવામાં આ પોઝિટિવ એનર્જીથી દેવી-દેવતા તેમની તરફ આકર્ષિત થાય છે. આ જ કારણ છે કે દિવાળી પર તેને લગાવવાથી માં લક્ષ્મી આપણા ઘરે જલ્દી પ્રવેશ કરે છે.

સ્વસ્તિક

સ્વસ્તિકનાં ચિહ્નને એક પવિત્ર ચિન્હ માનવામાં આવે છે. તેને તમારે ઘરના મુખ્ય દ્વારની વચ્ચે લગાવવું જોઈએ. એવી માન્યતા છે કે તેને ઘરમાં લગાવવાથી બધા જ વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે. વાસ્તુદોષ નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરે છે તેવામાં આ સ્વસ્તિક તમારા ઘરની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાનું કામ કરે છે. જણાવી દઈએ કે જે ઘરમાં વધારે નેગેટિવિટી હોય છે ત્યાં માં લક્ષ્મી આવવાનું પસંદ કરતા નથી. તેની સાથે જ સ્વસ્તિક લગાવવાથી ઘરમાં બધાનું સ્વાસ્થ્ય સારું રહે છે અને પરિવારમાં સુખ-શાંતિ પણ રહે છે.

ઓમ

ઓમનું ચિન્હ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રાખે છે. તેને સૌથી વધારે પાવરફુલ નીશાન માનવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારની દેવીય શક્તિઓ હોય છે. જે તમારા પરિવારની રક્ષા કરે છે સાથે જ તેમાંથી નીકળતી ઉર્જા દેવી-દેવતાઓને પણ આકર્ષિત કરતી હોય છે. આ જ કારણ છે કે દિવાળીનાં દિવસે તમારે ઘરના દ્વાર પર ઓમ પણ લગાવવું જોઈએ.

શુભ-લાભ

શુભ-લાભ ઘરનાં દરવાજાની બંને તરફ લખવાથી ભાગ્યની વૃદ્ધિ થાય છે. તેનાથી ઘરમાં ખુશહાલી આવે છે. તે એક રીતે શુભ સંકેત હોય છે તેથી તેને પણ તમે લગાવી શકો છો.

ત્રિશુલ

અમુક લોકો ત્રિશુલને પણ ઘરનાં મુખ્ય દ્વાર પર લગાવે છે. તે તમને લોકોની ખરાબ નજરથી બચાવે છે. આ ચીજ વૈકલ્પિક છે જોકે તેને લગાવવામાં કઈ ખોટું પણ નથી.

નોટ : તમે આ પાંચ ચીજો પણ લગાવી શકો છો અથવા તો તેમાંથી કોઈ બે ચીજો પણ લગાવી શકો છો, જોકે અમારું માનો તો વંદનવાર અને સ્વસ્તિક અવશ્ય લગાવવું જોઈએ. બાકી ચીજો લગાવવાનો નિર્ણય તમે પોતાની સુવિધા અનુસાર લઈ શકો છો.