દિવાળી પહેલા જરૂર કરો આ ૫ ચીજોનું શોપિંગ, તેમના વગર અધુરી છે તમારી દિવાળી

દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી બસ થોડા દિવસોમાં જ આવશે. લોકોએ અત્યારથી જ પોતાના ઘરમાં દિવાળીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોઈ ઘરની સાફ-સફાઈમાં લાગી ગયું છે તો કોઈ ઘરમાં કલર કરીને તેને ફરીથી નવો બનાવી રહ્યા છે. તેની સાથે જ લોકો લાઇટિંગ પણ લગાવે છે. દિવાળીનો તહેવાર આપણા બધાનાં જીવનમાં ખૂબ જ મહત્વ રાખે છે. આ વાતને ધ્યાનમાં રાખતા જ આજે અમે તમને ૫ એવી ચીજોનાં વિશે જણાવીશું જેના વગર તમારી દિવાળી સંપૂર્ણ રીતે અધૂરી છે. જો તમે તેને નથી ખરીદતા તો તમને આ દિવાળીનો પૂર્ણ લાભ મળી શકતો નથી. તો ચાલો જાણી લઈએ આખરે તે કઈ ચીજો છે.

માં લક્ષ્મી

દિવાળી પર સૌથી મુખ્ય કામ હોય છે માં લક્ષ્મીની પૂજા કરવી. એવું કહેવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ માં લક્ષ્મીને પ્રસન્ન કરી લે છે તેમના ઘરે ક્યારેય પણ પૈસાની કમી રહેતી નથી. તેથી તમારે પણ દિવાળીનાં દિવસે માં લક્ષ્મીને પોતાના ઘરે જરૂર લાવવા જોઈએ. તેને તમે મૂર્તિ, ફોટો કે ચાંદીના સિક્કાના રૂપમાં પણ ઘરે લાવી શકો છો.

દિવા

દિવાળીનો તહેવાર દિવડાઓની ઝગમગતી રોશની વગર અધૂરો લાગે છે. કહેવામાં આવે છે કે તે દિવસે સાંજ થતાં જ પોતાના ઘરના આંગણામાં દિવો પ્રગટાવવાથી ઘણા બધા લાભ મળે છે. આ દિવા ખરાબ અને નકારાત્મક શક્તિઓને તમારા ઘરથી દૂર રાખે છે. તે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાવે છે. તેમની રોશનીથી દેવી-દેવતા આકર્ષિત થાય છે અને તમારા ઘરે પધારે છે.

નવા કપડા

જ્યારે પણ તમે દિવાળીનાં દિવસે માં લક્ષ્મીની પૂજા કરો તો નવા કપડા પહેરીને જ કરવી જોઈએ. આ પહેલા પહેરેલા કપડા પહેરીને પૂજા કરવી ઉચિત માનવામાં આવતી નથી. તે શુદ્ધ હોતા નથી. તેથી દિવાળી પહેલા પોતાના માટે કપડા જરૂર ખરીદી લેવા જોઈએ. આમ તો તમે કોઈપણ રંગને પસંદ કરી શકો છો પરંતુ પીળા, લાલ, નારંગી સૌથી શુભ હોય છે. તેના સિવાય તમારે કાળા કે ભૂરા રંગના કપડા દિવાળી પર પહેરવા ના જોઈએ.

રંગોળી

દિવાળી પર ઘરની સામે રંગોળી બનાવવાનો પણ રિવાજ હોય છે, તેનાથી ઘરની શોભા તો વધે જ છે સાથે સાથે માં લક્ષ્મી પણ આપણા ઘરે પધારે છે. તેથી દિવાળી પહેલાં રંગોળીનો સામાન ખરીદી લેવો જોઈએ. એક ટિપ્સ એ પણ છે કે રંગોળી બનાવી લીધા બાદ તેમની પાસે જ રંગથી માં લક્ષ્મીનાં પગ પણ જરૂર બનાવવા. તે શુભ હોય છે.

પ્રસાદ

દિવાળી પર જ્યારે માં લક્ષ્મીની પૂજા કરો તો તેમની સામે પ્રસાદના રૂપમાં ઓછામાં ઓછા ૫ પ્રકારનાં ફળ જરૂર રાખો. તેની સાથે જ તમારે કોઈ મીઠી ચીજ જેવી કે મીઠાઈ રાખવી. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરે અન્નની કમી ક્યારેય રહેતી નથી.