દિવાળી એક એવો તહેવાર છે જેને પૂરા દેશમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. દિવાળી પર દરેક ઘરમાં માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માં લક્ષ્મીને દિવાળી પર પ્રસન્ન કરવા પર આપણને ધનની પ્રાપ્તિ થાય છે. જોકે લક્ષ્મીજીની સાથે શ્રી ગણેશજીની પૂજા પણ દિવાળી પર થાય છે. ઘણા ધાર્મિક ગ્રંથોમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોઈપણ મંગળ કાર્ય કરતાં પહેલાં ગણેશજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ. ગણેશજીને આપણે ભાગ્ય વિધાતાના નામથી પણ જાણીએ છીએ. તે લોકોની કિસ્મત ચમકાવવામાં સૌથી આગળ હોય છે. દિવાળીનાં દિવસે તો આમ પણ વાતાવરણ સકારાત્મક ઊર્જાથી ભરેલું રહે છે. તેઓમાં જો તમે ગણેશજીને પ્રસન્ન કરી લો છો તો તે તમારા ભાગ્યને પ્રબળ કરવામાં સહાયતા કરે છે.
આ વાતને ધ્યાનમાં રાખતા જ અમે તમને દિવાળીના દિવસે ગણેશજીને ખુશ કરવાનો એક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયને અજમાવ્યા બાદ તમારું નસીબ ચમકવા લાગશે અને સાથે સાથે ઘરમાં પૈસાની આવક પણ ચાર ગણી વધી જશે. આ ઉપાયને તમારે મુખ્ય દિવાળીનાં દિવસે જ કરવાનો રહેશે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણી લઈએ કે તમારે શું કરવું પડશે.
દિવાળીની સવારે તમારે સ્નાન કર્યા બાદ પીળા રંગનાં વસ્ત્ર પહેરી લેવાના છે. હવે કેળાનું એક તાજુ પાન લો. ધ્યાન રાખવું કે આ પાન સંપૂર્ણ રીતે આખું જ હોય એટલે કે કોઈ જગ્યાએથી કાપેલું કે ફાટેલું ના હોય. આ પાનને પાણીમાં ગંગાજળનાં બે ટીપા નાખીને સારી રીતે સુકાવી લો. હવે આ પાનની ઉપર જ ચોખાનો એક નાનો ઢગલો બનાવો. તેના ઉપર ગણેશજીની એક નાની પ્રતિમા રાખી દો. હવે ગણેશજીની બંને તરફ એટલે કે જમણી અને ડાબી બાજુ એક-એક સિક્કો રાખી દો. ત્યારબાદ પહેલા ગણપતિજીની અને બાદમાં સિક્કાની પૂજા કરો. હવે તમારે ગણેશજીની આરતી કરવાની રહેશે. આરતી સમાપ્ત થયા બાદ પહેલી આરતી ગણેશજીને અને બીજી સિક્કાને અર્પિત કરો.
હવે ગણેશજીને ફરીથી પોતાના પહેલા વાળા સ્થાન પર રાખી દો. જે ચોખા તમે ગણેશજીની નીચે રાખેલા હતા તેને બાકીના ચોખામાં મેળવીને તેની ખીર બનાવી લો. આ ખીરને પરિવારના બધા સદસ્યોએ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. પરંતુ એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે આ ખીરને ફક્ત પરિવારનાં લોકોએ જ ખાવી. આવું કરવાથી તમારા પરિવારનાં બધા લોકોનાં ભાગ્યમાં વૃદ્ધિ થશે. ઘરમાં લડાઈ-ઝઘડા થશે નહી. તમામ લોકોનું મગજ પોઝિટિવ દિશામાં વિચારવા લાગશે. આ રીતે બધા જ લોકો કામ પર વધારે ધ્યાન આપશે અને ઘરમાં પૈસાની વૃદ્ધિ થવાની પણ શરૂ થઈ જશે. તમે ગણેશજીની સાથે જે સિક્કાઓનો ઉપયોગ કર્યો હતો તેમાંથી એક સિક્કો તમારી તિજોરીમાં રાખી દો જ્યારે બીજો પોતાના પર્સમાં રાખી દો. તેનાથી તમારા ઘરમાં હંમેશાં બરકત જળવાઈ રહેશે, બિનજરૂરી ખર્ચાઓ થશે નહી. સાથે જ ધન કમાવવાના નવા નવા અવસર પ્રાપ્ત થતા રહેશે.